Election 2024 Live Update: રૂપાલાને માફ નહીં કરવા ક્ષત્રિય સમાજ અડીખમ, જો ટિકિટ નહીં કપાય તો પરિણામ ભોગવવા રહો તૈયાર
Election 2024 Live Update: લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ચૂંટણી પંચ આજે જાહેરનામું બહાર પાડશે. આ સાથે નોંધણી પ્રક્રિયા શરૂ થશે

Background
Lok sabha Election 2024 Live Update:લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ચૂંટણી પંચ આજે જાહેરનામું બહાર પાડશે. આ સાથે નોંધણી પ્રક્રિયા શરૂ થશે. ઉમેદવારો આજથી ઉમેદવારી નોંધાવી શકશે. બીજા તબક્કામાં 26 એપ્રિલે 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 બેઠકો પર મતદાન થશે. આ તબક્કામાં ગાઝિયાબાદ, ગૌતમ બુદ્ધ નગર અને બુલંદશહર સહિત યુપીની આઠ બેઠકો પર મતદાન થશે. આ ઉપરાંત, સમાન તબક્કામાં આઉટર મણિપુર લોકસભા સીટના એક ભાગમાં 13 વિધાનસભા બેઠકો પર પણ મતદાન થશે.
13 રાજ્યોની 26 બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાશે.
લોકસભા ચૂંટણીની સાથે ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા અને ગુજરાત સહિત 13 રાજ્યોની 26 વિધાનસભા બેઠકો માટે પણ મતદાન થશે. સંબંધિત રાજ્યોમાં લોકસભા ચૂંટણીની એ જ તારીખે પેટાચૂંટણી માટે મતદાન થશે. આમાં હિમાચલમાં સૌથી વધુ છ, ગુજરાતમાં પાંચ અને ઉત્તર પ્રદેશમાં ચાર બેઠકો છે.
જયરાજસિંહના ફાર્મ હાઉસમાં કાલે બેઠક મળશે.
રૂપાલાના નિવેદનથી છંછેડાયેલા વિવાદ પર ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહે ડેમેજ કંટ્રોલના પ્રયાસ શરૂ કર્યા હતા. ક્ષત્રિય સમાજના આગેવાનોની આવતીકાલે ગોંડલમાં બેઠક યોજાશે. ચૂંટાયેલા પ્રતિનિધિ અને સામાજિક આગેવાનો વચ્ચે બેઠક થશે.
ભાજપના મહામંત્રી વિરેન્દ્રસિંહે કહ્યું કે ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બેઠક મળશે. જયરાજસિંહના ફાર્મ હાઉસમાં કાલે બેઠક મળશે. ક્ષત્રિય સમાજની નારાજગી દૂર કરવાના પ્રયાસ કરાશે. રૂપાલાએ માફી માગી લીધી છે. જયરાજસિંહના ફાર્મ હાઉસ પર કાલે પાંચ વાગ્યે બેઠક મળશે
રાજકોટથી ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ
રાજકોટથી ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ કરી હતી. જામનગરમાં આજે રાજપૂત સમાજની વિવિધ સંસ્થાના આગેવાનો એકઠા થયા અને પરસોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજ અંગે કરેલી ટિપ્પણીનો વિરોધ કર્યો હતો. તમામે એક સૂરે કહ્યું હતું કે અમારો વિરોધ ભાજપ સામે નહીં. પરસોત્તમ રૂપાલા સામે છે. અમારી માંગ છે કે, ભાજપે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવી જોઈએ. આ સમયે જામનગર શહેર ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ જયદીપસિંહ ઝાલાએ રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.





















