શોધખોળ કરો

પ્રાથમિક શાળામાં અંગ્રેજી શિક્ષણને લઈને ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય

રાજ્યમાં પ્રાથમિક શિક્ષણને લઈને સરકારે મોટો નિર્ણય લીધો છે. હવેથી રાજ્યમાં પહેલા અને બીજા ધોરણમાં અંગ્રેજી વિષય દાખલ કરવામાં આવશે. નોંધનિય છે કે આ પહેલા પાંચમાં ધોરણથી અંગ્રેજી વિષયની શરૂઆત થતી હતી.

ગાંધીનગર: રાજ્યમાં પ્રાથમિક શિક્ષણને લઈને સરકારે મોટો નિર્ણય લીધો છે. હવેથી રાજ્યમાં પહેલા અને બીજા ધોરણમાં અંગ્રેજી વિષય દાખલ કરવામાં આવશે. નોંધનિય છે કે આ પહેલા પાંચમાં ધોરણથી અંગ્રેજી વિષયની શરૂઆત થતી હતી. જો કે સરકારે હવે તેમા ફેરફાર કરીને પહેલા-બીજા ધોરણથી જ બાળકોને અંગ્રેજીનું જ્ઞાન આપવાનો નિર્ણય લીધો છે. આજે વિધાનસભા ગૃહમાં શિક્ષણ વિભાગની માગણીઓનો જવાબ આપતા શિક્ષણ મંત્રીએ આ અંગે જાહેરાત કરી છે.

તો બીજી તરફ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ એવી પણ સ્પષ્ટતા કરી કે, ગુજરાતી વિષય ફરજિયાત છે અને રહેશે પણ સાથે સાથે અંગ્રેજી વિષય પણ દાખલ કરવામાં આવશે. આપણે સૌ જાણીએ છીએ કે, વર્તમાન સમયમાં અંગ્રેજી ભાષાનું જ્ઞાનનું કેટલું મહત્ત્વ છે. તમે કોઈપણ જગ્યાએ જશો ત્યાં અંગ્રેજીની જરૂર પડ છે જ. પછી તમે કોઈ મલ્ટીનેશનલ કંપનીમાં જોબ માટે જતા હોય કે પછી વિદેશમાં, બધી જગ્યાએ અંગ્રેજીની જરૂર પડે જ છે.

ઘણીવાર એવું પણ બને છે કે, ગામડામાં પ્રાઈમરીના અભ્યાસ દરમિયાન બાળકોને વધારે અંગ્રેજીનું જ્ઞાન નથી હોતું તેની સરખામણીએ શહેરમાં રહેતા બાળકો વધારે અંગ્રેજી જાણતા હોય છે. જે બાળકો નાનપણથી જ અંગ્રેજીમાં  યોગ્ય પકડ મેળવી લેશે તેને આગળ જતા વધારે મુશ્કેલી થતી નથી. રાજ્ય સરકારે આજે આ મહત્ત્વનો નિર્ણય લઈને એક નવી પહેલ કરી છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી હવે બાળકોને શરૂઆતથી જ અંગ્રેજી ભાષા અંગેનું જ્ઞાન મળવા લાગશે.

તો બીજી તરફ વિદ્યાસહાયકનું મેરિટ લિસ્ટ આજે રાજ્ય સરકાર જાહેર કરશે. મેરિટ ક્રમ અને મેરિટની માહિતી જોવા માટે ઉમેદવારે પોતાના ટેટ પરીક્ષાનો નંબર, મોબાઈલ નંબર અને પાસવર્ડ એન્ટર કરી લોગીનમાં મુકેલી મેરીટની લીંક પર ક્લીક કરવાનું રહેશે. આજે બપોરે 3.30 કલાકે http://vsb.dpegujarat.in વેબસાઇટ ઉપર કામચલાઉ મેરીટ યાદી પ્રસિદ્ધ કરાશે. મેરીટ ક્રમ અને મેરીટ માહિતી વેબસાઈટ ઉપર જોવા માટે ઉમેદવારે પોતાનો ટેટ પરીક્ષાનો નંબર, મોબાઈલ નંબર અને પાસવર્ડ એન્ટર કરી લોગીતમાં મૂકેલ મેરીટતી લીંક ઉપર ક્લીક કરવું.

ઉમેદવારોતા તામ, લાયકાત, કેટેગરી અને મેરીટ ગુણમાં જો કોઈ ક્ષતિ હોય તો વેબસાઈટ ઉપર તા.૧૭/૦૩/૨૦૨૨ થી તા.૨૩/૦૩/૨૦૨૨ દરમ્યાન ઓનલાઈન સુધારા કરી સુધારા સ્વીકાર કેન્દ્ર પર રૂબરૂ જમા કરાવવી. ઉમેદવારોની ફાઈનલ મેરીટ યાદી અને મેરીટમાં આવતાં ઉમેદવારો માટે કોલ લેટર માટેતી સૂચતાઓ હવે પછીથી વેબસાઈટ ઉપર પ્રસિદ્ધ કરાશે. નોંધનીય છે કે, ભરતીની જાહેરાત 1-2માં અનામત કક્ષાની ધો. 1-5માં ગુજરાતી માધ્યમની કુલ 533 જગ્યાઓ ભરવામાં આવશે. જ્યારે ધો. 6-8માં ગુજરાતી માધ્યમની ગણિત વિજ્ઞાનની 3278, ભાષાઓની 201, અને સામાજિક વિજ્ઞાનની 343 જગ્યાઓ બહાર પડી છે. જ્યારે જાહેરાત 03-4માં ધો.રપણ 6-8માં ગણિત વિજ્ઞાનની 473, ભાષાઓની 237, સામાજિક વિજ્ઞાનની 418 જગ્યા માટે ભરતી બહાર પડી થછે. જ્યારે ધો.1-5માં ગુજરાતી માધ્યમની કુલ 767 જગ્યા માટે ભરતી બહાર પડી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Embed widget