શોધખોળ કરો
Advertisement
રાજ્યમાં કડકડતી ઠંડી યથાવત, આજથી રાજ્યમાં તાપમાનમાં વધુ બેથી ત્રણ ડિગ્રીનો.....
ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીથી જીનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાની આગાહી વ્યક્ત કરી છે.
રાજ્યમાં કડકડતી ઠંડીનું મોજુ યથાવત છે. ઠંડીના તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે આજથી રાજ્યમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની આગાહી છે. રાજકોટ, નલિયા, કંડલામાં ઠંડીનો પારો નવ ડિગ્રી પર પહોંચ્યો છે.
જ્યારે અમરેલી, જૂનાગઢ, મહુવામાં ઠંડીનો પારો 10 ડિગ્રી પર પહોંચ્યો છે. તો પોરબંદર, ભાવનગર, જામનગર અને વેરાવળમાં ઠંડીનો પારો 11 ડિગ્રી પર પહોંચ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરામાં પણ ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. ઠંડા પવનને લીધે અલગ અલગ શહેરોમાં ઠંડીમાં સતત વધારો જોવા મળ્યો.
ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીથી જીનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાની આગાહી વ્યક્ત કરી છે. જમ્મુ સહિતના વિવિધ વિસ્તારોમાં ભારે ઠંડીથી ધુમ્મસનું પ્રમાણ વધી જતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
ભારે ધુમ્મસથી જમ્મુ એયરપોર્ટ પર નવ ફ્લાઈટ રદ કરવી પડી હતી. જ્યારે પાંચ ફ્લાઈટના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કશ્મીરના ગુલમર્ગમાં માઈનસ 11 ડિગ્રી,પહલગામમાં માઈનસ નવ ડિગ્રી, શ્રીનગરમાં માઈનસ 2.2 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. જ્યારે હિમાચલ પ્રદેશના કિલોંગમાં ઠંડીનો પારો માઈનસ 12.7 ડિગ્રી પર પહોંચી ગયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion