Gujarat Rain Forecast: ગુજરાતમાં આ તારીખથી અતિ ભારે વરસાદની આગાહી, જાણો કયાં સુધી રહેશે મેઘમહેર
Gujarat Rain Forecast: એક લો પ્રેશર એરિયા બંગાળની ખાડીમાં સર્જાશે. આ સિસ્ટમ આગળ વધીને ગુજરાત તરફ આવે તેવી શક્યતા છે. જેના પગલે ગુજરાતમાં ક્યાંક ભારે તો ક્યાંક છુટછવાયો હળવાથી મધ્યમ વરસાદની સ્થિતિ સર્જાઇ શકે છે

Gujarat Rain Forecast: ગુજરાતમાં ધીરે ધીરે હવે વરસાદનું પ્રમાણ વધી રહ્યું છે. આગામી 24 કલાકમાં પૂર્વ ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાતના વિસ્તારો, દક્ષિણ ગુજરાતના વિસ્તારો, ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધશે. આ તમામ ઝોનમાં કેટલાક વિસ્તારોની અંદર ભારે તો કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ વરસશે.ગુજરાત રિજનના એકાદ બે વિસ્તારમાં અતિ ભારે વરસાદ પણ થઇ શકે છે. ખાસ કરીને પંચમહાલ, ગોધરા, આણંદ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, તાપી,ડાંગ, સુરત, વલસાડ, નવસારી, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગરના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રની વાત કરીઓ તો સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ,ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, માં પણ આજે ભારે વરસાદનું અનુમાન છે. બાકીના સૌરાષ્ટ્રના વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 8 સપ્ટેમ્બર સુધી વરસાદનું અનુમાન છે. જેમાં કેટલાક વિસ્તારમાં ભારે તો કેટલાક વિસ્તારમાં અતિ ભારે અને કેટલાક વિસ્તારમાં મધ્યમ વરસાદનું અનુમાન છે.
એક લો પ્રેશર એરિયા બંગાળની ખાડીમાં સર્જાશે. આ સિસ્ટમ આગળ વધીને ગુજરાત તરફ આવે તેવી શક્યતા છે. જેના પગલે ગુજરાતમાં ક્યાંક ભારે તો ક્યાંક છુટછવાયો હળવાથી મધ્યમ વરસાદની સ્થિતિ સર્જાઇ શકે છે. હવામાનના મોડલ મુજબ વાત કરીએ તો 4 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધશે. 10 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ક્યાંક અતિ ભારે તો ક્યાંક મધ્યમ વરસાદ વરસશે.
ગુજરાતમાં આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી છે. જેમાં ક્યાંક હળવો ક્યાંક મધ્યમ તો કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે આજની વાત કરીએ તો આજે ગુજરાત રિજન માટે હવામાન વિભાગે ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. જ્યાં ભારે વરસાદની ચેતવણી અપાઇ છે. તેમાં આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેજ એલર્ટ અપાયું છે. આ સિવાય ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતમાં પણ આજે ભારે વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રમાં પણ ક્યાંક મધ્યમ તો ક્યાંક ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ,ગીર સોમનાથ, જૂનાગઢ, ભારે વરસાદનું અનુમાન છે આવતી કાલથી આગામી 4 દિવસ સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં આગામી 10 સપ્ટેમ્બર સુધી ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે.
હાલોલમાં 9 ઇંચ વરસાદે કહેર વર્તાવ્યો
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં શનિવારે સવારે આભ ફાટ્યું હોય તેમ માત્ર ચાર કલાકમાં સાડા આઠ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. વહેલી સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં તો 7 ઇંચ વરસાદ પડતાં સમગ્ર હાલોલ જળબંબાકાર થઈ ગયું હતું. આ અતિ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેનાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હાલોલના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. હાલોલ-વડોદરા રોડ પર ફાયર સ્ટેશન પાસે પણ પાણી ભરાતા વાહનવ્યવહારને ભારે અસર થઈ છે. મુખ્ય માર્ગો પર પાણી ભરાવાને કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. એક ઘટનામાં, વરસાદી પાણીમાં એક એસ.ટી. બસ ખોટકાઈ હતી, જેના કારણે તમામ મુસાફરોને બસમાંથી બહાર કાઢવાની ફરજ પડી હતી.
વરસાદી પાણીના ભારે પ્રવાહને કારણે હાલોલના દુનિયા ગામ નજીક એક કાર પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. સ્થાનિકોએ મુશ્કેલીમાં મુકાયેલા લોકોને મદદ કરી હતી અને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.
હિંમતનગરમાં ધોધમાર વરસાદથી તબાહી
હિંમતનગર શહેરમાં મોડી રાતથી ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેના કારણે શહેરના બેરણાં રોડ, ડેમાઈ રોડ, ગાયત્રી મંદિર રોડ, મહાકાળી મંદિર, સહકારી જીન, ટીપી રોડ, સહિતના વિસ્તારોમાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. વરસાદના કારણે સોસાયટીઓમાં ઘુંટણસમા પાણી ભરાયેલા જોવા મળ્યા. જેના કારણે રહીશોએ પાણી નિકાલ માટે ભારે મથામણ કરવી પડી. તો આ સાથે શહેરના અવનીપાર્ક સોસાયટીમાં રાખેલી 15 જેટલી ગાડીઓ પાણીમાં ડૂબી હતી. તો શહેરમાં બળવંતપુરા વિસ્તાર સહિતના રેલવે અંડર પાસમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ઈન્દ્રનગર રેલવે અન્ડરપાસમાં પાણી ભરાયા છે. ભારે વરસાદથી અંડરપાસમાં પાણી ભરાઈ જતા અવરજવર બંધ કરવામાં આવી છે. ધોધમાર વરસાદથી નિચાણવાળા વિસ્તારમાં આવેલા ઘરોમાં પણ પાણી ભરાયા છે. જેમાં અનેક ગાડીઓ પાણીમાં ગરકાવ થયા છે.





















