શોધખોળ કરો

બોગસ તબીબે દર્દીનું બે વાર ઓપરેશન કર્યું,  શંકા જતા નોંધાયો ગુનો, આ શહેરની હોટલમાંથી પોલીસે ઝડપી લીધો

તાપીમાં ગત તારીખ 6 મેના રોજ સોનગઢ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ બાબતે બોગસ તબીબને ઝડપી લેવામાં આવ્યો છે.

તાપી:  રાજ્યમાં અવારનવાર બોગસ તબીબ ઝડપાતા હોય છે, સર્ટીફિકેટ ન હોવા છતા ઘણા લોકો બોગસ ડિગ્રી બનાવી ડૉક્ટર બની પ્રેક્ટિસ કરતા હોય છે. ત્યારે આ પ્રકારનો જ એક બોગસ તબીબનો કેસ તાપી જિલ્લામાં સામે આવ્યો હતો. 

તાપીમાં ગત તારીખ 6 મેના રોજ સોનગઢ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ બાબતે બોગસ તબીબને ઝડપી લેવામાં આવ્યો છે.  બોગસ તબીબ હેમંત પાટીલને પોલીસે જંબુસરની એક હોટલમાંથી ઝડપી પાડ્યો છે.  બોગસ તબીબ સોનગઢની લોકમાન્ય તિલક મલ્ટીસ્પેશિયલીસ્ટ હોસ્પિટલમાં ફરજ બજાવતો હતો. 

બોગસ તબીબે દર્દીનું બે વાર ઓપરેશન કર્યું,  શંકા જતા નોંધાયો ગુનો, આ શહેરની હોટલમાંથી પોલીસે ઝડપી લીધો

આ બોગસ ડૉક્ટરે હોસ્પિટલમાં એક દર્દીનું બે વાર ઓર્થોપેડીકનું ઓપરેશન કર્યું હતું. આ ઓપરેશન નિષ્ફળ જતા તબીબ પર શંકા જતાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.  સમગ્ર ગુનામાં અગાઉ બે આરોપીને ઝડપી લીધા બાદ ફરાર મુખ્ય આરોપી એવા બોગસ તબીબને પોલીસે ઝડપી લીધો છે. 

શેર બજારના વેપારીના અપહરણ કેસમાં પોલીસે કર્યો મોટો ખુલાસો

સુરતના મોટા વરાછાના શેર બ્રોકરના અપહરણ કેસમાં અમદાવાદના 4 સહિત 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદના શેરબ્રોકરનું 2.37 કરોડની ઉઘરાણી મામલે અપહરણ કરવામાં આવ્યું હતું. આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. આ ઘટનામાં જુનાગઢમાં મકબૂલ 1.40 કરોડ, શાબીર 70 લાખ માંગતા હતા. 

આ ઘટનાની સમગ્ર વિગતો જોઈએ તો અમદાવાદના શેરબ્રોકરનું 2.37 કરોડની ઉઘરાણીમાં 4 દિવસ પહેલા મોટા વરાછામાંથી તેના ભાગીદાર સહિત 10 જણાએ કારમાં અપહરણ કરવાના મામલે ઉત્રાણ પોલીસે રવિવારે સાંજે અમદાવાદથી સૂત્રધાર મકબૂલ સોલંકી, શાબીર સોલંકી ,રાજાખાન પઠાણ,સોહીલ ઉર્ફે ગટ્ટ તેમજ કામરેજથી ફીરોજ ગોગદા તથા તેનો ભાઈ ફારૂક ગોગદાને પકડી 4 ફોર વ્હીલ કબજે કરી છે.

પોલીસે સમગ્ર ઘટના અંગે આપી માહિતી

આ ઘટનામાં પોલીસ માહિતી આપતા જણાવ્યું હતું કે સૂત્રધાર મકબૂલ સોલંકી અને શાબીર સોલંકી જૂનાગઢમાં અમીન ટ્રાન્સપોર્ટ અને હોટેલ લાઇનનો વ્યવસાય કરે છે. મકબૂલ સોલંકીએ શેરબ્રોકર શક્તિ ધડુક પાસેથી 1.40 કરોડ લેવાના હતા. આથી તેણે અન્ય આરોપીઓ સાથે શેરબ્રોકરનું અપહરણ કરી અમદાવાદમાં ગોંધી રાખી માર મારી 2.5 કરોડની માંગણી કરી હતી,  જ્યારે શાબીર સોલંકીએ 70 લાખ લેવાના હતા. અમદાવાદમાં રહેતા શેરબ્રોકર શક્તિ ધડુકે 5 જણા પાસેથી 10 ટકા વ્યાજે 2.37 કરોડ રકમ લઈ શેરબજારમાં રોકાણ કર્યું હતું. શેરબજારમાં મોટું નુકસાન થતા લેણદારોનો ત્રાસ વધતા શક્તિ 15 દિવસથી સુરતમાં રહેતો હતો. 19 લાખની ઉઘરાણી કરતો મૌલીક અગ્રાવત હજુ ભાગતો ફરે છે. અગાઉ પોલીસે ભાગીદાર સહિત 3ની ધરપકડ કરી હતી.

 Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું? MSME, સ્ટાર્ટઅપ્સ, ખેડૂતો અને મત્સ્યોદ્યોગને ફાયદા
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું?
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર
દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dahod News: દાહોદના આફવા ગામે કુવામાં પડતા માતા સહિત બે બાળકીના મોતSurat News: સુરતના ભટારમાં બળજબરીથી ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કરતા હોવાના આરોપ સાથે બબાલ થઈHun To Bolish : હું તો બોલીશ : કેમ શરૂ થયો કર્મચારીઓનો કકળાટ?Hun To Bolish : હું તો બોલીશ : બજેટ કોને ફળ્યું, કોને નડ્યું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું? MSME, સ્ટાર્ટઅપ્સ, ખેડૂતો અને મત્સ્યોદ્યોગને ફાયદા
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું?
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર
દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
12 લાખની આવક કરમુક્ત, તો 4-8 લાખ પર 5% ટેક્સ કેમ? જાણો આ ટેક્સની માયાજાળ શું છે
12 લાખની આવક કરમુક્ત, તો 4-8 લાખ પર 5% ટેક્સ કેમ? જાણો આ ટેક્સની માયાજાળ શું છે
1 રૂપિયાનો પગાર વધારો પણ તમને 0 ટેક્સથી સીધા જ 15% સ્લેબ પર લાવી દેશે; જાણો ટેક્સની ગણતરી
1 રૂપિયાનો પગાર વધારો પણ તમને 0 ટેક્સથી સીધા જ 15% સ્લેબ પર લાવી દેશે; જાણો ટેક્સની ગણતરી
IPL 2025માં વેચાયેલા ક્રિકેટરોને બજેટના બદલાયેલા નવા ટેક્સ નિયમોથી કેટલો લાભ થશે?
IPL 2025માં વેચાયેલા ક્રિકેટરોને બજેટના બદલાયેલા નવા ટેક્સ નિયમોથી કેટલો લાભ થશે?
કેન્દ્રીય બજેટ 2025: સરકારે બજેટમાં અગ્નિવીરો માટે કરી મોટી જાહેરાત, જાણો શું થશે ફાયદો
કેન્દ્રીય બજેટ 2025: સરકારે બજેટમાં અગ્નિવીરો માટે કરી મોટી જાહેરાત, જાણો શું થશે ફાયદો
Embed widget