શોધખોળ કરો

Junagadh: વાડીએથી ઘરે આવતા કોઝવેમાં તણાયું બળદ ગાડું, ખેડૂત અને બે બળદના મોત, જુઓ વીડિયો

જુનાગઢ: આજે જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો છે. જેને લઈને અનેક જળાશયો છલોછલ ભરાઈ ગયા છે તો બીજી તરફ અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. કેશોદ વિસ્તારમાં કેટલાક ઘરોમાં પાણી પણ ભરાયા છે.

જુનાગઢ: આજે જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો છે. જેને લઈને અનેક જળાશયો છલોછલ ભરાઈ ગયા છે તો બીજી તરફ અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. કેશોદ વિસ્તારમાં કેટલાક ઘરોમાં પાણી પણ ભરાયા છે. તો બીજી તરફ  માળીયા હાટીનાના જુથળ ગામે વોંકળામાં બળદ ગાડું તણાયું છે. બળદ ગાડું તણાતા એક ખેડુત અને બે બળદના મોત નિપજ્યા છે.

આ ઘટના ઘટનાને લઈને સામે વિગતો અનુસાર ખેડૂત જ્યારે પોતાની વાડીએથી ગામમાં ઘરે જતા હતા ત્યારે વચ્ચે કોજવે ઉપરથી વોકળો ઓળંગવા જતાં તણાયા હતા. આ ઘટનાની ગામ લોકોને જાણ થતાં લોકોનાં ટોળાં ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ગામ લોકો દ્વારા ખેડુતને વોંકળામાંથી બહાર કાઢી માળીયાહાટીના સરકારી હોસ્પિટલમાં ખસેડાયા જ્યાં તેમને મૃત જાહેર કરતા નાના એવા જુથળ ગામે ગમગીની છવાઈ હતી. 

જૂનાગઢ જિલ્લામાં સાડા પાંચ ઈંચ વરસાદ પડતા જળબંબાકાર

જુનાગઢ વિસ્તારમાં મેઘ મહેર  યથાવત જોવા મળી રહી છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડ્યો છે. તો બીજી તરફ કેશોદ તાલુકામાં ચાડા પાંચ ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. સવારથી બપોરના ત્રણ વાગ્યા સુધીમાં ચાડા પાંચ ઈંચ વરસાદ પડતા ચારે તરફ પાણી જ પાણી થઈ ગયા હતા. 

ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. વાડી વિસ્તારોના રસ્તાઓમાં નદી જેવો માહોલ સર્જાયો છે. ભારે વરસાદને કારમે ચેકડેમ અને તળાવો છલકાઈ ગયા છે. આ ઉપરાંત ખેતરોમાં પાણી ભરાયા છે. નોંધનીય છે કે, મૌસમનો કુલ સાડા એકવીસ ઈંચ વરસાદ પડી ચૂક્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઘેડ પંથકમાં ફરીથી જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. આ ઉપરાંત  જૂનાગઢના માંગરોળ તાલુકાના સરસાલી ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખેતરોના પાળા તૂટવાના સમાચાર મળી રહ્યા છે. પાળા તૂટવાથી સરસાલી ગામ વરસાદી પાણી ધુસ્યા છે. ખેતરનું ધોવાણ થઇ ગયું હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. પાળા તૂટવાથી સરસાલી ગામ સંપર્ક વિહોણું બન્યું છે.  રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. રોડ સ્તાઓ પર ગોઠણ ડુબ પાણી વહેતા જોવા મળી રહ્યા છે. જાણે શેરીઓમાં નદીઓ બની ગામમાંથી પસાર થઈ રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. પાણીનો તેજ પ્રવાહ સરસાલી ગામની શેરીયોમાથી વહી રહ્યો છે. લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. ઘરમાં પાણી ઘૂસી જતા ઘરવખળીને નુકશાની પહોંચી છે.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: સુરેન્દ્રનગર અને અમદાવાદ-રાજકોટ હાઈવે પર વરસાદી ઝાપટાં, વાતાવરણમાં ઠંડક પ્રસરી
Gujarat Rain: સુરેન્દ્રનગર અને અમદાવાદ-રાજકોટ હાઈવે પર વરસાદી ઝાપટાં, વાતાવરણમાં ઠંડક પ્રસરી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
અપ્રમાણસર મિલકત કેસમાં પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ, 2015થી 20 સુધીમાં બેન્કમાંથી ઉપાડ્યો નહોતો 1 પણ રૂપિયો
અપ્રમાણસર મિલકત કેસમાં પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ, 2015થી 20 સુધીમાં બેન્કમાંથી ઉપાડ્યો નહોતો 1 પણ રૂપિયો

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Embed widget