4 જિલ્લાના જ ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કરતાં અન્ય ખેડૂતો નારાજ, કિસાન સંઘે પણ સહાય પર ઉઠાવ્યા સવાલ
સહાય મેળવવા માટે ખેડૂતોએ 25 ઓક્ટોબરથી 20 નવેમ્બર દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે.
![4 જિલ્લાના જ ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કરતાં અન્ય ખેડૂતો નારાજ, કિસાન સંઘે પણ સહાય પર ઉઠાવ્યા સવાલ Farmers in other districts are annoyed with the announcement of aid package for farmers in only four districts 4 જિલ્લાના જ ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કરતાં અન્ય ખેડૂતો નારાજ, કિસાન સંઘે પણ સહાય પર ઉઠાવ્યા સવાલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/28/920f63810ffe58960dcc9dfd527e3d3d_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગુજરાતની ભુપેંદ્ર પટેલ સરકારે અતિવૃષ્ટિથી થયેલા નુકસાનને લઈ ખેડૂતો માટે કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્રના 4 જિલ્લા રાજકોટ, જામનગર, જૂનાગઢ અને પોરબંદરના ખેડૂતોને મળશે સહાય. જેમાં જામનગર જિલ્લાના 320 ગામ, રાજકોટ જિલ્લાના 156 ગામ, જૂનાગઢ જિલ્લાના 135 ગામ અને પોરબંદર જિલ્લાના 71 ગામ મળી કુલ 682 ગામના ખેડૂતોને મળશે સહાય.
જોકે સરકાર દ્વારા 4 જિલ્લાના ખેડૂતો માટે જ સહાયની જાહેરાત કરતા અન્ય જિલ્લાના ખેડૂતો નારાજ થયા છે. આ સાથે જ કિસાન સંઘે પણ સહાય પર સવાલ ઉઠાવ્યા છે.
પ્રતિ હેક્ટર 13 હજાર રૂપિયા સહાય ચૂકવાશે. વધુમાં વધુ 2 હેક્ટર નુકસાનીમાં સહાય અપાશે. 33 ટકા કરતાં વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂતોને જ સહાય અપાશે. ઓછામાં ઓછી 5 હજાર સહાય ચૂકવાશે.SDRFના ધોરણ કરતાં વધારાની રકમ રાજ્ય સરકાર બજેટમાંથી આપશે.
સહાય મેળવવા માટે ખેડૂતોએ 25 ઓક્ટોબરથી 20 નવેમ્બર દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. સહાયની રકમ ખેડૂત ખાતેદારના બેંક ખાતામાં સીધી જમા થશે.
જામનગર, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓમાં સપ્ટેમ્બર 2021માં થયેલા ભારે વરસાદના કારણે જે ખેડૂતોના પાકને 33 ટકા કે તેથી વધુ નુકસાની હોય તેવા ખેડૂતોને વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટરે 13 હજાર સહાય ચૂકવવાની મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે જાહેરાત કરી છે.
સહાય પેકેજમાં SDRFના ધોરણો મુજબ SDRFની જોગવાઈમાંથી બિનપિયત પાક તરીકે વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ છ હજાર 800 અપાશે. બાકીની તફાવતની હેક્ટર દીઠ છ હજાર 200 મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં રાજ્યના બજેટમાંથી અપાશે. કૃષિ રાહત પેકેજમાં અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોના પાક નુકસાનને ધ્યાને રાખીને ઉદારમત ધોરણે હાય આપવાનો અભિગમ અપનાવ્યો છે.
જમીનધારક દીઠ SDRFના ધોરણો મુજબ પાંજ હજાર કરતા ઓછી રકમ હશે તો પણ મિનિમમ પાંચ હજારની સહાય તો તેમને આપવામાં જ આવશે. રાહત પેકેજ મેળવવા માટે 25 ઓક્ટોબરથી 20 નવેમ્બર સુધી ડિજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)