શોધખોળ કરો

Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ધરતીપુત્રોની ચિંતામાં વધારો, પાક નિષ્ફળ જવાની ભીતિ

બનાસકાંઠા જિલ્લામાં વરસાદે વિરામ લેતા ખેડૂતોની પરિસ્થિતિ દયનિય બની છે.  છેલ્લા દોઢ મહિનાથી વરસાદ ન વરસતા ચોમાસુ સિઝનમાં વાવેતર કરેલો પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.

બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં વરસાદે વિરામ લેતા ખેડૂતોની પરિસ્થિતિ દયનિય બની છે.  છેલ્લા દોઢ મહિનાથી વરસાદ ન વરસતા ચોમાસુ સિઝનમાં વાવેતર કરેલો પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.  ખેડૂતોની માંગ છે કે ત્વરિત વીજળી 10 કલાક આપવામાં આવે અથવા તો પિયતના પાણી માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે.

બનાસકાંઠા જિલ્લામાં વાવાઝોડા બાદ માત્ર એક વરસાદ વરસ્યો છે.  જિલ્લામાં જો વાત કરવામાં આવે તો અત્યાર સુધી માત્ર 72 ટકા વરસાદ વરસતા હાલ પરિસ્થિતિ દયનિય  બની છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ધરતીપુત્રોની ચિંતામાં પણ વધારો થયો છે.  ચોમાસુ સિઝનનું વાવેતર કર્યાના દોઢ મહિનો પસાર થયો  છતાં પણ વરસાદે દસ્તકના દેતા હાલ બાજરી, મગફળી, જુવાર, ગુવાર સહિતના ચોમાસુ પાકમાં ભારે નુકસાન જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.  એક તરફ આઠ કલાક વીજળી મળતા હાલ ખેડૂતોને પિયત કરવું મુશ્કેલ બન્યું છે.  

ખેડૂતોની માંગ છે કે 10 કલાક સરકાર દ્વારા વિજળી આપવામાં આવે તો બીજી તરફ પાણીના તળ 1000 થી 1200 ફૂટ ઊંડા જતા ખેડૂતોને પાણી ખેંચવા ડબલ મોટરનો માર થાય છે.  ત્વરિત સરકાર દ્વારા પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.

જિલ્લામાં ખેડૂતોએ વાવાઝોડા બાદ વધુ પ્રમાણમાં વાવેતર કર્યું હતું. પરંતુ વરસાદે વિરામ લેતા હાલ પાક નિષ્ફળ જવાની ખેડૂતોને ભીતી સતાવી રહી છે.  ધાનેરાના બોર્ડર વિસ્તારના ગામડાઓમાં પણ વરસાદ ના આવતા હાલ વાવેતર કરેલો પાક સુકાઈ જવાનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે. બીજી તરફ વીજળી અપૂરતી અને આઠ કલાકથી પિયત પણ થઈ શકતું નથી જેને લઈને ખેડૂતોની માંગ છે કે તળાવ ભરવામાં આવે કે પછી કેનાલ દ્વારા પાણી પૂરું પાડવામાં આવે તેવી વ્યવસ્થા કરવા ખેડૂતોએ માંગ કરી છે. 

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી વરસાદની આગાહી  

હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં પણ કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ, નવસારી, વલસાડ અને ડાંગમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

 
 

ટોપ સ્ટોરી

Ahmedabad: AMCમાં એસ્ટેટ વિભાગના હપ્તારાજનો પર્દાફાશ! લારીધારકો પાસેથી ઉઘરાણા, બે કર્મચારી સસ્પેન્ડ
Ahmedabad: AMCમાં એસ્ટેટ વિભાગના હપ્તારાજનો પર્દાફાશ! લારીધારકો પાસેથી ઉઘરાણા, બે કર્મચારી સસ્પેન્ડ
Vadodara: રેગિંગકાંડનો મોટો ખુલાસો! વિદ્યાર્થીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, આજે એન્ટી રેગિંગ કમિટીની બેઠક
Vadodara: રેગિંગકાંડનો મોટો ખુલાસો! વિદ્યાર્થીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, આજે એન્ટી રેગિંગ કમિટીની બેઠક
Gujarat BJP: વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપ એક્શન મોડમાં, 182 બેઠકો પર મોકલશે 2-2 સેવાદૂત
Gujarat BJP: વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપ એક્શન મોડમાં, 182 બેઠકો પર મોકલશે 2-2 સેવાદૂત
Weather: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, 11.5 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું, 7 દિવસ વાતાવરણ રહેશે સૂકું
Weather: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, 11.5 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું, 7 દિવસ વાતાવરણ રહેશે સૂકું

વિડિઓઝ

Vadodara Gotri Medical College News: વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજમાં રેગિંગ કેસ મામલે મોટો ખુલાસો
Peru: અલ નિનોના ભારે વરસાદથી પેરૂનાં પિઉરામાં પૂર, 2,000 પરિવાર પ્રભાવિત
Hun To Bolish : હું તો બોલીશ : આશીર્વાદ ગાયમાતાના
Hun To Bolish : હું તો બોલીશ : પટેલ-ચૌધરી-પાટીદાર
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીના આંગણે સરકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ganja Raid: ભાવનગરમાં ડ્રૉનથી ગાંજાની ખેતી પકડાઇ, ગોધરામાં 4.62 કરોડના મુદ્દામાલ સાથે ચારની ધરપકડ
Ganja Raid: ભાવનગરમાં ડ્રૉનથી ગાંજાની ખેતી પકડાઇ, ગોધરામાં 4.62 કરોડના મુદ્દામાલ સાથે ચારની ધરપકડ
Pathubha Case: પથુભા મોત કેસમાં કરણી સેના મેદાને, કેસ દાખલ ન થાય તો ગુજરાતમાં આંદોલનની ચીમકી
Pathubha Case: પથુભા મોત કેસમાં કરણી સેના મેદાને, કેસ દાખલ ન થાય તો ગુજરાતમાં આંદોલનની ચીમકી
Ahmedabad: સારંગપુરમાં દુકાનોના ડિમોલિશન ટાણે ઘર્ષણ, મહિલાઓએ JCB આગળ બેસી કરી વિરોધ
Ahmedabad: સારંગપુરમાં દુકાનોના ડિમોલિશન ટાણે ઘર્ષણ, મહિલાઓએ JCB આગળ બેસી કરી વિરોધ
PM મોદીએ વીડિયો સંદેશ દ્વારા મહિલાઓને આપ્યો ખાસ મેસેજ, કહ્યું નારી શક્તિને આપેલું વચન પૂર્ણ કરવા પ્રતિબદ્ધ
PM મોદીએ વીડિયો સંદેશ દ્વારા મહિલાઓને આપ્યો ખાસ મેસેજ, કહ્યું નારી શક્તિને આપેલું વચન પૂર્ણ કરવા પ્રતિબદ્ધ
સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો
સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો
Weekly Tarot Horoscope :30 નવેમ્બરથી શરૂ થતું સપ્તાહ કઇ રાશિ માટે છે ખાસ, જાણો ટેરોટ રાશિફળ
Weekly Tarot Horoscope :30 નવેમ્બરથી શરૂ થતું સપ્તાહ કઇ રાશિ માટે છે ખાસ, જાણો ટેરોટ રાશિફળ
Today's Horoscope: શનિદેવની આ રાશિ પર આજે રહેશે અસીમ કૃપા, જાણો 12 રાશિનો ફળાદેશ
Today's Horoscope: શનિદેવની આ રાશિ પર આજે રહેશે અસીમ કૃપા, જાણો 12 રાશિનો ફળાદેશ
Mumbai Indians Captian: રોહિત શર્મા મુંબઇ ઇન્ડિયન્સનો ફરીથી બન્યો કેપ્ટન, હાર્દિક પંડ્યાની લેશે જગ્યા
Mumbai Indians Captian: રોહિત શર્મા મુંબઇ ઇન્ડિયન્સનો ફરીથી બન્યો કેપ્ટન, હાર્દિક પંડ્યાની લેશે જગ્યા
Embed widget