શોધખોળ કરો

Banaskantha: બનાસકાંઠામાં ભારતમાલા પ્રોજેકટનો ખેડૂતોએ કર્યો વિરોધ, જાણો શું કરી માગ

બનાસકાંઠા: ભારતમાલા પ્રોજેકટને લઈને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. બનાસકાંઠાના સુઇગામના રડકામાં ભારતમાલા પ્રોજેકટનું કામ રોકવી ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો.

બનાસકાંઠા: ભારતમાલા પ્રોજેકટને લઈને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. બનાસકાંઠાના સુઇગામના રડકામાં ભારતમાલા પ્રોજેકટનું કામ રોકવી ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. ભારતમાલા પ્રોજેકટના કારણે ખેડૂતોના ખેતરોમાં જવાનો બંધ થઈ જતા ખેડૂતો પરેશાન છે. વરસાદી પાણીનો નિકાલનો રસ્તો બંધ થઈ જતા ખેડૂતોના ખેતરો ડૂબમાં જવાનો ખેડૂતોને ભય છે. ભારતમાલા પ્રોજેકટના કોન્ટ્રાક્ટર દ્વારા રોડના કામ દરમિયાન ખેતરમાં જતી ખેડૂતોની પાણીની પાઇપ લાઇન તોડી નાખતા ખેડૂતોને મોટું નુકશાન થયાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. ભારતમાલા પ્રોજેક્ટના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ખેડૂતોની અનેક રજૂઆતો બાદ પણ કોઈ જ કાર્યવાહી ન કરતા ખેડૂતો ધરણાં ઉપર બેઠા છે. જ્યાં સુધી ખેડૂતોની માંગો પુરી નહી થાય ત્યાં સુધી કામ રોકવા માગ કરવામાં આવી છે.

ગુજરાત વિધાનસભામાં પ્રવેશ કરતાં પહેલા કયા ધારાસભ્યએ નતમસ્તક પ્રણામ કર્યા ?

 ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણીમાં જીતેલા તમામ ધારાસભ્યોની આજે શપથવિધિ છે, ત્યારે તમામ ધારાસભ્યો ગુજરાત વિધાનસભાની અંદર પહોંચી રહ્યા છે. આ દરમિયાન જુનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ વિધાનસભાની અંદર પગ મુકતા પહેલા મતમસ્તક પ્રણામ કર્યા હતા. તેમણે કહ્યું કે, વિધાનસભા ગૃહને પોતે ધારાસભ્ય તરીકે મંદિર માને છે. લોકોની સુખાકારીના કાર્યો અહીંથી તેમણે હવે કરવાના છે એટલા માટે એક ધારાસભ્ય તરીકે વિધાનસભા ગૃહની અંદર પ્રવેશ કરતા પહેલા તેઓએ નતમસ્તક પ્રણામ કર્યા હતા. ધારાસભ્ય તરીકે વિધાનસભા ગૃહની અંદર પ્રવેશ કરતા પહેલા એક વ્યક્તિ આ રીતે ઘૂંટણભેર બેસી માથું જમીને અડાડી અને વિધાનસભા ગૃહને મસ્તક પ્રણામ કરે તેવું આ એકમાત્ર દ્રશ્ય હતું.

કાલ મળશે વિધાનસભા સત્ર

આજે ગાંધીનગર ગુજરાત વિધાનસભા ખાતે તમામ ધારાસભ્યો શપથ ગ્રહણ કરશે. હાલમાં વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ તમામ ધારાસભ્યોને શપથ અપાવશે. બપોરે 12:00 વાગ્યે સૌ પ્રથમ મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલને શપથ અપાવશે. ત્યારબાદ અધ્યક્ષ રહી ચૂકેલા રમણભાઈ વોરા અને પછી ગણપત વસાવાને શપથ અપાવશે.  ઉપરાંત, આવતી કાલે વિધાનસભાનું એક દિવસીય સત્ર  મળશે. આ સત્રનું સંબોધન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા કરવામાં આવશે.

ગુજરાત વિધાનસભામાં કયા મહિલા ધારાસભ્યએ સંસ્કૃતમાં લીધા શપથ ?

: ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં જીતેલા તમામ ધારાસભ્યોની આજે શપથવિધિ યોજાઈ. મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યોએ ધારાસભ્ય પદના શપથ લીધા હતા. પૂર્વ અધ્યક્ષ રમણ વોરા અને ગણપત વસાવાએ ધારાસભ્ય તરીકેના પ્રથમ શપથ લીધા હતા. રાજકોટના ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ અને નાંદોદના મહિલા ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે સંસ્કૃતમાં ધારાસભ્ય પદના શપથ લીધા હતા. મંત્રીમંડળના સભ્યોના ધારાસભ્ય પદના શપથ બાદ મહિલા ધારાસભ્યોએ ધારાસભ્ય પદના લીધા શપથ લીધા હતા.

ટોપ સ્ટોરી

Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે
ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારે.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારે.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
IPL 2027 પહેલાં CSKને મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ 8 વર્ષ બાદ છોડી ટીમ
IPL 2027 પહેલાં CSKને મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ 8 વર્ષ બાદ છોડી ટીમ
Embed widget