સુરતના ઉમરપાડામાં બારેમેઘખાંગા, 24 કલાકમાં 11 ઇંચ, છેલ્લા 24 કલાકમાં 206 તાલુકામાં વરસ્યો વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સતત અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધુ ઉમરપાડમાં વરસાદ નોંધાયો છે.
rain Forecast:હવામાન વિભાગના અનુમાન મુજબ 26 જુલાઇ સુધી ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘરાજા પોરબંદરથી ધોરાજી સુધી સતતત સૌરાષ્ટ્રને ધમરોડી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 206 તાલુકામાં વરસાદ નોંધાયો છે
છેલ્લા 24 કલાકમાં 206 તાલુકામાં નોંધાયો વરસાદ
- સુરતના ઉમરપાડામાં 11 ઈંચ વરસાદ
- સુરતના પલસાણામાં 10 ઈંચ
- નવસારીના ખેરગામમાં પોણા 10 ઈંચ
- જૂનાગઢના વિસાવદરમાં પોણા નવ ઈંચ
- સુરતના કામરેજમાં સવા આઠ ઈંચ
- સુરતના બારડોલીમાં આઠ ઈંચ
- દ્વારકા તાલુકામાં સાડા સાત ઈંચ
- ડાંગના વઘઈમાં સાડા સાત ઈંચ
- તાપીના વ્યારામાં સાત ઈંચ
- નવસારીના વાંસદામાં પોણા સાત ઈંચ
- સુરતના માંગરોળમાં સાડા છ ઈંચ
- નવસારી તાલુકામાં સાડા છ ઈંચ
- સુરત શહેરમાં સવા છ ઈંચ વરસાદ
- જામનગરના જોડીયામાં સવા છ ઈંચ
- કચ્છના માંડવીમાં સવા છ ઈંચ
- સુરતના મહુવામાં સવા છ ઈંચ
- ડાંગના આહવામાં સવા છ ઈંચ
અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં આજે સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બગસરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે બગસરાના ખેતરો બેટમાં ફેરવાયા છે. જેના કારણે કપાસ, મગફળી સહિતનો પાક પાણીમાં ગરકાવ થઇ જતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. સૌરાષ્ટ્ર સાથે કચ્છના કેટલાક વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે.
- કચ્છના મુન્દ્રામાં સવા છ ઈંચ
- તાપીના ડોલવણમાં છ ઈંચ
- નવસારીના જલાલપોરમાં પોણા છ ઈંચ
- તાપીના સોનગઢમાં સાડા પાંચ ઈંચ
- છેલ્લા 24 કલાકમાં ડાંગના સુબિરમાં સાડા પાંચ ઈંચ
- નખત્રાણામાં સવા પાંચ ઈંચ
- નર્મદાના સાગબારામાં સવા પાંચ ઈંચ
- જૂનાગઢના કેશોદમાં પાંચ ઈંચ
- છેલ્લા 24 કલાકમાં દ્વારકાના ભાણવડમાં પાંચ ઈંચ વ
- નવસારીના ગણદેવીમાં પાંચ ઈંચ
- નવસારીના ચીખલીમાં સાડા ચાર ઈંચ
- સુરતના માંડવીમાં સાડા ચાર ઈંચ
- સુરતના ચોર્યાસીમાં સવા ચાર ઈંચ
- કચ્છના રાપરમાં સવા ચાર ઈંચ
- રાજકોટના ધોરાજીમાં ચાર ઈંચ
- વલસાડ તાલુકામાં ચાર ઈંચ
- તાપીના વાલોડમાં ચાર ઈંચ
- વલસાડના ધરમપુરમાં ચાર ઈંચ
- ભરૂચના હાંસોટમાં પોણા ચાર ઈંચ
- અમરેલીના બગસરામાં પોણા ચાર ઈંચ
- કચ્છના અંજારમાં સાડા ત્રણ ઈંચ
વલસાડ જિલ્લામાં ભારે વરસાદના પગલે આજે શાળા કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે અગમચેતીના ભાગરૂપે પ્રશાસને શૈક્ષણિક કાર્ય બંધ રાખવો નિર્ણય લીધો છે.
વલસાડમાં આજે ITI સહિતનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
અમદાવાદના ધોળકામાં સાડા ત્રણ ઈંચ
જૂનાગઢના વંથલીમાં સાડા ત્રણ ઈંચ
છેલ્લા 24 કલાકમાં વલસાડના પારડીમાં સાડા ત્રણ ઈંચ
છેલ્લા 24 કલાકમાં ભરૂચના વાલીયામાં સાડા ત્રણ ઈંચ
છેલ્લા 24 કલાકમાં તાલાલામાં સવા ત્રણ ઈંચ
છેલ્લા 24 કલાકમાં માણાવદરમાં સવા ત્રણ ઈંચ
છેલ્લા 24 કલાકમાં મેંદરડામાં ત્રણ ઈંચ
છેલ્લા 24 કલાકમાં વલસાડના કપરાડામાં ત્રણ ઈંચ
છેલ્લા 24 કલાકમાં ભરૂચના ઝઘડીયામાં ત્રણ ઈંચ
છેલ્લા 24 કલાકમાં કચ્છના લખપતમાં ત્રણ ઈંચ
છેલ્લા 24 કલાકમાં કોડીનારમાં ત્રણ ઈંચ
આજે કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને મેઘરાજા ઘમરોળશે. કચ્છ સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં રેડ, તો ચાર જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં રેડ અને ચાર જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં વરસાદનું (rain) આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. .. તો કચ્છ, જામનગર, રાજકોટ અને ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ. મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ,અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ (heavy Rain) વરસી શકે છે.
- છેલ્લા 24 કલાકમાં જામજોધપુરમાં ત્રણ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના ભેંસાણમાં પોણા ત્રણ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના માંગરોળમાં પોણા ત્રણ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં તાપીના ઉચ્છલમાં પોણા ત્રણ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં જૂનાગઢ શહેર, તાલુકામાં પોણા ત્રણ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં પાટણ વેરાવળમાં અઢી ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ખંભાળીયામાં અઢી ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં જામનગર તાલુકામાં અઢી ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં જામકંડોરણામાં સવા બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં રાજકોટના જેતપુરમાં સવા બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ગીર ગઢડામાં સવા બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ડેડીયાપાડામાં સવા બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં વાપી તાલુકામાં સવા બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ઉપલેટામાં બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં કલ્યાણપુરમાં બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં સુત્રાપાડામાં બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં લોધીકામાં બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ગાંધીધામમાં બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં મેઘરજમાં બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં માળીયાહાટીનામાં પોણા બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં કુકાવાવમાં પોણા બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં રાજુલામાં પોણા બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ઓલપાડમાં પોણા બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં થાનગઢમાં પોણા બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં નેત્રંગમાં પોણા બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં દસક્રોઈમાં પોણા બે ઈંચ વરસાદ
સુરતમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ ખાબક્યો છે, સુરત શહેર અને જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. હવામાન વિભાગની આગાહી છે કે, ગુજરાતમાં હજુ પણ આગામી કલાકોમાં ભારે વરસાદ ખાબકી શકે છે. હાલમાં લેટેસ્ટ અપડેટ પ્રમાણે, દક્ષિણ ગુજરાતમાં સુરતના ઉમરપાડામાં 11 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો પલસાણામાં અને નવસારીના ખેરગામમાં 10-10 ઇંચ વરસાદ પડ્યો છે. આ સાથે જ સુરતની મીંઢોળા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે, અચાનક વરસાદી પાણી વધી જતાં મીંઢોળા નદી ગાંડીતૂર બની છે અને નદીના પાણી ગામમાં ફરી વળ્યા છે.
- છેલ્લા 24 કલાકમાં જામનગરના લાલપુરમાં પોણા બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ભાભરમાં પોણા બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં અંકલેશ્વરમાં દોઢ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ભાવનગરના મહુવામાં દોઢ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથના ઉનામાં દોઢ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં મોરબીના ટંકારામાં દોઢ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં પોરબંદરના રાણાવાવમાં દોઢ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં વલસાડના ઉમરગામમાં દોઢ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ખેડાના મહેમદાવાદમાં દોઢ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં કચ્છના ભૂજમાં સવા ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના લાખણીમાં સવા ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં પોરબંદરમાં સવા ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ભરૂચમાં સવા ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં કુતિયાણામાં સવા ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં જાફરાબાદમાં સવા ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં કાલાવડમાં સવા ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ધ્રોલ, રાજકોટમાં એક એક ઈંચ વરસાદ