શોધખોળ કરો

Valsad: વલસાડ નેશનલ હાઇવે પર આવેલા એક શોપિંગ કોમ્પલેક્ષમાં અચાનક આગ લાગી

વલસાડ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર આવેલા એક શોપિંગ કોમ્પલેક્ષમાં અચાનક આગ લાગી હતી. સુગર ફેક્ટરી નજીક આવેલા શોપિંગ કોમ્પલેક્ષની એક દુકાનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી.

વલસાડ: વલસાડ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર આવેલા એક શોપિંગ કોમ્પલેક્ષમાં અચાનક આગ લાગી હતી. સુગર ફેક્ટરી નજીક આવેલા શોપિંગ કોમ્પલેક્ષની એક દુકાનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગે બાજુની દુકાનને પણ ઝપેટમાં લીધી હતી.  બે દુકાનો આગની લપેટમાં સળગી હતી. બનાવની જાણ થતા જ વલસાડના 5 ફાયર ફાઈટરની ટીમ તાત્કાલીક સ્થળ પર પહોંચી હતી. 

ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં મેડિકલ સ્ટોરમાં શોર્ટ સર્કિટને કારણે આગ શરૂ થઈ હતી. આગની ઘટના દરમિયાન બાજુની દુકાનને પણ ઝપેટમાં લેતા આગ વધારે ફેલાઈ હતી. આગ લાગવાની ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

લાખો રુપિયાની છેતરપિંડી કરનાર મહિલા પોલીસકર્મીની ધરપકડ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં પૈસા લઈને પાસ કરાવી આપવાનું કહી વલસાડના મહિલા પોલીસકર્મીએ લાખો રુપિયાની છેતરપિંડી કરી હતી. હવે પોલીસ દ્વારા આ મહિલા પોલીસકર્મીની ધરપકડ કરવામાં આવી છે.  આરોપી પોલીસ કોન્સ્ટેબલ વૈશાલી પટેલ અને આશિષ પટેલની પોલીસે ધરપકડ કરી છે.  પોલીસ દ્વારા બંને આરોપીની ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ  માંગવામાં આવ્યા છે.  આરોપીઓ પોલીસ કર્મચારી હોય ફરિયાદીઓની તટસ્થ તપાસની અપેક્ષા છે.    

વલસાડ ખાતે મહિલા પોલીસ કર્મચારી અને અન્ય એક સાગરીત દ્વારા સરકારી નોકરી અપાવવાના બહાને 28 લાખની છેતરપિંડીની ફરિયાદ વલસાડ સીટી પોલીસ મથકે નોંધાઇ હતી.   વલસાડ પોલીસ દ્વારા ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. રાજ્ય સરકારની ગૌણ સેવા પસંદગી મંડળની યોજાતી પરીક્ષાઓમાં પાસ કરાવી સરકારી નોકરી આપી દેવાની લાલચ આપી યુવકો  પાસેથી રૂપિયા 28 લાખથી વધુની છેતરપિંડી કરી હોવાની એક ફરિયાદ વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી આ ફરિયાદમાં વલસાડ પોલીસ વિભાગમાં ફરજ બજાવતી એક મહિલા પોલીસકર્મી વૈશાલી અને તેના અન્ય સાગરીત આશિષ પટેલ વિરુદ્ધ નામ જોગ ફરિયાદ દાખલ થઇ હતી.  

અત્યાર સુધીની તપાસમાં  મહિલા આરોપી અને તેના સાગરીતે વલસાડ જિલ્લાના પાંચથી વધુ યુવકોને ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓમાં પાસ કરાવી સરકારી નોકરી અપાવી દેવાની લાલચ આપી હતી.  આ યુવકો પાસેથી રૂપિયા ત્રણ લાખથી પાંચ લાખ સુધીની ઉઘરાણી કરી હતી. જોકે યુવકોને નોકરી નહીં લાગતા આખરે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. પોલીસે આ મામલે વૈશાલી  અને  આશિષ પટેલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
Embed widget