કોરોનાની રસી ન લેનાર વેપારી સામે તંત્રની લાલ આંખઃ કયા જિલ્લામાં પોલીસે વેપારી સામે નોંધ્યો ગુનો?
કંડલામાં વેક્સિનનો એક પણ ડોઝ ન લેનાર વેપારી સામે ગુનો નોંધાયો છે. કંડલામાં એક પણ ડોઝ લીધા વગર ધંધો કરી રહેલા વેપારી વિરૂધ્ધ કંડલા મરિન પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે. કચ્છનો પ્રથમ આવો કેસ છે.
કંડલાઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શાંત પડી રહી છે. જોકે, કોરોનાની ત્રીજી લહેરની આશંકાને પગલે કોરોના રસીકરણ પર જોર આપવામાં આવી રહ્યું છે. ગુજરાતની રૂપાણી સરકારે વેપારીઓ અને ધંધા-રોજગાર સાથે સંકળાયેલા લોકો માટે ફરજિયાત રસી લેવાની સૂચના આપી છે. તેમજ રસી ન લેનાર વેપારીઓ પોતાના ધંધા-રોજગાર શરૂ નહીં કરી શકે તેમ પણ જણાવાયું છે, ત્યારે કચ્છમાં કોરોનાની રસીનો એક પણ ડોઝ ન લેનાર વેપારી સામે તંત્રે લાલ આંખ કરી છે.
કંડલામાં વેક્સિનનો એક પણ ડોઝ ન લેનાર વેપારી સામે ગુનો નોંધાયો છે. કંડલામાં એક પણ ડોઝ લીધા વગર ધંધો કરી રહેલા વેપારી વિરૂધ્ધ કંડલા મરિન પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે. કચ્છનો પ્રથમ આવો કેસ વેક્સિનનો એક પણ ડોઝ ન લેનાર વેપારી સામે ગુનો નોંધાયો છે.
વેપારી વર્ગમાંથી એવી પણ માંગણી ઉઠી રહી છે કે, સમયસર વેક્સિન મળી શકતી ન હોવાથી પરીસ્થિતિ વિકટ બની રહી છે. નોંધનીય છે કે, રૂપાણી સરકારે વેપારીઓને વેક્સિન લેવા માટે વધુ એક મુદત આપેલી છે તેમજ તેમને 30મી જુલાઇ સુધીમાં વેક્સિનનો પહેલો ડોઝ લેવાની સૂચના પણ આપી હતી.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસ ઘટી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોથી એક પણ જિલ્લામાં ડબલ ડિજિટમાં કેસ નથી નોંધાયો. રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં (Coronavirus Second Wave) નવા કેસમાં સતત ઘટાડો છે. રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 24 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 74 દર્દીએ કોરોનાને માત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.72 ટકા થયો છે.
અહીં ન નોંધાયો એક પણ કેસ
અમદાવાદ અને સુરત શહેરમાં 5-5 કેસ, ભરૂચ અને વડોદરામાં 3-3 કેસ, બનાસકાંઠા, ગીર સોમનાથ, જુનાગઢ શહેર, ખેડા,મોરબી, રાજકોટ શહેર, વડોદરા, વલસાડમાં 1-1 કેસ નોંધાયા છે. બીજી વેવમાં રાજ્યમાં સતત એક સપ્તાહથી 50થી ઓછા કેસ નોઁધાયા છે. અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર, જામનગર કોર્પોરેશન, જુનાગઢ, કચ્છ, મહિસાગર, મહેસાણા, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર અને તાપીમાં એક પણ કેસ નોંધાયો નથી.
હાલ કેટલા દર્દી છે વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 24 હજારથી વધુ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 76 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 13 હજાર 998 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 443 એક્ટિવ કેસ છે, જેમાંથી 6 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 4347 દર્દીની હાલત સ્થિર છે. રાજ્યમાં આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 3,92,953 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. જેની સાથે કુલ રસીકરણનો આંક 2,97,34,497 પર પહોંચ્યો છે.
કયા શહેરમાં કેટલા દર્દીએ આપી કોરોનાને મ્હાત
સુરત શહેરમાં 5, અમદાવાદ શહેરમાં 26, વડોદરા શહેરમાં 4, બનાસકાંઠામાં 1, જુનાગઢ કોર્પોરેશનમાં 2, રાજકોટ કોર્પોરેશનમાં 6, વલસાડમાં 3, ભાવનગરમાં 2, ભાવનગર કોર્પોરેશનમાં 11, જામનગર કોર્પોરેશનમાં 11, મહેસામાં 1, સુરતમાં 2 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.