શોધખોળ કરો

Navsari: ભારે વરસાદથી નવસારીની નદીઓનું રૌદ્ર સ્વરૂપ, પૂર્ણા,કાવેરી અને અંબિકા નદી તોફાની બની

હવામાન વિભાગની આગાહીને લઈ તાપી અને ડાંગ જિલ્લામાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  ઉપરવાસમાં ભારે વરસાદથી નવસારીમાં નદીઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે.  

નવસારી :  હવામાન વિભાગની આગાહીને લઈ તાપી અને ડાંગ જિલ્લામાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  ઉપરવાસમાં ભારે વરસાદથી નવસારીમાં નદીઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે.  પૂર્ણા, કાવેરી અને અંબિકા નદી તોફાની બની છે.  બીલીમોરા નજીકથી પસાર થતી અંબિકા નદીએ ભયજનક સપાટી વટાવી છે.  અંબિકા નદીની હાલની સપાટી 32 ફૂટ પર છે. બીલીમોરા શહેરના વડીયા, સીપીઆર, બંદર રોડ પર પાણી ભરાયા છે. 

Navsari: ભારે વરસાદથી નવસારીની નદીઓનું રૌદ્ર સ્વરૂપ, પૂર્ણા,કાવેરી અને અંબિકા નદી તોફાની બની

અંબિકા નદીની સપાટી વધતા ગોલગામ સંપર્ક વિહોણું બન્યું છે.  અંબિકા નદી કાંઠાના 14 ગામમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે.  ભાઠા, કલમઠા વિસ્તારોમાં વાડીઓમાં પાણી ભરાયા છે. ગણદેવી તાલુકાના અંબિકા નદી કાંઠાના 16 ગામને  એલર્ટ કરાયા છે.  નવસારી શહેરની પૂર્ણા નદી ભયજનક સપાટીની નજીક પહોંચી ગઈ છે.  2 કલાકમાં જ પૂર્ણા નદીની સપાટીમાં 10 ફૂટ જેટલો વધારો થયો છે. 

બીલીમોરા પાસે ધમડાછા લો લાઈન બ્રિજ પર પાણી ફરી વળ્યા છે.  ગામિત ફળિયા, ખંભાળિયા ગામના માછીવાડમાં પાણી ભરાયા છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ નવસારી જિલ્લામાં નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે.  

તાપી અને ડાંગ જિલ્લાઓમાંથી પસાર થતી નદીઓના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે, જેમાં પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓનો સમાવેશ થાય છે. સોનગઢમાં 8 ઈંચ, જ્યારે વઘઈ, વ્યારા અને વાંસદામાં 7-7 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉચ્છલ, ડોલવણ અને સુબિરમાં 5 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

નદીઓના વધતા જળસ્તરને કારણે ગામડાઓમાં પાણી ઘૂસવાની શરૂઆત થઈ છે. ગોલ અને સરા જેવા ગામોમાં નદીઓના પાણી ફરી વળ્યા છે, અને ખેતરોમાં પણ પાણી ઘૂસી ગયા છે, જેને કારણે ખેતી માટે વધુ એકવાર સમસ્યા ઊભી થઈ છે.

સુરત, નવસારી અને તાપી જિલ્લાના અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે, જે લોકોની અવરજવર માટે મુશ્કેલી સર્જી રહ્યાં છે. મહુવા નજીકની નદીના જળસ્તરમાં વધારો થયો છે, અને મહુવાની ઓલણ નદીની સપાટીમાં પણ વધારો નોંધાયો છે, જેના કારણે મહુવાથી અનાવલને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યાં છે. સુરત શહેર અને જિલ્લામાં ભારે વરસાદના કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. વ્યારા અને પદમડુંગળી વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. 

Ahmedabad Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં ધોધમાર વરસાદ શરુ થયો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી

'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો

NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત

Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?

9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....

પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ

Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ

Embed widget