Gujarat forecast: આગામી પાંચ દિવસ આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી
Gujarat forecast: બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન હવે પાટણ તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ હજુ પણ ભારે વરસાદની આગાહી કરી છે.
Gujarat forecast:હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન છે. ડીપ ડિપ્રેશન હવે 10 કિલોમીટર આગળ ગયું છે, જે આગળ વધીને હવે પાટણ તરફ ગયું છે જેના કારણે 29 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદનું અનુમાન છે.
હવામાન વિભાગની આગાહી મુજબ બંગાળીની ખાડીમાં સર્જાયેલા ડિપ ડિપ્રેશન પાટણ તરફ આગળ વધતાં આ સિસ્ટમની અસર ઉત્તર ગુજરાતમાં પણ વર્તાશે. સમગ્ર સ્થિતિને જોતા આગામી દિવસોમાં સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન છે. ભારે વરસાદની શક્યતાને લઇને સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
આજે ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ વડોદરા છોટા ઉદેપુર તાપી વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. તો આવતીકાલે આ વિસ્તારમાં ભારે વરસાદની શકયતાને જોતા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગુરુવારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાનને જોતા દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી ગુરુવાર શુક્રવાર અને શનિવારે દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ વાપી નવસારીમાં ભારે વરસાદની આગાહી છે. આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે. અહીં 55 થી 65 કિલોમીટર પ્રતિ કલાક પવનની ગતિ રહેવાની શક્યતા છે. રાજ્યમાં આગામી 4 દિવસ પવનની ગતિ દિવસ 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાક રહે તેવો અનુમાન છે. હવામાનની પેર્ટનને જોતા 3 નંબરનું સિગ્નલ રાખવામાં આવશે. આજે રાજ્યના 15 સ્થળોએ અતિ ભારે વરસાદ નોંધાયો છે.
26 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્ય પર જળપ્રલયનો ખતરો તોળાઇ રહ્યો છે, ભારે વરસાદની આગાહી સાથે હવામાન વિભાગે 26 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત સિવાયના જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે.કચ્છ-સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના એમ કુલ . ગુજરાતના 26 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી સાથે આજે અમદાવાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. તો ઉ.ગુજરાતના છ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો
Rain: ગુજરાત પર જળપ્રલયનો ખતરો, અતિભારે પવન સાથે વરસાદની આગાહી, 26 જિલ્લામાં રેડ એલર્ટ