કડી APMCની ચૂંટણીના મતદાન મથકે પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટલે આપ્યું મોટું નિવેદન, સાંભળો શું કહ્યું?
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે કડી ભાજપને લઇને કંઇક અલગ જ અંદાજમાં નિવેદન આપ્યું હતું, શું કહ્યું જાણીએ
![કડી APMCની ચૂંટણીના મતદાન મથકે પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટલે આપ્યું મોટું નિવેદન, સાંભળો શું કહ્યું? Former Deputy Chief Minister Nitin Patel made a big statement at the polling station of APMC elections, listen to what he said કડી APMCની ચૂંટણીના મતદાન મથકે પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટલે આપ્યું મોટું નિવેદન, સાંભળો શું કહ્યું?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/05/a1d69c4f15311695f466c5cd83637730170176365698581_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Apmc Election:પૂર્વ નાયબ મુખ્યમંત્રી આજે કડીની મુલાકાતે હતા આ દરમિયાન તેમણે કડી ભાજપને લઇને કહ્યું કે, કડી ભાજપને કોઇની નજર લાગી ગઇ છે. તેમણે કહ્યું કે, કડી ભાજપની સફળતા પર કોઈની નજર પડી ગઇ છે. જો કે તેમણે કહ્યું કે. હવે કડી ભાજપ પર લાગેલી નજરને કાર્યકર્તાઓએ ઉતારી દીધી છે. તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, કૉંગ્રેસના ઉમેદવારોનું નામોનિશાન નહીં રહે.કડી ભાજપનું સંગઠન એટલુ મજબુત કે કોઈ ફાવી ન શકે.
કડી માર્કેટ યાર્ડનું આજે મતદાન થયું. આ મોકે મતદાન મથક પર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ પહોંચ્યા હતા. આ વખતે નીતિન પટેલે પણ કડી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. ABP અસ્મિતા સાથેની વાતચીતમાં નીતિન પટેલે સ્પષ્ટતા કરી કે, હું કડી યાર્ડનો ચેરમેન નહી બનું આ પદ પર કોઇ કોઈ ખેડૂત જ આવશે. એટલું જ નહીં, અહીં નીતિન પટેલે એક સ્ફોટક નિવેદન પણ આપ્યું હતું. નીતિન પટેલે કહ્યું કે, કડી ભાજપને કોઈની નજર લાગી છે. જેને લઈ કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. જો કે હવે આ નજર ઉતારીશું. અહી સવાલ એ છે કે,શું નીતિન પટેલનો ઈશારો કડીના ભાજપ ધારાસભ્ય કરસન સોલંકી તરફ હતો. શું કડી ભાજપમાં આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે? જો કે આ તમામની વચ્ચે કડીના ધારાસભ્ય કરસન સોલંકીએ પણ પલટવાર કર્યો હતો, કરસન સોલંકીએ કહ્યું કે, ચૂંટણી પરિણામથી ખબર પડશે કે, કોને કોઇની નજર લાગી છે. કે નહીં.બાકી તો નીતિન પટેલે નિયમ બદલ્યા. એટલે કાર્યકરો નારાજ થયા છે.
ઉલ્લેખનિય છે કે, આજે કડી APMC ની ખેડુત વિભાગની દસ બેઠક માટે આજે ચૂંટણી યોજાઈ રહી છે આ ચૂંટણી માં કુલ 25ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે, જેમાં ભાજપ અને 10કોંગ્રેસના બે ઉમેદવારો વચ્ચે સીધો ચૂંટણી જંગ જોવા મળી રહ્યો છે, APMC ની ચુંટણીમાં અત્યાર સુધી વેપારી વિભાગની 4 અને ખરીદ સંઘ ના એક મળી ફૂલ 5 ઉમેદવારો બિનહરીફ થયાં છે.કડી APMC ની ચૂંટણી માં મતદાન મથક પર પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નિતીન પટેલે આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, આજના મતદાનમાં 95 ટકા મત ભાજપના તમામ 10 ઉમેદવારને મળશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)