શોધખોળ કરો

પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડાનુ નિધન, લાંબી સારવાર બાદ આજે લીધા અંતિમ શ્વાસ

રાજ્યના પૂર્વ મંત્રી તારચંદ છેડાનું લાંબી બિમારી બાદ નિધન થયું છે. તારચંદ છેડાએ આજે અંતિમ શ્વાસ લીધા છે.  ગઈકાલે સિમ્સ હોસ્પિટલમાંથી તેમને ભૂજ એમના નિવાસ સ્થાને લઈ  જવામાં આવ્યા હતા.

કચ્છ: રાજ્યના પૂર્વ મંત્રી તારચંદ છેડાનું લાંબી બિમારી બાદ નિધન થયું છે. તારચંદ છેડાએ આજે અંતિમ શ્વાસ લીધા છે.  ગઈકાલે સિમ્સ હોસ્પિટલમાંથી તેમને ભૂજ એમના નિવાસ સ્થાને લઈ  જવામાં આવ્યા હતા. તારચંદ છેડાને નિધનથી ગુજરાત ભાજપને મોટી ખોટ પડી છે. 

લાંબી બિમારીની સારવાર બાદ આજે તેમણે અંતિમ શ્વાસ લીધા છે.   તારાચંદભાઈ જૈન સમાજના રત્ન તરીકે પણ ઓળખાણ ધરાવતા હતા.  આજે વહેલી સવારથી લોકો તેમના નિવાસસ્થાને દર્શન માટે ઉમટ્યા હતા.  તારાચંદ છેડાના નિધનના સમચારથી કચ્છમાં શોકની લહેર જોવા મળી રહી છે.  

પ્રદ્યુમનસિંહ જાડેજાએ  તારાચંદ છેડાના નિધન પર શોક વ્યકત કર્યો છે.   પૂર્વ મંત્રી તારાચંદ છેડાના નિધનના સમાચારથી પ્રદ્યુમનસિંહ જાડેજાએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું,   કચ્છમાં એક મોટા નેતાની ખોટ પડી.  કચ્છના લોકો માટે અને ખેડૂતો માટે તેઓ હર હંમેશ ખભેખભો મિલાવી ઉભા રહેતા હતા. 

કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ પૂર્વ રાજ્ય મંત્રી તારચંદ છેડાના નિધન પર દુખ વ્યક્ત કર્યું હતું.   તેમણે ટ્વિટ કરતા લખ્યું,  કચ્છી માડુ, જૈન રત્ન, જીવદયા પ્રેમી, સેવા હી સાધના  મંત્રને પોતાના જીવનમાં ચરિતાર્થ કરનાર, કચ્છ જીલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ, ગુજરાત સરકારના પૂર્વ રાજ્યમંત્રી, સૌના માર્ગદર્શક સ્વ. શ્રી તારચંદ છેડાજી  અવસાનથી દુઃખની લાગણી અનુભવું છું.

તારાચંદ છેડાના નિધનના સમાચાર મળતા જ તેઓના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો તેમના ઘરે પહોંચ્યા હતા. મૂળ માંડવી તાલુકાના કાંડગરા ગામના અને હાલ ભુજના ભાનુશાલી નગર ખાતેના નિવાસ્થાન રહેતા હતા. 

પૂર્વ રાજયમંત્રી તારાચંદ છેડાની રાજકિય કારકિર્દી પર નજર કરીએ તો  અબડાસા અને માંડવી બેઠક પરથી બે વખત ધારાસભ્ય પદે ચૂંટાયા હતા અને રાજ્યમંત્રી પણ બન્યા હતા.તેઓ રાજકારણમાં સક્રિય હોવા છતાં સામાજિક શ્રેઠી તરીકે પણ ઓળખ ધરાવતા હતા. 

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી ટ્વિટ કરતા લખ્યું,  ગુજરાત પ્રદેશ ભાજપના વરિષ્ઠ નેતા, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી તારાચંદભાઇ છેડાના દુઃખદ અવસાન થયાના સમાચાર સાંભળી શોકમગ્ન છું. તેઓનું જાહેર જીવન, સામાજિક સેવા અને રાજકીય ક્ષેત્રમાં આપેલું યોગદાન ચિરંજીવ રહેશે. ૐ શાંતિ...!!

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget