શોધખોળ કરો
Advertisement
રાજ્યમાં આજથી હાડ થીજવતી ઠંડીની આગાહી, ઠંડીનો પારો ચાર ડિગ્રી સુધી ગગડે તેવી શક્યતા
ઠંડી વધવાની સાથે સૌરાષ્ટ્ર, કચ્છ સહિત અમદાવાદના કેટલાક તાલુકાઓમાં વહેલી સવારે ધુમ્મુસ અને ઝાકળથી વિઝિબિલિટી પણ ઘટી હતી
અમદાવાદ: થોડા દિવસના ઘટાડા બાદ આજથી ફરી રાજ્યમાં ઠંડી વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યના અલગ અલગ શહેરોમાં આજથી ઠંડીનું જોર વધશે અને ઠંડીનો પારો ચાર ડિગ્રી સુધી ગગડે તેવી શક્યતા છે.
ઠંડી વધવાની સાથે સૌરાષ્ટ્ર, કચ્છ સહિત અમદાવાદના કેટલાક તાલુકાઓમાં વહેલી સવારે ધુમ્મુસ અને ઝાકળથી વિઝિબિલિટી પણ ઘટી હતી. રાજ્યના અનેક શહેરોમાં ધુમ્મસ અને ઝાકળના કારણે વાતાવરણમાં ચોમાસા જેવી ભીનાશ પ્રસરી હતી.
ખાસ કરીને કચ્છ જિલ્લામાં આજે અને સોમવારે કોલ્ડવેવની આગાહી કરવામા આવી છે. જ્યારે અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર સહિતના શહેરોમાં પણ તાપમાનનો પારો ગગડવાની આગાહી કરાઈ છે.
આગામી ચાર દિવસ ઠંડી કાતિલ ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે શિયાળાની આ સીઝનમાં પહેલીવાર વલસાડમાં તાપમાન 10.5 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું. જ્યારે ગાંધીનગરમાં ઠંડીનો પારો 11.8 ડિગ્રી, કેશોદમાં ઠંડીનો પારો 12 ડિગ્રી, ડિસામાં 13 ડિગ્રી, નલિયામાં 13.3 ડિગ્રી, દીવમાં 13.5 ડિગ્રી, રાજકોટમાં 14.3 ડિગ્રી, સુરતમાં 15.6 ડિગ્રી, ભાવનગરમાં 16.6 ડિગ્રી,ભૂજમાં ઠંડીનો પારો 18.2 ડિગ્રી સુધી પહોંચ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ગુજરાત
ક્રિકેટ
Advertisement