શોધખોળ કરો

અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર સુધી મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ PM મોદીની કારમાં આવ્યા, જુઓ વીડિયો

સાંજે 5.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદી પહોંચ્યા હતા, જ્યાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું.

પ્રધાનમંત્રી  મોદી આજથી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા છે.  સાંજે 5.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદી પહોંચ્યા હતા, જ્યાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પીએમ મોદી ગાંધીનગર જવા માટે રવાના થયા હતા.  પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની સાથે જ એરપોર્ટ  તેમની કારમાં મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ પણ ગાંધીનગર આવ્યા હતા. 

પીએમ મોદીને આવકારવા અમદાવાદથી લઈ ગાંધીનગરમાં ભારે થનગનાટ જોવા મળ્યો હતો.   એરપોર્ટથી ગાંધીનગરના માર્ગો પર બેનર, બેરીકેટર્સ લગાવામાં આવ્યા હતા.  AMCએ પણ અલગ અલગ વયવસ્થા કરી હતી.   પીવાના પાણી માટે મીની પરબ ઉભી કરવામાં આવી હતી.  કાર્યકર્તાઓ  પણ મોટી સંખ્યામાં એયરપોર્ટ પર પહોંચ્યા હતા. 

ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેંદ્ર પર જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા ત્યારે તેમના સ્વાગત માટે યુવતીઓએ પીએમ મોદી પર પુષ્પ વર્ષા કરી હતી. આ પુષ્પવર્ષાએ પ્રધાનમંત્રીનું ધ્યાન ખેંચ્યું હતું. ત્યાર બાદ તેઓ યુવતીઓ પાસે પહોંચ્યા હતા અને તેમની સાથે વાતચીત કરી હતી. આ સાથે પીએમ મોદીએ તેમના સ્વાગત માટે પુષ્પવર્ષા કરતી યુવતીઓ ઉપર જ પુષ્પવર્ષા કરી હતી. પીએમ મોદીનો આ અંદાજ જોઈને ત્યાં હાજર લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.

PM નરેન્દ્ર મોદી આવતિકાલે બનાસ ડેરીના 600 કરોડના પ્લાન્ટનું લોકાર્પણ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 એપ્રિલે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં બનેલા બનાસ ડેરીના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. અંદાજે રૂ. 600 કરોડના ખર્ચે તૈયાર થયેલો આ પ્લાન્ટ બનાસકાંઠા જિલ્લાના લોકો અને પશુપાલકો માટે એક મોટી ભેટ છે. તેનું કારણ એ છે કે, બનાસકાંઠા જિલ્લામાં મોટી સંખ્યામાં ખેડૂતો દૂધ ઉત્પાદન સાથે સંકળાયેલા છે અને આ પ્લાન્ટના નિર્માણ બાદ ખેડૂતોને આશા છે કે આગામી દિવસોમાં તેઓ વધુને વધુ પશુપાલન કરીને દૂધ ઉત્પાદનમાં વધારો કરી શકશે. બનાસકાંઠા જિલ્લાના દરેક ગામમાં હાલ પશુપાલનનો ઉદ્યોગ વિકસ્યો છે. હવે બનાસકાંઠા જિલ્લાની મહિલાઓ ખેતીની સાથે પશુપાલન પણ કરે છે અને હજારો લીટર દૂધ ડેરીમાં આપીને પોતાની આવકમાં વધારો કરે છે. બનાસ ડેરી બન્યા બાદ પશુપાલકો જેટલું દૂધ ડેરીમાં આપે છે એટલું તમામ દૂધ બનાસડેરી ખરીદે છે. જેના કારણે તેમની આવક પણ વધી રહી છે અને દૂધ પણ બગડતું નથી. છેલ્લા ઘણા વર્ષોમાં જોવા મળ્યું છે કે શિયાળાની ઋતુમાં બનાસ ડેરી રેકોર્ડ બ્રેક દૂધ ઉત્પાદન કરે છે. ત્યારે બનાસ ડેરીનો આ નવો પ્લાન્ટ દૂધની સ્ટોરેજ ક્ષમતામાં વધારો કરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Lok Sabha Elections 2024: ભાજપનું મિશન સૌરાષ્ટ્ર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગજવશે સભાઓ
ભાજપનું મિશન સૌરાષ્ટ્ર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગજવશે સભાઓ
Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?
Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?
Amreli: રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે બ્રિજ પર પડ્યું ગાબડું, 2 મહિના પહેલા જ શરૂ થયો હતો
Amreli: રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે બ્રિજ પર પડ્યું ગાબડું, 2 મહિના પહેલા જ શરૂ થયો હતો
Gujarat Agriculture News:  ખેતી કાર્યો દરમિયાન રાજ્યના ખેડૂતોએ હીટવેવ  સામે રક્ષણ મેળવવા આટલી સાવચેતી રાખવી, એડવાઇઝરી થઈ જાહેર
ખેતી કાર્યો દરમિયાન રાજ્યના ખેડૂતોએ હીટવેવ સામે રક્ષણ મેળવવા આટલી સાવચેતી રાખવી, એડવાઇઝરી થઈ જાહેર
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Surat News । શહેરમાં આરોગ્ય વિભાગે હાથ ધર્યું ચેકિંગ, કેરી વિક્રેતાઓને ત્યાંથી લીધા સેમ્પલTapi News । જૂની અદાવતમાં તાપીમાં યુવકની કરાઈ હત્યાJunagadh News । મધુરમમાં શંકાસ્પદ હાલતમાં બાથરૂમમાંથી મળ્યો મહિલાનો મૃતદેહ, જુઓ શું છે સમગ્ર મામલોRajkot News । હમીર રાઠોડને ઢોર માર મારતા મોતના કેસમાં કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lok Sabha Elections 2024: ભાજપનું મિશન સૌરાષ્ટ્ર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગજવશે સભાઓ
ભાજપનું મિશન સૌરાષ્ટ્ર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગજવશે સભાઓ
Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?
Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?
Amreli: રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે બ્રિજ પર પડ્યું ગાબડું, 2 મહિના પહેલા જ શરૂ થયો હતો
Amreli: રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે બ્રિજ પર પડ્યું ગાબડું, 2 મહિના પહેલા જ શરૂ થયો હતો
Gujarat Agriculture News:  ખેતી કાર્યો દરમિયાન રાજ્યના ખેડૂતોએ હીટવેવ  સામે રક્ષણ મેળવવા આટલી સાવચેતી રાખવી, એડવાઇઝરી થઈ જાહેર
ખેતી કાર્યો દરમિયાન રાજ્યના ખેડૂતોએ હીટવેવ સામે રક્ષણ મેળવવા આટલી સાવચેતી રાખવી, એડવાઇઝરી થઈ જાહેર
IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે સીરીઝ? PCB ચીફે કહી આ વાત, પરંતુ સાથે રાખી આ શરત
IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે સીરીઝ? PCB ચીફે કહી આ વાત, પરંતુ સાથે રાખી આ શરત
PTI Fact Check: એક્સિસ માય ઇન્ડિયાના નામ પર શેર થઇ રહ્યો છે સર્વે, જાણો વાયરલ આંકડાઓની હકીકત
PTI Fact Check: એક્સિસ માય ઇન્ડિયાના નામ પર શેર થઇ રહ્યો છે સર્વે, જાણો વાયરલ આંકડાઓની હકીકત
રસ્તા પર કોઈ ગાડી ઠોકી દે તો તરત કરો આ કામ, નહીં થાય બબાલ
રસ્તા પર કોઈ ગાડી ઠોકી દે તો તરત કરો આ કામ, નહીં થાય બબાલ
World Book Day 2024: પુસ્તકો સાથે બાળકોની કરાવવી છે મિત્રતા, તો અપનાવો આ શાનદાર ટ્રિક્સ
World Book Day 2024: પુસ્તકો સાથે બાળકોની કરાવવી છે મિત્રતા, તો અપનાવો આ શાનદાર ટ્રિક્સ
Embed widget