શોધખોળ કરો

આજથી રાજ્યના તમામ જિલ્લાઓમાં 18થી 44 વર્ષના લોકોને મળશે રસી

સમગ્ર રાજ્યમાં 1200 કેન્દ્રો પર રસીકરણ શરૂ કરવામાં આવશે. અને રોજ 2.25 લાખ વેક્સિન લગાવાવનો નિર્ણય સીએમ રૂપાણી સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

આજથી રાજ્યના તમામ જિલ્લામાં 18થી 44ની વય જૂથના લોકોને વેક્સીન આપવામાં આવશે. દરરોજ સવા બે લાખ ડોઝ આપવામાં આવશે. ગુજરાત સરકારે જે ત્રણ કરોડ ડોઝની વ્યવસ્થા કરી હતી. તે અંતર્ગત રાજ્યના તમામ 33 જિલ્લાના 1200 કેન્દ્રો પર રસીકરણ શરૂ કરવામાં આવશે.

ગુજરાત સરકારના અંદાજ મુજબ રાજ્યમાં 18થી 45 વર્ષની વયજૂથના 3.25 કરોડ નાગરિકો છે. ગુજરાત સરકાર દરેક નાગરિકને રસી લેવા માટે કહે છે, પરંતુ વિશ્વ આરોગ્ય સંસ્થાનના જણાવ્યા અનુસાર 70 ટકા વસ્તી રસી લે તો હર્ડ ઇમ્યુનિટી આવે અને કોરોના કાબૂમાં આવી શકે છે. જો કે આ વયજૂથના લોકો રોજિંદી જીવનશૈલીમાં સૌથી વધુ સક્રિય હોવાથી તેઓમાં 85 ટકા જેટલાં લોકો ઓછામાં ઓછા રસી લઇ લે તે જરૂરી છે. ​​​​​​​

સમગ્ર રાજ્યમાં 1200 કેન્દ્રો પર રસીકરણ શરૂ કરવામાં આવશે. અને રોજ 2.25 લાખ વેક્સિન લગાવાવનો નિર્ણય સીએમ રૂપાણી સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 1.76 કરોડથી પણ વધારે લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

જો રાજ્યમાં આજના રસીકરણની વાત કરીએ તો હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 4261 ને પ્રથમ ડોઝ અને 4287 લોકોને બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારે ઉંમરના 43082 લોકોને પ્રથમ અને 25441 લોકોને બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષનાં 98288 લોકોને પ્રથમ ડોઝ અપાયો હતો. આ પ્રકારે ગુજરાતમાં એક દિવસમાં 1,75,359 લોકોને રસી અપાઇ હતી.

કોરોના વાયરસની રફતાર ધીમી પડી

રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,207 નવા કેસ નોંધાયા છે અને 17  દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9890 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 3,018 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

રાજ્યમાં અત્યાર સુધી 7,78,976 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 24404 પર પહોંચ્યો છે. જેમાંથી 429 દર્દી વેન્ટિલેટર પર અને 23975 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.78  ટકા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ

ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા

આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર

અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી

વિડિઓઝ

Banaskantha Trible Protest : પાડલિયામાં આદિવાસી-પોલીસ વચ્ચે ઘર્ષણનો કેસ , શું ઉચ્ચારી ચીમકી?
Ahmedabad Metro : કાલે અમદાવાદમાં IND Vs SA T20 મેચને લઈ મેટ્રોના સમયમાં વધારો
Hun To Bolish : હું તો બોલીશ : સુરત ચૌટા બજારના હટાવાશે દબાણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા મારશે બુલડોઝરને બ્રેક?
Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડરો બન્યા બેફામ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 

ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી

પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો

Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે

Embed widget