શોધખોળ કરો

Modhera: મોઢેરા સૂર્ય મંદિરની ભવ્યતા જોઈ આફરીન થયા વિદેશી મહેમાનો

મોઢેરા: G-20 ના મુખ્ય વિજ્ઞાન સલાહકારોની આ સેકન્ડ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સના પ્રથમ દિવસે  સહભાગી પ્રતિનિધિઓએ સુજાણપુરા સોલર પ્લાન્ટ અને મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત લીધી હતી. મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય વિજ્ઞાન સલાહકારોના પ્રતિનિધિઓ સાથે જોડાયા હતા અને વિચાર વિમર્શ કર્યો હતો. 

પ્રતિનિધિઓએ પ્રસિધ્ધ મોઢેરાના સૂર્યમંદિરની મુલાકાતમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળ્યો હતો.આ ઉપરાંત મોઢેરાનાં શિલ્પ સ્થાપત્ય અને કલાથી આ ડેલીગેશન અભિભૂત થયું હતું. G-20 ના પ્રતિનધિઓને મંદિરના મહત્વ અને અને તેની વિશેષતાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી. લાઈટ એન્ડ સાઉન્ડ શો માં અપાયેલ વૈદિક કાળથી સૂર્યની ઉત્પત્તિ તેમજ પ્રવર્તમાન સમયમાં વિવિધ ક્ષેત્રોમાં મનુષ્યના જીવનમાં સૂર્યનો પ્રભાવ તેમજ વિશ્વભરમાં સૂર્યનું મહત્વ અને વિશેષતા અંગેના વિડીયો પ્રેઝન્ટેશનથી ઉપસ્થિત મહાનુભાવો અત્યંત પ્રસન્ન અને પ્રભાવિત થયા હતા.

મહેસાણાથી ૨૫ કિ.મી.ના અંતરે આવેલું સુપ્રસિધ્ધ મોઢેરા સૂર્યમંદિર ગુજરાતને સોલંકી યુગના શાસનની સ્વર્ણિમ યશોગાથાની ઝાંખી કરાવે છે. સોલંકીયુગના આ સૂર્યમંદિરના ગર્ભગૃહમાં સંવત ૧૦૮૩નો શિલાલેખ કંડારાયેલો છે. જેના પરથી કહી શકાય છે કે ઇ.સ.૧૦૨૭માં આ મંદિર બંધાયું હશે.  પૌરાણિક સમયમાં મોઢેરા તીર્થસ્થાન ગણાતું હતું. આ સૂર્યમંદિર હાલ ગર્ભગૃહ,રંગમંડપ,ગૂઢમંડપ સાથે શિખર વગર ઉભું છે.આ ત્રણેય પરિસરની કુલ લંબાઇ લગભગ ૧૪૫ ફુટ છે.

ગર્ભગૃહ અને ગૂઢમંડપ બંને ૭૦ ફુટ લંબાઇ અને ૫૦ ફુટ પહોળાઇમાં છે. ગર્ભગૃહ છ માળનું હશે તેમ મનાય છે. અહીં ૧૭૬ ફુટ લાંબો અને ૨૦ ફુટ પહોળો સૂર્યકુંડ છે.આ સૂર્યકુંડ પણ કલાત્મક કોતરણીથી સુશોભિત છે.સૂર્યમંદિરની સામે જ રંગમંડપ છે. તે ગૂઢમંડપ કરતા એક ફુટ નીચો છે.રંગમંડપો અદભુત શિલ્પ કોતરણીથી કંડારાય છે અને તેથી જ જીવંત લાગતી આ કલાકૃતિ દર્શનીય છે. બેનમૂન કલાકૃતિથી શોભાતું આ સૂર્યમંદિર વાતાવરણને સૂર્યમય અને સોનેરી બનાવી મુકે છે.  

આ ઉપરાંત દર વર્ષે યોજાતા ઉત્તરાર્ધ મહોત્સવની માહિતીથી પણ અતિથિઓને વાકેફ કર્યા હતા. મોઢેરા સૂર્ય મંદિર ખાતે દેશની અપ્રતિમ સફળતા એવી ચંદ્રયાનની કૃતિ રજૂ કરાઈ હતી જેને પ્રતિનિધિ મંડળે હર્ષ પૂર્વક વધાવી હતી. મુખ્યમંત્રી સાથે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિત પદાધિકારીઓ જોડાયા હતા. આ પ્રસંગે G20ના સભ્ય દેશો ઉપરાંત વિશેષ આમંત્રિત દેશોના પ્રતિનધિઓ ઉપસ્થિત રહ્યા હતા. 

G-20ના દેશોમાં આર્જેન્ટીયા,ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ, કેનેડા, ચાઇના, ઇયુ, ફ્રાન્સ, જર્મની, ઇન્ડોનેશીયા, ઇટાલી, જાપાન, રિપબ્લિક ઓફ કોરીયા, રશીયન ફેડરેશન, સાઉદી અરેબીયા, સાઉથ આફ્રિકા, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરીકાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત આમંત્રીત દેશોમાં બાંગ્લાદેશ, ઓમાન, નેધરલેન્ડ અને નાઇજેરીયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.આંતર રાષ્ટ્રીય સંસ્થાઓમાં વિશ્વ આરોગ્ય સંસ્થા અને યુનેસ્કોના પ્રતિનિધિઓ ડેલીગેશન સાથે જોડાયા હતા.

ભારત સરકારમાંથી નીતી આયોગના સભ્ય ડો વિનોદ પૌલ સહિત વિવિધ સરકારી પ્રતિનધિઓમાં પ્રો અજય કે સુદ, ડો બાલસુબ્રહ્મણ્યમ, ડો. પરવિન્દર, ડો રાજીવ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે મુખ્ય સચિવ  રાજકુમાર, પંચાયત વિભાગના અગ્ર સચિવ મોના ખાંધાર અને વિજ્ઞાન અને ટેકલોનોજી વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી ઉપસ્થિત રહ્યા હતા.

ટોપ સ્ટોરી

ગુજ્જુ લવ ગુરુના પરિવારને ગુજરાતીઓનો સપોર્ટ,  3.50 કરોડની આર્થિક મદદ મળી
ગુજ્જુ લવ ગુરુના પરિવારને ગુજરાતીઓનો સપોર્ટ,  3.50 કરોડની આર્થિક મદદ મળી
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત
Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત
‘ભાજપમાં રહી AAP-કોંગ્રેસને મદદ કરે છે', સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું
‘ભાજપમાં રહી AAP-કોંગ્રેસને મદદ કરે છે', સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડના પરિવારને ₹3.50 કરોડની મદદ,ખજુરભાઈએ માન્યો સૌનો આભાર
Gandhinagar Election: ગાંધીનગર ચૂંટણીમાં ગરમાવો, BJPની ટિકિટ ન મળતા નીલાબેન શુક્લાની અપક્ષ ઉમેદવારી
Pabubha Manek: '₹20-25 લાખ ખર્ચી ચૂંટણી બિનહરીફ કરાવી દઉં': ભાજપ MLAના વાયરલ વીડિયોથી ખળભળાટ!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો
શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
શુક્ર વક્રી 2026: પિતૃપક્ષથી દિવાળી સુધી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય, થશે મોટો ધનલાભ
શુક્ર વક્રી 2026: પિતૃપક્ષથી દિવાળી સુધી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય, થશે મોટો ધનલાભ
Stock Market Crash: શેરબજારમાં બ્લેક મન્ડે; સેન્સેક્સ 1,124 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹8 લાખ કરોડ સ્વાહા!
Stock Market Crash: શેરબજારમાં બ્લેક મન્ડે; સેન્સેક્સ 1,124 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹8 લાખ કરોડ સ્વાહા!
સહારા રિફંડ પોર્ટલ ફરી ખુલ્યું: ફસાયેલા પૈસા પાછા મેળવવા આ રીતે કરો અરજી, 45 દિવસમાં ખાતામાં આવશે રકમ
સહારા રિફંડ પોર્ટલ ફરી ખુલ્યું: ફસાયેલા પૈસા પાછા મેળવવા આ રીતે કરો અરજી, 45 દિવસમાં ખાતામાં આવશે રકમ
Embed widget