ગાંધીનગરઃ વિધાનસભા ચૂંટણી પહેલાં 77 IPS અધિકારીઓની બઢતી અને બદલી કરાઈ જેમાં 13 મહિલા અધિકારીઓને બઢતી
આ વર્ષના અંત સુધીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે સરકારી તંત્ર દ્વારા વિવિધ વિભાગોમાં કર્મચારીઓની બદલી અને બઢતીનો દોર શરુ થઈ ગયો છે.
ગાંધીનગરઃ આ વર્ષના અંત સુધીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે સરકારી તંત્ર દ્વારા વિવિધ વિભાગોમાં કર્મચારીઓની બદલી અને બઢતીનો દોર શરુ થઈ ગયો છે. ત્યારે હવે સરકારે પોલીસ વિભાગમાં 77 IPS અધિકારીઓની બઢતી અને બદલી કરી છે. જેમાંથી કુલ 20 પોલીસ અધિકારીઓને ડીવાયએસપી પદેથી એસપીએસ પદે બઢતી આપવામાં આવી છે જ્યારે 57 પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
દાહોદના એસપી હિતેષ જોયશરની સુરત ગ્રામ્ય એસપી તરીકે બદલી કરાઈ છે. બનાસકાંઠાના એસપી તરુણ દુગ્ગલની ગાંધીનગર એસપી તરીકે બદલી કરાઈ છે. નિધિ ચૌધરીની ગાંધીનગરમાં બદલી કરાઈ છે. વિશાલ વાધેલાની CID ક્રાઈમમાંથી એસપી સાબરકાઠાના પદે બદલી કરાઈ છે. જયપાલસિંહ રાઠોડ ભાવનગર એસપીથી રાજકોટ ગ્રામ્ય એસપી તરીકે મુકાયા છે.
લીના પાટીલ પંચમહાલના એસપી થી ભરુચ એસપી તરીક બદલી. શ્વેતા શ્રીમાળી SRP ગ્રુપ 17 જામનગરથી એસપી પશ્ચિમ રેલ્વે બદલી કરાઈ. નીર્લપ્ત રાય અમરેલી એસપીથી સ્ટેટ મોનીટરીંગ સેલના એસપી બદલી કરાઈ. દિપક મેઘાણી ડીસીપી ઝોન 1 વડોદરાથી રાજ ભવનમાં એડીસી તરીકે બદલી કરાઈ, મહેંદ્ર બગડિયાની એસપી સુરેંદ્રનગરથી એસપી કચ્છ પૂર્વમાં કરાઈ બદલી. સુનીલ જોષી એસપી દ્રારકાથી અમદાવાદ ઓપરેશન ડિપાર્ટમેંટમાં બદલી કરાઈ. તરુણ દુગ્ગલની બનાસકાંઠા એસપીથી ગાંધીનગર એસપી તરીકે બદલી કરાઈ.
આર. વી ચુડાસમાની ભરુચ એસપી થી એસએરપી ગ્રુપ 9 વડોદરામાં બદલી, આર ટી સુશરાની ગાઁધીનગર થી ડીસીપી સુરત તરીક બદલી, સુજાતા મજમુદારની એસપી તાપી વ્યારા થી પોલીસ એકેડમી કરાઈમાં બદલી, સુધીર દેસાઈની વડોદરા રુરલ એસપી થી રાજકોટ ઝોન 2 ડિસીપી તરીકે બદલી, બલરામ મીણાની રાજકોટ રુરલ એપી થી દાહોદ એસપી તરીકે બદલી, કરણરાજ વાઘેલાની ડીસીપી વડોદરા થી બોટાદ એસપીમાં બદલી, હિમકર સિંગની નર્મદા એસપીથી અમરેલી એસપી તરીકે બદલી, રાહુલ ત્રિપાઠીની ગીર સોમનાથ એસપીથી મોરબી એસપી તરીકે બદલી કરાઈ છે
20 પોલીસ અધિકારીઓને બઢતીઃ
આ સાથે જ 20 પોલીસ અધિકારીઓને ડીવાયએસપી પદેથી એસપીએસ પદે બઢતી અપાઈ છે જેમાં અમિતા કેતન વાનાણી, રાજદીપસિંહ નકુમ, ભરતકુમાર બી. રાઠોડ, પ્રફુલ વાણિયા, રાજેશકુમાર ટી. પરમાર, કલ્પેશકુમાર એમ. ચાવડા, હરેશકુમાર ડી. મેવાડા, જુલી સી. કોઠિયા, તેજલ સી. પટેલ, કોમલબેન, શૈલેષકુમાર વ્યાસ, મંજીતા કે. વણઝારા, અર્પિતા ચિંતન પટેલ, રૂપલબેન નિકુંજકુમાર સોલંકી, ભારતી જે. પંડ્યા, શ્રૃતિ એસ. મહેતા, નીતાબેન હરગોવિંદભાઈ દેસાઇ, શ્રેયા જે. પરમાર, ડો. કાનન એમ. દેસાઇ, જ્યોતિ પી. પટેલ, ભક્તિ કેતન ઠાકરને પ્રમોશન આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ 20 પોલીસ અધિકારીઓમાંથી 13 મહિલા પોલીસ અધિકારીઓને બઢતી અપાઈ છે.