શોધખોળ કરો
Advertisement
ગાંધીનગરઃ સરકારે જે આંકડા બતાવ્યા તેનાથી કોરોનાથી મોતના આંકડા ડબલ છે, જાણો કોગ્રેસના ક્યા નેતાએ કર્યો દાવો?
કોગ્રેસના નેતાએ દાવો કર્યો હતો કે સરકાર કોરોનાના પોઝિટિવ કેસ અને મોતના આંકડા છૂપાવી રહી છે. તેમણે કહ્યું કે મહાનગરોમાં આંકડામાં મોટી ગડબડ છે. સરકારે જે આંકડા બતાવ્યા તેનાથી મોતના આંકડા ડબલ છે.
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે કોગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ રાજ્યમાં કોરોનાના આંકડા મુદ્દે રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા હતા. અર્જુન મોઢવાડિયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, સરકાર કોરોનાના પોઝિટિવ કેસ અને મોતના આંકડા છૂપાવી રહી છે. તેમણે કહ્યું કે મહાનગરોમાં આંકડામાં મોટી ગડબડ છે. સરકારે જે આંકડા બતાવ્યા તેનાથી મોતના આંકડા ડબલ છે.
મોઢવાડિયાએ કહ્યું કે, સ્મશાન ગૃહમાં થયેલા અંતિમ સંસ્કાર અને કોરોના કાળમાં થયેલા મોતના આંકડામાં મોટું અંતર જોવા મળી રહ્યું છે. ચાર મહાનગરોમાં આંકડામાં તફાવત જોવા મળી રહ્યો છે. સાથે તેમણે કહ્યું હતું કે મારી સરકારને વિનંતી છે કે તે ભાજપના નેતાને સુપર સ્પ્રેડર બનતા રોકે. તેમણે કાર્યકરો અને જનતાને સંક્રમિત કર્યા છે. તેમણે કહ્યું હતું કે, ભાજપના નેતાઓની મૂર્ખતાના કારણે આવી સ્થિતિ પેદા થઇ છે. સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજન સપ્લાય ખૂટી રહ્યો છે. એટલું જ નહી હોસ્પિટલમાં નર્સિગ સ્ટાફની અછત પણ છે.
નોંધનીય છે કે રાજ્યમાં દરરોજ કોરોનાના 1300થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંકડો 116345 પર પહોંચી ગયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
ભાવનગર
Advertisement