Gomti Ghat: ભાઇબીજના પ્રસંગે દ્વારકાના ગોમતી ઘાટે ભારે ભીડ, સ્નાન કરવા ઉમટ્યા હજારો ભાઇ-બહેનો
ગુજરાતમાં અત્યારે તહેવારો અને રજાઓનો માહોલ જામ્યો છે, ત્યારે મોટાભાગના લોકો જુદાજુદા દેવી-દેવતાઓન મંદિરે દર્શન માટે પહોંચ્યા છે.
Dwarka, Gomti Ghat Video Viral: ગુજરાતમાં અત્યારે તહેવારો અને રજાઓનો માહોલ જામ્યો છે, ત્યારે મોટાભાગના લોકો જુદાજુદા દેવી-દેવતાઓન મંદિરે દર્શન માટે પહોંચ્યા છે. ત્યારે આજે જગત મંદિર દ્વારકામાંથી ખાસ દ્રશ્યો સામે આવ્યા છે. દ્વારકાના ગોમતી ઘાટ પર આજે વહેલી સવારથી ભારે જનમેદની ઉમટી છે. ખાસ વાત છે કે, આજે ભાઇ બીજના તહેવારને લઇને દ્વારકાના ગોમતી ઘાટમાં સ્નાન કરવાનું અનેરુ મહત્વ છે.
હાલમાં જગત મંદિર દ્વારકાના ગોમતી ઘાટ પર સવારથી શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી છે, આજે ભાઇ બીજના પ્રવિત્ર તહેવારને લઇને ગુજરાતીઓ દ્વારકા પહોંચ્યા છે, અને અહીં ગોમતી નદીમાં સ્નાન કરીને ધન્યતા અનુભવી રહ્યાં છે. ગઇકાલથી ગુજરાતીઓનું નવુ વર્ષ 2080 શરૂ ચૂક્યુ છે, આજે તેનો બીજો દિવસે એટેલે કે ભાઇબીજનો તહેવારનો દિવસ છે. કહેવાય છે કે, પવિત્ર ગોમતી નદીમાં આજે સ્નાન કરવાથી ભાઇને દીર્ધાયુ મળે છે, આજે અહીં હજારોની સંખ્યામાં ભાઈઓ પોતાની બહેનો સાથે પહોંચ્યા છે. ગોમતી ઘાટ પર સ્નાન કરવા માટે અહીં ભારે ટ્રાફિક સર્જાયો છે. એટલુ જ નહીં આજે સાંજે ગોમતી કાંઠે મહા આરતી અને ચૂંદડી મનોરથ સાથે બહેનો ભાઈનાં દીઘાર્યુ માટે દિવડા પણ તરતા મુકશે.
કચ્છમાં પ્રવાસીઓનો ધસારો, હજારોની સંખ્યામાં સફેદ રણ, કાળો ડુંગર સહિતના સ્થળો પર લોકો ઉમટ્યા
આજથી ગુજરાતમાં નવુ વર્ષ શરૂ થઇ રહ્યું છે. વિક્રમ સંવત 2080ની શરૂઆત આજથી થઇ રહી છે, ત્યારે ગુજરાતીઓ હરવા ફરવા નીકળ્યાં છે, આજથી કચ્છ સહિતના સ્થળોમાં મોટી સંખ્યામા માનવ મહેરાણણ ઉમટ્યુ છે. આજથી કચ્છમાં પ્રવાસીઓનો જોરદાર ધસારો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં આવેલા પ્રવાસી સ્થળ સફેદ રણ, કાળો ડુંગર સહિત કેટલાય ધાર્મિક સ્થળો પર હજારોની સંખ્યામાં આજે વહેલી સવારથી જ પ્રવાસીઓ ઉમટ્યા છે. સફેદ રણમાં ૧૫ હજારથી વધુ લોકોએ રણનું સૌંદર્ય માણ્યું છે, તો વળી, ૫ હજારથી પણ વધુ પ્રવાસીઓ કાળો ડુંગરના પ્રવાસે છે. આ દિવાળીના વેકેશનના માહોલમાં જિલ્લામાં ભુજની આસપાસ ૧૨૫થી પણ વધુ હૉટલો ફૂલ થઇ ગઇ છે, જેમાં ૪ હજાર રૂમ એક અઠવાડિયા માટે હાઉસફૂલ થઇ ગયા છે.
મહત્વનું છે કે, આ તહેવારો ટાણે અહીં હજુ પણ વધુ પ્રવાસીઓનો ધસારો રહે તેવી પુરેપુરી શક્યતા છે. લાભ પાંચમ સુંધી ૨ લાખથી પણ વધુ પ્રવાસીઓ માતાનાં મઢ પહોંચશે, જેને લઇને પહેલાથી જ માતાનાં મઢ ટ્રસ્ટ દ્વારા ખાસ તૈયારીઓ કરી દેવામાં આવી છે. કચ્છમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ ઉમટ્યા છે, સાથે સાથે વિદેશી પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં જોવા મળ્યા છે.