શોધખોળ કરો

રાજ્યના ખેડૂતો માટે ખુશખબર, કાંટાળા તારનું ફેન્સીંગ કરી સહાય માટે આ તારીખથી કરી શકશો અરજી

ગુજરાતના ખેડૂતોના ઉભા પાકને રક્ષણ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા ખેતરની ફરતે કાંટાળા તારનું ફેન્સીંગ કરવામાં સહાય આપવાની યોજના અમલમાં છે.

ગાંધીનગર:    ગુજરાતના ખેડૂતોના ઉભા પાકને રક્ષણ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા ખેતરની ફરતે કાંટાળા તારનું ફેન્સીંગ કરવામાં સહાય આપવાની યોજના અમલમાં છે. આ યોજના હેઠળ ખેડૂતોને ઓછામાં ઓછા 2 હેકટર વિસ્તાર માટે નવી તારની વાડ બનાવવા રનીંગ મીટર દીઠ રૂ. 200 અથવા ખરેખર થનાર ખર્ચના 50 ટકા, બંનેમાંથી જે ઓછુ હોય તે મુજબ સહાય આપવામાં આવે છે. આ સહાય મેળવવા માટે ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહે છે. રાજ્ય સરકાર દ્વારા જિલ્લાને ફાળવેલ લક્ષ્યાંકની મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે અરજી સ્વીકારવામાં આવે છે, તેમ ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે.

વધુમાં જણાવ્યાનુસાર, ખેડૂતો ચાલુ વર્ષે પણ આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરી શકે તે હેતુથી અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર અને બોટાદ જિલ્લા માટે આઈ-ખેડૂત પોર્ટલ આગામી તા. 8 ડિસેમ્બરથી પછીના 30 દિવસ સુધી ખુલ્લું મૂકવામાં આવશે. જ્યારે મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમી દ્વારકા, સુરેન્દ્રનગર અને કચ્છ  જિલ્લાના ખેડૂતો માટે આઈ-ખેડૂત પોર્ટલ આગામી તા. 10 ડિસેમ્બરથી પછીના 30 દિવસ સુધી ખુલ્લું મૂકવામાં આવશે.

સાધનિક પુરાવા જિલ્લા ખેતીવાડી અધિકારીને રજૂ કરવાના  

આ ઉપરાંત સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ભરૂચ અને નર્મદા જિલ્લાના ખેડૂતો માટે આઈ-ખેડૂત પોર્ટલ આગામી તા. 12 ડિસેમ્બરથી પછીના 30 દિવસ સુધી ખુલ્લું મૂકવામાં આવશે. ખેડૂત અને ખેડૂત જૂથ દ્વારા આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કર્યા બાદ દિન-10માં ઓનલાઈન અરજીની પ્રિન્ટ સાથે જરૂરી તમામ સાધનિક પુરાવા જિલ્લા ખેતીવાડી અધિકારીને રજૂ કરવાની રહેશે. ત્યારબાદ સ્થળ ચકાસણી કરવામાં આવશે અને તેના પછી જ સહાય માટે પૂર્વ મંજુરી આપવામાં આવશે.

જરૂરી દસ્તાવેજો સહિત ક્લેમ જમા કરવાનો રહેશે

પૂર્વ મંજુરી મેળવી હોય તેવા ખેડૂતો અને ખેડૂત જૂથ લીડરે નિયત ડીઝાઇન અને સ્પેસીફીકેશન ઠરાવની શરતો મુજબ તાર ફેન્સીંગ બનાવવાની કામગીરી દિન-120માં પૂર્ણ કરીને સમાન ખરીદીના GST વાળા બીલ અને અન્ય જરૂરી દસ્તાવેજો સહિત ક્લેમ જમા કરવાનો રહેશે. ત્યારબાદ કામગીરી પૂર્ણ થયાની સ્થળ ચકાસણી બાદ સહાયની રકમ બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે, તેમ યાદીમાં જણાવાયુ છે.       

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
Ration Card: ઘરમાં આ વસ્તુઓ હશે તો રેશનકાર્ડ રદ થઈ જશે, જાણો નિયમ
Ration Card: ઘરમાં આ વસ્તુઓ હશે તો રેશનકાર્ડ રદ થઈ જશે, જાણો નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : વડોદરામાં પ્રેમલગ્નનો કરુણ અંજામ, અફેરની શંકાથી પત્નીની કરી નાંખી હત્યાPatan MLA Kirit Patel : MLA કિરીટ પટેલ - પોલીસ વચ્ચે ઘર્ષણ | કોણે માર્યો પોલીસને લાફો?Winter Heart Issue : ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે હાર્ટની બીમારીમાં વધારો, દર કલાકે કેટલા કેસ?Gujarat Crime News : 'માસી! પપ્પા મારી સાથે ગંદુ કામ કરે છે', 12 વર્ષની દીકરી પર પિતાએ કર્યું કુકર્મ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
Ration Card: ઘરમાં આ વસ્તુઓ હશે તો રેશનકાર્ડ રદ થઈ જશે, જાણો નિયમ
Ration Card: ઘરમાં આ વસ્તુઓ હશે તો રેશનકાર્ડ રદ થઈ જશે, જાણો નિયમ
તમારા ઘર પર પણ ફરી શકે છે બુલડોઝર, ઘર બનાવતી વખતે ન કરો આ ભૂલો
તમારા ઘર પર પણ ફરી શકે છે બુલડોઝર, ઘર બનાવતી વખતે ન કરો આ ભૂલો
Cyclone Chido: 90 વર્ષ પછી ફ્રાન્સના મેયોટ ટાપુ પર ત્રાટક્યું સૌથી વિનાશક ચક્રવાત, સેંકડો લોકો માર્યા ગયા
90 વર્ષ પછી ફ્રાન્સના મેયોટ ટાપુ પર ત્રાટક્યું સૌથી વિનાશક ચક્રવાત, સેંકડો લોકો માર્યા ગયા, જુઓ વિનાશનો વીડિયો
'મસ્જિદમાં જય શ્રીરામના નારા લગાવવા ગુનો કેવી રીતે?', સુપ્રીમ કોર્ટનો કર્ણાટક સરકારને સવાલ
'મસ્જિદમાં જય શ્રીરામના નારા લગાવવા ગુનો કેવી રીતે?', સુપ્રીમ કોર્ટનો કર્ણાટક સરકારને સવાલ
કામની વાતઃ નવી નોકરી મળ્યાના કેટલા દિવસ પછી જૂની નોકરીમાંથી PF ના પૈસા ઉપાડી શકાય, જાણો નિયમ
કામની વાતઃ નવી નોકરી મળ્યાના કેટલા દિવસ પછી જૂની નોકરીમાંથી PF ના પૈસા ઉપાડી શકાય, જાણો નિયમ
Embed widget