શોધખોળ કરો
Advertisement
સિધ્ધપુરઃ પૌત્ર-પૌત્રી ધરાવતા 'દાદા'ને 19 વર્ષની છોકરી સાથે બંધાયા સંબંધ, છોકરીને લઈને ક્યાં ભાગી ગયો ? હાઈકોર્ટે શું આપ્યો આદેશ
પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના પરિવારે ગયા મહિને ગુજરાત હાઈકોર્ટમાં મદદની ગુહાર લગાવી હતી.
અમદાવાદઃ સિદ્ધપુરના શોવણજી ઠાકોર સામે પોલીસે એફઆઈઆર નોંધી છે. પોતાની પૈત્રી જેટલી 19 વર્ષની છોકરી સાથે ફરાર થઈ ગયેલા ઠાકોર સામે ગુજરાત હાઇકોર્ટના ચુકાદા બાદ પાટણ પોલીસે ગુરુવારે એફઆઈઆર નોંધી હતી. કાકોશી પોલીસ સ્ટેશને છોકરીનું અપહરણ કરવા બદલ ફરિયાદ નોંધી હતી.
હાઇકોર્ટના ઓર્ડર બાદ પાટણ પોલીસે તેમને શોધવા સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. પરંતુ શોધી શક્યા નહોતા અને પાટણ એસપીએ જજને કહ્યું હતું કે, ઠાકોર તેમને રાજસ્થાન લઈ ગયો હોઈ શકે છે. ઠાકોર મોબાઇલ ફોન પણ નથી વાપરતો અને તેના માતા-પિતા, પત્ની કે બાળકોના સંપર્કમાં પણ નથી. એસપીએ એમ પણ કહ્યું કે, પોલીસની કેટલીક ટીમ છોકરીને શોધી રહી છે પરંતુ મહામારીના કારણે તેને શોધવાનું કામ મુશ્કેલ છે. તેમણે આ કેસમાં બે અઠવાડિયાનો સમય આપવા કહ્યું હતું.
પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના પરિવારે ગયા મહિને ગુજરાત હાઈકોર્ટમાં મદદની ગુહાર લગાવી હતી. ૪૦-૫૦ વર્ષની ઉંમરના શખ્સ સામે નોંધાવેલી ફરિયાદ બાદ પણ કંઈ પરિણામ ન મળતાં પરિવાર હાઈકોર્ટને શરણે પહોંચ્યો હતો.
છોકરીના ભાઈએ હેબિયસ કોર્પસ પિટિશન ફાઈલ કરતાં ફરિયાદ કરી કે, પોલીસે આ કેસને સહજતાથી લીધો. છોકરીના પરિવારે ભય વ્યક્ત કર્યો હતો કે, પાડોશી શોવાણજી ઠાકોર તેને બળજબરીપૂર્વક અપહરણ કરીને લઈ ગયા છે, તેમ છતાં પોલીસે ઠોસ કાર્યવાહી કરી નહોતી. ૨૨ જૂને કેસની સુનાવણી થઈ ત્યારે અરજદારના વકીલે વારંવાર કોર્ટ સામે પરિવારની ચિંતા રજૂ કરી. સાથે જ એમ પણ કહ્યું કે, શોવાણજી ઠાકોરની સૌથી મોટી દીકરી પરણેલી છે અને તેના પણ બાળકો છે.
વકીલે અરજદારો તરફથી કોર્ટને વિનંતી કરી કે, શોવાણજી ઠાકોર કે જેની દીકરી ઉંમરમાં ટીનેજર છોકરી કરતાં પણ મોટી છે, તેની પાસેથી છોડાવી લાવીને કોર્ટમાં રજૂ કરવાનો આદેશ પોલીસને આપે. વકીલે હાઈકોર્ટમાં કહ્યું કે, ૨ જૂને છોકરી ગાયબ થઈ જતાં પરિવારને શંકા ગઈ કે શોવાણજી ઠાકોરે તેનું અપહરણ કર્યું હોઈ શકે છે. છોકરીનો પરિવાર કાકોશી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો પરંતુ પોલીસે જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં ત્રણ દિવસનો સમય લીધો હતો. છોકરી સગીર વયની ન હોવાથી પોલીસે શોવાણજી ઠાકોર સામે અપહરણની ફરિયાદ નહોતી નોંધી.
કોર્ટમાં અરજી કરવામાં આવી ત્યારે પરિવારે ભય વ્યક્ત કર્યો કે છોકરીનો જીવ જોખમમાં હોઈ શકે અથવા તેનું શારીરિક શોષણ થયું હોય તેવું પણ બની શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
સુરત
Advertisement