આજે ધોરણ 12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ, જાણો કેટલા વાગ્યે ઓનલાઇન જોઇ શકશો
ગુજરાત શિક્ષણ બોર્ડ આજે ધોરણ 12 સાયન્સની બોર્ડની પરીક્ષા અને ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવશે
ગુજરાત શિક્ષણ બોર્ડ આજે ધોરણ 12 સાયન્સની બોર્ડની પરીક્ષા અને ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવશે. આજે સવારે દસ વાગ્યે બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન પરિણામ જાહેર કરાશે. ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ 12 સાયન્સની બોર્ડ પરીક્ષા 28 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન લેવાઈ હતી. આ વર્ષે ધોરણ 12 સાયન્સમાં વિદ્યાર્થીની સંખ્યા ઘણી ઘટી છે. બોર્ડનું પરિણામ વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ શાળા ખાતેથી પરિણામ મેળવી શકાશે.
ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની માર્ચ-એપ્રિલ ૨૦૨૨માં લેવાયેલ પરીક્ષા અને ગુજકેટ-૨૦૨૨નું પરિણામ તારીખ ૧૨/૦૫/૨૦૨૨ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે પ્રસિદ્ધ કરવામાં આવશે.
— Jitu Vaghani (@jitu_vaghani) May 11, 2022
12 સાયન્સમા રેગ્યુલર 95 હજાર 982 અને રિપીટર 11 હજાર 984 સહિત કુલ એક લાખ સાત હજાર 966 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ગુજકેટમાં પણ આ વર્ષે વિદ્યાર્થીઓ ઘટતા એક લાખ સાત હજાર 694 વિદ્યાર્થી નોંધાયા હતા. જેમાંથી એક લાખ બે હજાર 913 વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપી હતી. આજે પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓને દસ દિવસ બાદ બોર્ડની માર્કશીટ અપાશે.
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત
રાજ્યમાં છેલ્લા એક મહિનાથી ગરમીનો પ્રકોપ યથાવત છે. મળતી જાણકારી અનુસાર,રાજ્યમાં બુધવારે સાત શહેરોમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. સુરેંદ્રનગરમાં તો ગરમીનો પારો 46 ડિગ્રી પર પહોંચી ગયો હતો. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ 45.8 ડિગ્રી સાથે ગરમીએ છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી બે દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થવાની સંભાવના નથી.
જો કે ત્યાર બાદના ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થતા ગરમીમાં આંશિક રાહત મળી શકે છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી બોપલ-આંબલીમાં 45.5 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાનનો પારો રહ્યો હતો. સેટેલાઈટમાં 45.4 ડિગ્રી, એયરપોર્ટ વિસ્તારમાં 45.3 ડિગ્રી, નવરંગપુરામાં 45.2 ડિગ્રી એસજી હાઈવે પર 44.9 ડિગ્રી, ગિફ્ટી સિટીમાં 44.7 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.