શોધખોળ કરો

રાજ્યની 8,000થી વધુ ST બસોમાં QR કોડથી અપાશે ફીડબેક, હવે એક સ્કેનથી દૂર થશે તમારી બધી ફરિયાદો

GSRTC QR code passenger feedback: માર્ચથી જૂન 2026 વચ્ચે 3.13 લાખથી વધુ મુસાફરોએ આપ્યો પ્રતિભાવ; હવે એસટી બસની સફર બની વધુ સુરક્ષિત અને સ્માર્ટ, મુસાફરોની ફરિયાદો પર લેવાશે ત્વરિત પગલાં.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • GSRTCએ મુસાફરલક્ષી QR ફીડબેક સિસ્ટમ 8,000 બસોમાં લાગુ કરી.
  • 3.13 લાખ મુસાફરોએ સરેરાશ 4.7 સ્ટારનું રેટિંગ આપ્યું.
  • ફરિયાદો સંબંધિત વિભાગોને મોકલી તાત્કાલિક સ્થળ પર નિરાકરણ.

GSRTC QR code passenger feedback: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) એટલે કે આપણી ST બસની મુસાફરી હવે પહેલા કરતા વધુ સ્માર્ટ અને મુસાફરલક્ષી બની ગઈ છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલી 'QR કોડ આધારિત ફીડબેક સિસ્ટમ' હવે રાજ્યના 125 બસ સ્ટેશનો અને 8,000 કરતાં વધુ બસોમાં લાગુ કરી દેવાઈ છે. ખાસ વાત એ છે કે, આ સિસ્ટમને લોકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે અને મુસાફરોએ એસટી નિગમની સેવાઓને 5 માંથી સરેરાશ 4.7 સ્ટારનું જોરદાર રેટિંગ આપીને પોતાનો સંતોષ વ્યક્ત કર્યો છે.

માત્ર પ્રીમિયમથી શરૂ થયેલી સફર હવે તમામ બસો સુધી

ગયા વર્ષે માર્ચ 2025માં નિગમે પાયલટ પ્રોજેક્ટ તરીકે માત્ર પ્રીમિયમ લક્ઝરી બસોમાં જ આ સુવિધા શરૂ કરી હતી. તેમાં મુસાફરોનો સારો પ્રતિસાદ મળતા હવે તેને મોટા પાયે લાગુ કરવામાં આવી છે. હવે તમે બસમાં બેઠા-બેઠા જ સીટ પાસે લગાવેલો QR કોડ સ્કેન કરીને તમારા મોબાઈલથી બસની સુવિધા વિશે તમારો અભિપ્રાય (ફીડબેક) સીધો જ તંત્ર સુધી પહોંચાડી શકો છો.

3.13 લાખ મુસાફરોએ આપ્યું જોરદાર રેટિંગ

આંકડાઓ પર નજર કરીએ તો, 1 માર્ચથી 19 જૂન, 2026 સુધીમાં 3,13,824 જેટલા મુસાફરોએ આ સિસ્ટમનો ઉપયોગ કરીને પોતાનો ફીડબેક આપ્યો છે. આ રિપોર્ટ બતાવે છે કે લોકો ST બસની સુવિધાઓથી ખુશ છે. મુસાફરોએ અલગ-અલગ સુવિધાઓ માટે 1 થી 5 સ્ટાર વચ્ચે નીચે મુજબનું શાનદાર રેટિંગ આપ્યું છે:

સ્ટાફનું વર્તન: 4.9 / 5.0 સ્ટાર

મુસાફરોની સુરક્ષા: 4.9 / 5.0 સ્ટાર

બસની સ્વચ્છતા: 4.8 / 5.0 સ્ટાર

સીટની આરામદાયકતા: 4.8 / 5.0 સ્ટાર

સમયસર સેવા (Punctuality): 4.8 / 5.0 સ્ટાર

આ પણ વાંચોઃ ભવનાથ મેળા માટે ST નિગમ સજ્જ: 195 વધારાની બસો અને 7800 ટ્રીપોનું આયોજન, 3.70 લાખ ભક્તોને મળશે સુવિધા

ફરિયાદો પર સ્પોટ પર જ લેવાય છે એક્શન

આ સિસ્ટમ ફક્ત સારા રેટિંગ લેવા પૂરતી સીમિત નથી, પણ લોકોની ફરિયાદો પર તરત જ એક્શન પણ લેવાય છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મુસાફરો દ્વારા મળતા સૂચનો કે ફરિયાદો સીધી જ લાગતા-વળગતા વિભાગ અને સ્થાનિક ડેપો સુધી પહોંચાડી દેવામાં આવે છે. આ ફરિયાદોની કોઈ જ વિલંબ વગર ચકાસણી થાય છે અને જરૂરી હોય ત્યાં સ્પોટ પર જ તેનું નિરાકરણ લાવવામાં આવે છે.

GSRTC ના અધિકારીઓના જણાવ્યા મુજબ, મુસાફરોનો આ પ્રતિભાવ સિસ્ટમને વધુ સારી બનાવવા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ રહ્યો છે. નિગમ ગુજરાતના નાગરિકોને સુરક્ષિત અને વિશ્વસનીય સફર પૂરી પાડવા માટે સતત પ્રયત્નશીલ છે.

આ પણ વાંચોઃ નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીનો પહેલો નિર્ણય: GSRTCના 36,000 કર્મચારીઓ માટે આ રકમ વધારીને ડબલ કરી, જાણો કેટલો ફાયદો થશે

Frequently Asked Questions

GSRTC દ્વારા કઈ નવી ફીડબેક સિસ્ટમ શરૂ કરવામાં આવી છે?

GSRTC દ્વારા QR કોડ આધારિત ફીડબેક સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. આનાથી મુસાફરો પોતાની યાત્રા અંગેનો અભિપ્રાય સીધો જ તંત્ર સુધી પહોંચાડી શકે છે.

આ ફીડબેક સિસ્ટમ ક્યાં લાગુ કરવામાં આવી છે અને કોના માર્ગદર્શન હેઠળ શરૂ થઈ છે?

આ સિસ્ટમ રાજ્યના 125 બસ સ્ટેશનો અને 8,000 થી વધુ બસોમાં લાગુ કરાઈ છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ આ સુવિધા શરૂ થઈ છે.

GSRTC ની QR કોડ ફીડબેક સિસ્ટમને કેવો પ્રતિસાદ મળ્યો છે?

આ સિસ્ટમને લોકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. 3.13 લાખથી વધુ મુસાફરોએ સરેરાશ 4.7 સ્ટારનું રેટિંગ આપી પોતાનો સંતોષ વ્યક્ત કર્યો છે.

મુસાફરો દ્વારા કરાતી ફરિયાદો પર કેવી રીતે કાર્યવાહી કરવામાં આવે છે?

ફરિયાદો સીધી જ લાગતા-વળગતા વિભાગ અને સ્થાનિક ડેપો સુધી પહોંચાડાય છે. તેની ચકાસણી કરી જરૂરી હોય ત્યાં સ્થળ પર જ નિરાકરણ લાવવામાં આવે છે.

ટોપ સ્ટોરી

નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર
નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર
રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન
આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના બચુભાઈ બેફામ
Mansukh Vasava : મનસુખ વસાવા થયા આક્રમક! વિપક્ષના નિવેદનો પર આપ્યો જડબાતોડ જવાબ
Shankar Chaudhary Praises Nitin Patel: નીતિન પટેલ પોતે એક બ્રાન્ડ છે: શંકર ચૌધરીએ કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?
'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?
નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર
નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું
વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો
વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો
Embed widget