શોધખોળ કરો

Gujarat Accident : ભાથીજી મહારાજના દર્શ કરવા જઈ રહેલા પરિવારને નડ્યો અકસ્માત, બાળકનું મોત

મહીસાગરના બાલાસિનોર પાસે બાયપાસ ઉપર હિટ એન્ડ રનની ઘટના બની. બાઈક પર સવાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચી એક બાળકનું ઘટના સ્થળે મોત.

Gujarat Accident :  મહીસાગરના બાલાસિનોર પાસે બાયપાસ ઉપર હિટ એન્ડ રનની ઘટના બની. બાઈક પર સવાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચી એક બાળકનું ઘટના સ્થળે મોત. મળતી પ્રાથમિક માહિતી મુજબ ફાગવેલ ભાથીજી મહારાજના દર્શન કરવા જઈ રહેલ પરિવારને બાલાસિનોર અમદાવાદ હાઇવે ઉપર નડયો અકસ્માત. એક બાળકનું ઘટના સ્થળે મોત તો અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે ગોધરા ખસેડાયા. અજાણ્યા વાહન ચાલક બાઈકને અડફેટે લઈ ફરાર થયો છે. અકસ્માત બનતા પોલીસે તપાસ હાથ ધરી.

રાજકોટ જિલ્લાના ગોંડલમાં વહેલી સવારે રીક્ષા ઝાડ સાથે અથડાઈ. આશાપુરા મેઈન રોડ પર અકસ્માત થયો હતો. અકસ્માતમાં રીક્ષા ચાલકનું મોત થયું છે. નવીનચંદ્ર વિઠ્ઠલભાઈ ચૌહાણ (રહે આશાપુરા સોસાયટી)નું મોત થયું છે. મૃતકના મૃતદેહને પી.એમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. બનાવ અંગે ગોંડલ સીટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અન્ય એક અકસ્માતમાં મોરબીમાં ટંકારા નજીક  કાર ચાલકે બાઇક પર સવાર દંપતીને હડફેટે લીધા. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો છે. સ્થાનિક લોકો 108 ને જાણ કરી બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા.  મોરબીથી રાજકોટ દંપતી જતું હતું.

ભરૂચમાં ગોલ્ડન બ્રિજ પર બે બાઇકોનો અકસ્માત. બે બાઈક આમને સામને અથડાતા 4ને ઇજા થઈ છે. જ્યારે એકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. 

અમરેલીઃ ધારી બગસરા રોડ ઉપર સર્જાયો અકસ્માત. હામાપુર ગામ નજીક તેલ ભરેલ ટ્રકે રોડ ઉપર થી મારી પલટી. તેલ ભરેલ કન્ટેનર ધારી થી બગસરા તરફ જઈ રહ્યો હોવાની પ્રાથમિક માહિતી. ટ્રક કન્ટેનરમાંથી તેલ ઢોળાતા લોકો તેલ લેવા કરી પડાપડી. ઘટના સ્થળે મોટી સંખ્યામાં મહિલાઓને પુરુષો ડબ્બા અને કેન લઈને દોડી આવ્યા. રોડ ઉપર સર્જાયા ટ્રાફિકજામના દ્રશ્યો.

Gujarat Election 2022 : મને લાગે છે સૌરભ પટેલને થોડી માનસિક અસર હશે, લગભગ એને હવે ટિકિટ જ નથી મળવાની
Gujarat Election 2022 : બોટાદના ધારાસભ્ય સૌરભ પટેલ પર ધમકી આપતા હોવાના ગંભીર આરોપ લાગ્યા છે. સરપંચો તેમજ હોદ્દેદારોને અન્ય ઉમેદવારને લેટરપેડ નહિ આપવા ધમકી આપતા હોવાના પ્રદેશ આગેવાન છનાભાઈ કેરાળિયાએ આરોપ લગાવ્યા છે. ભાજપની સેન્સ પહેલા આરોપને લઈ રાજકારણ ગરમાયું છે,  તો ધમકી મામલે પ્રદેશ અધ્યક્ષને લેખિતમાં જાણ કરાઈ છે.

 બોટાદ 107 વિધાનસભા ચૂંટણી પહેલા સતત ભાજપનું રાજકારણ ગરમાતુ જોવા મળે છે. એક તરફ સ્થાનિક ઉમેદવારને ટીકીટ આપવા કડવા પટેલ સમાજ તેમજ કોળી સમાજ દ્રારા માંગણીને લઈ હજુ ચર્ચાનો વિષય છે, ત્યાં આજે ફરી ગુજરાત ભાજપ કારોબારી સભ્ય છનાભાઈ કેરાળિયા દ્વારા સૌરભ પટેલ ધમકી આપતા હોવાના લગાવ્યા ગંભીર આરોપ.

બોટાદ 107 વિધાનસભા બેઠક પર સૌરભ પટેલને ટીકીટ નહિ પણ કોઈપણ સમાજના પણ સ્થાનિક ઉમેદવારને ટીકીટ આપવામાં આવે તેવી માંગ ને લઈ અન્ય કોઈ ઉમેદવારને સરપંચો કે હોદ્દેદારોએ લેટરપેડ આપવા નહિ તેવું દબાણ સાથે સૌરભ પટેલ ધમકી આપતા હોવાના લગાવ્યા આરોપ. 27 ઓક્ટોબર નારોજ બોટાદ 107 બેઠકને લઈ ભાજપ દ્વારા સેન્સ યોજાઈ શકે છે ત્યારે સેન્સ પહેલા ધમકીના આરોપ સાથે રાજકારણ ગરમાયુ.

સૌરભ પટેલને માનસિક અસર થઈ હોવાનું આપ્યું છનાભાઈ એ નિવેદન. તેમજ ચૂંટણી લડવાનો સહુને અધિકાર છે. સૌરભ પટેલ જે કામગીરી કરી રહ્યા છે તે પાર્ટીની શિસ્ત વિરુદ્ધની કામગીરી છે, જેને લઈ આ મામલે લેખિતમાં સી.આર.પાટીલને પણ જાણ કરવામાં આવી. ત્યારે ક્યાંક ને ક્યાંક હાલ તો બોટાદનું રાજકારણ ગરમાતુ જોવા મળે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં 3 કલાક ભારે વરસાદનું એલર્ટ, હવામાનનું નાઉ કાસ્ટ
Gujarat Rain: અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં 3 કલાક ભારે વરસાદનું એલર્ટ, હવામાનનું નાઉ કાસ્ટ
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget