શોધખોળ કરો

ગુજરાત સરકારે સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરી, આગામી પાંચ વર્ષમાં બે લાખ લોકોને રોજગારી મળવાનો અંદાજ

રાજ્યમાં સ્થાનિક સેમિકન્ડક્ટર ચીપ ઉત્પાદન ક્ષેત્રે ઝડપી અને વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી 2022થી 2027 જાહેર કરવામાં આવી હતી

ગાંધીનગરઃ વિશ્વમાં ઉભી થયેલી સેમિ કન્ડક્ટરની અછત વચ્ચે ચિપના ઉત્પાદન ક્ષેત્રે રોકાણકારોને આકર્ષવા માટે રાજ્ય સરકારે સેમિકન્ડક્ટર પોલિસીની જાહેરાત કરી હતી. સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ઉત્પાદન ક્ષેત્રે પોલિસીની જાહેરાત કરનારા ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું હતું. સેમિકન્ડક્ટર ચિપ ઉત્પાદન માટે ધોલેરામાં IMSની સ્થાપના કરવામાં આવી છે. આ ક્ષેત્રમાં ભારત સરકારે પણ 76 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.જો કે આ પોલિસી જાહેર થતાં જ ગુજરાત ચિપના ઉત્પાદનનું હબ બની શકે છે.

રાજ્યમાં સ્થાનિક સેમિકન્ડક્ટર ચીપ ઉત્પાદન ક્ષેત્રે ઝડપી અને વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી 2022થી 2027 જાહેર કરવામાં આવી હતી. સરકારે દાવો કર્યો હતો કે  આ પોલિસીના કારણે આગામી પાંચ વર્ષમાં બે લાખ જેટલી રોજગારીના સર્જન થશે. સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ઉદ્યોગો માટે મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજિયનમાં એક નવું સેમિકોન સિટી વિકસાવાશે.

ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફ્રમેશન ટેક્નોલોજી મંત્રાલયના ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશનની પેટર્ન પર ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ મિશન જી.એસ.ઈ.એમ. નોડલ એજન્સી તરીકે કાર્યરત કરાશે. ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય હેઠળ ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન દ્વારા મંજૂર કરાયેલ પ્રોજેક્ટસ માટે ભારત સરકાર દ્વારા આપવામાં આવેલી સહાય ઉપરાંત ભારત સરકાર દ્વારા આપવામાં આવતી મૂડી સહાયના ૪૦ ટકાના દરે વધારાની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. આ પોલીસી અંતર્ગત ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિઝીયન ખાતે ધોલેરા સેમિકોન સીટીમાં સ્થાપનારા અને પાત્ર પ્રોજેક્ટ્સને પ્રથમ ૨૦૦ એકર જમીન ખરીદી પર ૭૫% સબસિડી અને ફેબ પ્રોજેક્ટ અથવા અપસ્ટ્રીમ/ડાઉનસ્ટ્રીમ તથા ISM હેઠળ મંજૂર થયેલ અન્ય પ્રોજેક્ટ્સ માટે જરૂરી વધારાની જમીન પર ૫૦% સબસિડી અપાશે.

આ પોલિસી અંતર્ગત મૂડી સહાયના 40 ટકાના દરે વધારાની સહાય સરકાર આપશે. 200 એકર જમીન ખરીદી પર 75 ટકા સબસિડી પણ જાહેર કરવામાં આવી છે. સરકારની આ પોલિસીથી આગામી 5 વર્ષમાં 2 લાખ લોકોને રોજગારી મળવાનો અંદાજ છે.

આ પોલીસી અંતર્ગત તમામ પાત્ર પ્રોજેક્ટ્સને પ્રથમ પાંચ વર્ષના સમયગાળા માટે રૂપિયા ૧૨પ્રતિ ઘન મીટરના દરે સારી ગુણવત્તાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે. ત્યારબાદના આગામી પાંચ વર્ષ માટે વાર્ષિક ધોરણે ૧૦ ટકાના દરે પાણીના દરમાં વધારો કરવામાં આવશે. પોલીસી અંતર્ગત, પાત્ર પ્રોજેક્ટ્સ માટે ઉત્પાદનની શરૂઆતથી ૧૦ વર્ષના સમયગાળા માટે યુનિટ દીઠ રૂપિયા ૨ ની પાવર ટેરિફ સબસિડીની જોગવાઈ તથા ગુજરાત ઇલેક્ટ્રિસિટી ડ્યુટી એક્ટ, ૧૯૫૮ હેઠળ નિર્ધારિત જોગવાઈઓ અનુસાર તમામ પાત્ર પ્રોજેક્ટ્સ વિદ્યુત શુલ્ક ભરવામાંથી મુક્તિ મેળવી શકે છે. આ પોલીસી અંતર્ગત પ્રોજેક્ટના હેતુ માટે જમીનના ભાડાપટ્ટા/વેચાણ/ટ્રાન્સફર માટે પાત્ર પ્રોજેક્ટ્સ દ્વારા સરકારને ચૂકવવામાં આવેલ ૧૦૦% સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીના એક વખતના વળતરની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્ય સરકારના વિવિધ કાયદા હેઠળ મેળવવાની થતી તમામ મંજૂરીઑ ઝડપી રીતે મળી રહે તે માટે સિંગલ વિન્ડો મિકેનિઝમ સ્થાપવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ
Navratri 2024:  શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ
Navratri 2024: શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ
કાનપુર ટેસ્ટ વચ્ચે અચાનક ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર, BCCIએ ત્રણ ખેલાડીઓને કર્યા બહાર
કાનપુર ટેસ્ટ વચ્ચે અચાનક ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર, BCCIએ ત્રણ ખેલાડીઓને કર્યા બહાર
Embed widget