શોધખોળ કરો
Advertisement
ગુજરાત વિધાનસભા: 8 બેઠકો પર જીત બાદ વિધાનસભામાં ભાજપની કેટલી બેઠક થઈ ?
ગુજરાતમાં પેટા ચૂંટણીની 8 બેઠકો પર ભાજપની જીત બાદ વિધાનસભામાં સંખ્યાબળમાં વધારો થયો છે.
ગાંધીનગર: ગુજરાતમાં પેટા ચૂંટણીની 8 બેઠકો પર ભાજપની જીત બાદ વિધાનસભામાં સંખ્યાબળમાં વધારો થયો છે. કૉંગ્રેસે તમામ બેઠકો ગુમાવવાનો વારો આવ્યો છે. ગુજરાત વિધાનસભામાં ભાજપનું કુલ સંખ્યા બળ વધીને 111 પર પહોંચી ગયું છે.
પેટા-ચૂંટણી બાદ ગુજરાત વિધાનસભાની સ્થિતિ જોઈએ તો ભાજપના 111, કૉંગ્રેસના 65, બીટીપીના 2, એનસીપીના 1, અપક્ષ 1 ધારાસભ્ય રહ્યા છે. 182 સભ્ય સંખ્યા ધરાવતી ગુજરાત વિધાનસભામાં હાલ બે બેઠક ખાલી પડી છે. આ અંગેનો નિર્ણય ચૂંટણી પંચ તરફથી લેવામાં આવશે. હાલ દેવભૂમિ દ્વારકા અને મોરવા હડફ બેઠક ખાલી પડી છે.
ગુજરાત વિધાનસભાની 2017ની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી 99 બેઠક, કૉંગ્રેસ 77 બેઠક, બીટીપી 2 બેઠક, એનસીપી એક બેઠક અને ત્રણ બેઠક પર અપક્ષ ધારાસભ્યનો વિજય થયો હતો. જોકે, ત્રણમાંથી બે અપક્ષ ધારાસભ્યએ ભારતીય જનતા પાર્ટીને ટેકો જાહેર કર્યો હતો. આ બંને બેઠકમાં મોરવા હડફ અને લુણાવડાનો સમાવેશ થાય છે. જ્યારે વડગામ બેઠક પર જીગ્નેશ મેવાણીનો વિજય થયો હતો. ડેડિયાપાડા અને ઝઘડિયા બેઠક પર બીટીપી પાર્ટીનો વિજય થયો હતો. કુતિયાણા બેઠક પર એનસીપીના કાંધલ જાડેજાની જીત થઈ હતી.
2020માં આઠ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. આ તમામ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની જીત થઈ છે. જેમાં અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, ડાંગ, કપરાડા અને કરજણ બેઠકનો સમાવેશ થાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement