શોધખોળ કરો

Gujarat Election 2022: કોંગ્રેસના કયા નેતાએ કેજરીવાલને ગણાવ્યા પ્રધાનમંત્રીના છોટા રિચાર્જ ?

Gujarat Assembly Election 2022: આલોક શર્માએ ભાજપ અને કોંગ્રેસ પર પણ આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું, પ્રધાનમંત્રીના છોટા રિચાર્જ આજકાલ આદિવાસી વિસ્તારમાં ફરે છે.

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. આ દરમિયાન ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ સભા કરીને ચૂંટણી માહોલ ઉભો કરી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના મીડિયા પ્રભારી આલોક શર્માએ કેજરીવાલને પ્રધાનમંત્રીના છોટા રિચાર્જ ગણાવી ભાજપ અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે.

ચૂંટણી પંચને લઈ શું કહ્યું આલોક શર્માએ

ચૂંટણી પંચને સવાલ કરતાં આલોક શર્માએ કહ્યું ચૂંટણીપંચ ગુજરાતની ચૂંટણી કેમ જાહેર નથી કરતું ? કોંગ્રેસના ઉમેદવારને પ્રચારનો ઓછો સમય મળે એટલે મોડું કરવામાં આવે છે. ચૂંટણી જાહેર નથી થઈ છતાં ચૂંટણીપંચ અધિકારીઓની બદલી કરે છે. PMના મન કી બાત અંગે તેમણે કહ્યું, રીન્યુઅલ એનર્જીનો ટાર્ગેટ ચાર વર્ષ પાછળ ધકેલાઈ ગયો છે. રીન્યુઅલ એનર્જીમા ગુજરાત કરતા રાજસ્થાન સરકાર વધુ લાભ આપે છે. રીન્યુઅલ એનર્જીના નાણાં પ્રધાનમંત્રી પોતાના ચૂંટણી પ્રચારમાં વાપરે છે.

પ્રધાનમંત્રીના છોટા રિચાર્જ આજકાલ આદિવાસી વિસ્તારમાં ફરે છે: શર્મા

આલોક શર્માએ ભાજપ અને કોંગ્રેસ પર પણ આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું, પ્રધાનમંત્રીના છોટા રિચાર્જ આજકાલ આદિવાસી વિસ્તારમાં ફરે છે. દિલ્હી દુનિયાનું સૌથી પ્રદુષિત શહેર બન્યું છે, અને તે ગુજરાતમાં જુઠ્ઠાણાં ફેલાવે છે. ભાજપ હારે છે એટલે આપને આગળ કરે છે. ભાજપ આદિવાસીઓના અધિકાર છીનવે છે, આદિવાસીઓને મોદી વોટબેંક સમજવાનું બંધ કરે, ભાજપ આદિવાસી વિરોધી છે, ભાજપે આદિવાસી લોકો માટે આરોગ્ય અને શિક્ષણની કોઈ વ્યવસ્થા કરી નથી.

Surendrangar:  એની હવસ બુજાવવા મારો ઉપયોગ કર્યો.... યુવકની સુસાઈડ નોટ

સુરેન્દ્રનગરના મુળી પોલીસ મથકના કમ્પાઉન્ડમાં સડલા ગામના યુવકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ હતી. મુળી પોલીસ મથકે કમ્પાઉન્ડ માં અવાવરૂ જગ્યા પાસે જાડ ઉપર ગળે ફાંસો ખાઈ યુવકે જીવન ટુંકાવ્યું હતું.

સોશિયલ મીડિયામાં ઓળખ થયા બાદ મૈત્રી કરાર કરી સાથે રહેતી યુવતી છોડીને જતાં રહેતા આત્મહત્યા કરી હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ છે. આ ઉપરાંત અન્ય ૩ થી ૪ યુવકોને પણ યુવતીએ ફસાવી મોટી રકમ ખંખેરી હોવાનું પણ લખ્યું છે. પોલીસ દ્વારા યુવતીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ તેણે સુસાઇડ  નોટમાં કરી છે. હિરલ નામની પ્રેમિકા ઉપર યોગ્ય  કાર્યવાહી કરવા સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. પોલીસે સુસાઇડ નોટને આધારે વધુ તપાસ હાથ ધરી છે.

યુવકે સુસાઈડ નોટમાં લખ્યું છે, આજથી લગભગ બે વર્ષ પહેલા મારી મુલાકાત ખંભાળીયાની (જામ) હીરલેબન દીપકભાઈ સાથે થઈ હતી. અમે સોશિયલ મીડિયાથી વાત કરતા હતા. તેમાંથી અમારો સંબંધ લાગણીશીલ થઈ ગયો હતો અને એ મારા પ્રેમમાં ડૂબી ગઈ હતી. જેની અસર મને પડી હતી. મારા વીડિયો કોલ અને ફોટાનો બધો ડેટા તેણે એના ફોનમાં સેવ કરી લીધો હતો. જેના લીધે મારે તે કહે તેમ કરવું પડતું હતું. તેની હવસ બુજાવવા તેણે મારો ઉપયોગ કર્યો.  તા. 25-04-2022ના રોજ અમે મૈત્રી કરાર કરીને રહેવા લાગ્યા. તેને પાછી લાવવા તેના પતિ દીપકભાઈ નાનજીભાઈ કટેશીયાએ ખૂબ પ્રયત્ન કર્યા, જેના ચક્કરમાં મારા પિતા દેવજીભાઈ જેશીંગભાઈનું મૃત્યું થયું.

હું અને હીરલ બંને પતિ-પત્ની તરીકે રહેતા હતા. અમુક સમય પછી મને એની આદત થઈ ગઈ હતી. મારા પપ્પાના મૃત્યુ પછી એના (હીરલ)ના સહારે હું જીવતો હતો. જે હાલ પાછી તેના પતિ દીપકભાઈ પાસે જતી રહી છે. હવે એના વગર હું સમાજમાં ઉભો રહી શકું એમ નથી. કારણકે એના લીધે જ બધું થયું છે.

આ હીરલ સોશિયલ મીડિયામાં મારા જેવા છોકરાઓને પોતાની હવસ બુજાવવા ફાસવે છે, ફોટા વીડિયો અને કોલથી.  હું, આશીષ, ભાવિન જેવા છોકરા આની માયાજાળમાં ફસાયેલા છીએ. આશીષ તો બચી ગયો પણ મારા પછી ભાવિન હજુ ફસાયેલો છે. ટૂંક સમયમાં તેને જાણ કરવા વિનંતી. ભાવિનની માહિતા હીરલના મોબાઈલમાંથી મળી જશે. હીરલે પહેલા વિમલની જિંદગી બગાડી, પછી દીપક સાથે લવ મેરેજ કર્યા. પછી મારી સાથે કરાર કરેલો અને હવે ભાવિનના ચક્કરમાં પાછી ખંભાળિયા જતી રહી છે, જેની જાણ તેની પતિને પણ નથી.

હીરલ બ્લેકમેઇલ સ્ત્રી છે, જેને કદાચ હીપ્ટોટાઇઝ કરતાં આવડતું હશે. તેની બોલવાની રીતથી એ હોંશિયાર છે, જેથી ઈમોશનલ થઈ જવાય છે. હીરલે મારી જિંદગી તો બગાડી અને આનાં ચક્કરમાં મારા પિતા પણ જતા રહ્યા. આજથી હું મારી જિંદગીનો અંત કરું છું, માત્ર ને માત્ર હીરલના લીધે. મારી આત્મહત્યા પછળ મારા ઘરના સભ્યો કે મિત્ર, સગા વ્હાલા કોઈ જવાબદાર નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget