Gujarat Assembly Election 2022 Live Updates: ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી અલ્પેશ ઠાકોરે નોંધાવી ઉમેદવારી
વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાની ચૂંટણીના ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે

Background
ગાંધીનગરઃ વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાની ચૂંટણીના ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે આજે 14 જિલ્લાની 93 બેઠકો પર બાકીના ઉમેદવારો ફોર્મ ભરશે. બીજા તબક્કા માટે બુધવાર સાંજ સુધીમાં અંદાજીત 900થી વધુ ફોર્મ ભરાઈ ચૂક્યા છે. ત્યારે આજે બાકીના ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરશે. પ્રથમ તબક્કાની 19 જિલ્લાની 89 બેટકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાની મુદ્દત પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચની ટીમે ઉમેદવારી ફોર્મની સ્ક્રુટીની કરી દેવાઈ છે. અને સ્ક્રુટિની બાદ 999 ઉમેદવારી ફોર્મ માન્ય છે. જો કે આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી ચૂંટણી લડનાર ઉમેદવારોનો ફાઈનલ આંકડો આજે જાહેર થતા ચિત્ર સ્પષ્ટ થશે.
બીજા તબક્કાની 14 જિલ્લાની 93 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ત્યાર બાદ 18 નવેમ્બરે ફોર્મની સ્ક્રુટિની થશે. અને 21 નવેમ્બરે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. જો કે બુધવાર સુધીમાં બીજા તબક્કાની ચૂંટણી માટે 900થી વધુ ફોર્મ ભરાયા છે અને એક જ ઉમેદવારના ત્રણથી ચાર ફોર્મ ભરાયા છે. જ્યારે એક જ બેઠક પર એક જ પક્ષમાંથી એકથી વધુ ઉમેદવારના ફોર્મ પણ ભરાયા છે.
અલ્પેશ ઠાકોરે ઉમેદવારી નોંધાવી
ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી અલ્પેશ ઠાકોરે ઉમેદવારી નોંધાવી હતી. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા.
માંજલપુર બેઠક પરથી યોગેશ પટેલ ઉમેદવારી નોંધાવશે
યોગેશ પટેલ માંજલપુર બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે. તેમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા આવ્યા ત્યારે જ મને ઈશારો કર્યો હતો કે તમે તૈયાર છોને ? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા બે વાર આવ્યા અને બીજી વાર પણ તેમણે કહ્યું યોગેશભાઈ તૈયાર છો ને તૈયારી કરી દેજો.





















