શોધખોળ કરો

Gujarat Election 2022: છોટા ઉદેપુરમાં પીઠી ચોળેલી કન્યા ઢોલના તાલે વાજતે ગાજતે આવી મતદાન કરવા, કહી આ વાત

Gujarat Election 2022: છોટા ઉદેપુરના સંખેડના ક્લેડીયા ગામે લગ્ન પેહલા પીઠી ચોળેલી કન્યાએ મતદાન કર્યું હતું. લગ્ન મંડપથી મતદાન મથક પર ઢોલ શરણાઈના સુરે આવી તેણે મતદાન કર્યુ હતું.

Gujarat Election 2022:  ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આજે બીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. બીજા તબક્કાના મતદાનમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકોનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં 833 ઉમેદારો ચૂંટણી લડી રહ્યા છે. આ દરમિયાન છોટા ઉદેપુરના સંખેડના ક્લેડીયા ગામે લગ્ન પેહલા પીઠી ચોળેલી કન્યાએ મતદાન કર્યું હતું. લગ્ન મંડપથી મતદાન મથક પર ઢોલ શરણાઈના સુરે આવી તેણે મતદાન કર્યુ હતું. મેઘના દરજી નામની યુવતીના લગ્ન હોય અને પેહલી વખત મત આપતી હોવાથી તેણે મતદારો મહત્તમ મતદાન કરે માટે લગ્ન પેહલા મતના સૂત્ર સાથે મતદાન કર્યુ હતું.

નડિયાદમાં યુવકે પગથી મતદાન કરતાં કર્મચારીઓ પણ રહી ગયા દિગમૂઢ

નડિયાદમાં દિવ્યાંગ યુવક અંકિત સોનીએ પગથી મતદાન કર્યુ હતું. 25 વર્ષ પહેલા અંકિત સોનીને કરંટ લાગતા બંને હાથ કાપવા પડ્યા હતા. આજે વિધાનસભાની ચૂંટણીમાં અંકિત સોનીએ evm માં પગથી મતદાન કરતા હાજર કર્મચારીઓમાં આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આજે અંકિત સોની હિંમત હાર્યા વિના તમામ કામ પગથી કરે છે.

બપોરે 1 વાગ્યા સુધીમાં રાજ્યમાં કેટલું થયું મતદાન ?

બીજા તબક્કામાં બપોર એક વાગ્યા સુધીમાં રાજ્યમાં સરેરાશ 34.74 ટકા મતદાન થયું છે. સાબરકાંઠામાં સૌથી વધુ 39.72 ટકા અને સૌથી ઓછું મહિસાગરમાં 29.58 ટકા વોટિંગ થયું છે.

બીજા તબક્કામાં આજે આ બેઠકો પર થઈ રહ્યું છે મતદાન

  • બનાસકાંઠા જિલ્લો : બેઠકોના નામ : વાવ, થરાદ, ધાનેરા, દાંતા (ST), વડગામ (SC), પાલનપુર, ડીસા, દિયોદર, કાંકરેજ
  • પાટણ જિલ્લો : બેઠકોના નામ : રાધનપુર, ચાણસ્મા, પાટણ, સિદ્ધપુર
  • મહેસાણા જિલ્લો : બેઠકો : ખેરાલુ, ઉંઝા, વિસનગર, બેચરાજી, કડી, મહેસાણા, વિજાપુર
  • સાબરકાંઠા જિલ્લો : બેઠકોના નામ : હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા (ST), પ્રાંતિજ
  • અરવલ્લી જિલ્લો : બેઠકોના નામ : ભિલોડા (ST), મોડાસા, બાયડ
  • ગાંધીનગર જિલ્લો : બેઠકો: દહેગામ, ગાંધીનગર દક્ષિણ, ગાંધીનગર ઉત્તર, માણસા, કલોલ
  • અમદાવાદ જિલ્લો : બેઠકો: વિરમગામ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નારાણપુરા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર, બાપુનગર, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડિયા, મણિનગર, દાણીલીમડા, સાબરમતી, અસારવા, દસક્રોઈ, ધોળકા, ધંધુકા
  • આણંદ જિલ્લો : બેઠકો : ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ, સોજિત્રા
  • ખેડા જિલ્લો : બેઠકોના નામ : માતર, નડિયાદ, મહેમદાબાદ, મહુધા, ઠાસરા, કપડવંજ
  • મહીસાગર જિલ્લો : બેઠકોના નામ : બાલાસિનોર, લુણાવાડા, સંતરામપુર
  • પંચમહાલ જિલ્લો : બેઠકોના નામ :  શહેરા, મોરવાહડફ, ગોધરા, કાલોલ, હાલોલ
  • દાહોદ જિલ્લો : બેઠકો : ફતેપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા, દેવગઢ બારિયા
  • વડોદરા જિલ્લો : બેઠકોના નામ : સાવલી, વાઘોડિયા, ડભોઈ, વડોદરા શહેર (SC), સયાજીગંજ, અકોટા, રાવપુરા, માંજલપુર, પાદરા, કરઝણ
  • છોટાઉદેપુર જિલ્લો : બેઠકોના નામ: છોટાઉદેપુર, જેતપુર (ST)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Smart Meter: વીજગ્રાહકો માટે મોટા સમાચાર, હવે ગુજરાતમાં 1.20 કરોડ ઘરોમાં ફરજિયાત લાગશે સ્માર્ટ મીટર
Smart Meter: વીજગ્રાહકો માટે મોટા સમાચાર, હવે ગુજરાતમાં 1.20 કરોડ ઘરોમાં ફરજિયાત લાગશે સ્માર્ટ મીટર
Gujarat Rain: મહીસાગરમાં સતત ચોથા દિવસે વરસાદ, લુણાવાડા-સંતરામપુર અને કડાણામાં વરસાદી ઝાપટાં
Gujarat Rain: મહીસાગરમાં સતત ચોથા દિવસે વરસાદ, લુણાવાડા-સંતરામપુર અને કડાણામાં વરસાદી ઝાપટાં
Gujarat Rain: હવામાન વિભાગની મોટો આગાહી, આજે અમદાવાદ-વડોદરા, સુરત સહિત 16 જિલ્લાઓમાં વરસી શકે છે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગની મોટો આગાહી, આજે અમદાવાદ-વડોદરા, સુરત સહિત 16 જિલ્લાઓમાં વરસી શકે છે વરસાદ

વિડિઓઝ

આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Embed widget