Gujarat Assembly Election Result: 10 કે 11 ડિસેમ્બરે ગુજરાત સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાઇ શકે છે, PM મોદી થશે સામેલ
Gujarat Assembly Election Result: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમત સાથે ભાજપ આગળ વધી રહ્યો છે
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમત સાથે ભાજપ આગળ વધી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર,ગુજરાત સરકારનો શપથ ગ્રહણ સમારોહ ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઈ શકે છે. પીએમ મોદી પણ હાજર રહી શકે છે. જીતની ઉજવણી ગાંધીનગર કમલમમાં શરૂ થઈ ગઈ છે. માનવામાં આવે છે કે 11 ડિસેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શપથવિધિ યોજવામાં આવશે.
ગુજરાત ચૂંટણી પરિણામ લાઈવ જોવા અહીં ક્લિક કરો
Gujarat CM Bhupendra Patel and state BJP chief CR Paatil have sweets in celebration as the party sweeps the #GujaratAssemblyPolls
— ANI (@ANI) December 8, 2022
The Chief Minister is also leading from his constituency Ghatlodia by a margin of 1,07,960 votes. pic.twitter.com/9CAGPjMLsM
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલનાં ઘરે પહોંચ્યા છે. જ્યાં તેમણે એકબીજાને મીઠાઇ ખવડાવીને ખુશી વ્યક્ત કરી છે. જ્યાં કમલમમાં પણ ભવ્ય ઉજવણી થઇ રહી છે.
વાઘોડિયામાં ભાજપ, કોંગ્રેસ કે આપ નહીં અપક્ષનો થયો વિજય
ડોદરાના વાઘોડિયા વિધાનસભાના અપક્ષ ઊમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો ભવ્ય વિજય થયો છે. આ સીટ પરથી દંબગ મધુ શ્રીવાસ્તવે પણ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. વાઘોડિયામાં ભાજપે અશ્વિનભાઈ પટે, કોંગ્રેસ સત્યજીતસિંહ રાઠવા અને આમ આદમી પાર્ટીએ ગૌતમ રાજપૂતને ટિકિટ આપી હતી.
ભાજપની ભવ્ય જીતથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહે ગુજરાતમાં ભવ્ય વિજય બદલ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને ટેલીફોનના માધ્યમથી શુભેચ્છા પાઠવી છે. ચૂંટણી પંચની વેબસાઇટ મુજબ 182 સીટના વલણ સામે આવ્યા છે. જેમાં ભાજપ 154, આમ આદમી પાર્ટી 6, કોંગ્રેસ 18 અને અન્ય 4 સીટ પર આગળ છે. વોટ શેરની વાત કરીએ તો ભાજપને 53.3 ટકા, કોંગ્રેસને 26.8 ટકા અને આમ આદમી પાર્ટીને 12.8 ટકા વોટ શેર મળ્યો છે.
ગુજરાતમાં 27 વર્ષથી ભાજપની સરકાર છે
રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે. ગુજરાતમાં ભાજપનું અગાઉનું શ્રેષ્ઠ પ્રદર્શન 2002માં હતું, જ્યારે તેણે 182 સભ્યોની વિધાનસભામાં 127 બેઠકો જીતી હતી. ગુજરાતમાં પરંપરાગત રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા રહી છે, પરંતુ આ વખતે AAP મેદાનમાં ઉતરતા ત્રિકોણીય બની છે. જો કે, એક્ઝિટ પોલના અનુમાનમાં કહેવામાં આવ્યું છે કે ભાજપને મોટી જીત મળશે.