Gujarat Assembly Election Result: વિરમગામથી હાર્દિક પટેલનો ભવ્ય વિજય, વરાછાથી અલ્પેશ કથીરિયાને મળી હાર
Gujarat Assembly Election Result: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. ભાજપને અત્યાર સુધીના ઈતિહાસમાં સૌથી વધુ બેઠકો મળી રહી છે.
Gujarat Assembly Election Result:ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. ભાજપને અત્યાર સુધીના ઈતિહાસમાં સૌથી વધુ બેઠકો મળી રહી છે. ગુજરાતમાં 182 બેઠકોમાંથી 156, કોગ્રેસ 18 અને આપ પાંચ બેઠકો પર આગળ ચાલી રહ્યો છે. અમદાવાદની વિરમગામ બેઠક પર ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલની ભવ્ય જીત થઇ છે. જીત બાદ હાર્દિક પટેલે કહ્યું હતું કે આ બીજેપીના કામની જીત છે. અમે આગામી 20 વર્ષમાં થનારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરીશું. AAP સાથે કોઈ સ્પર્ધા નહોતી. વિરમગામ મતવિસ્તારના વધુ વિકાસ માટે મને જીતાડ્યો છે.
ગુજરાત ચૂંટણી પરિણામ લાઈવ જોવા અહીં ક્લિક કરો https://www.youtube.com/watch?v=Xsg9iKN_158
હાર્દિક પટેલની 51555 મતથી જીત થઇ છે. આ બેઠક પર બીજા નંબરે 47072 મત આમ આદમી પાર્ટીને મળ્યા હતા. વર્તમાન ધારાસભ્ય લાખાભાઇ ભરવાડની કારમી હાર થઇ છે. કોંગ્રેસ વિરમગામ બેઠક પર બીજું સ્થાન જાળવવામાં પણ નિષ્ફળ રહ્યું છે
It's a win of BJP's work, the removal of Art 370. We'll focus on the work to be done in next 20 yrs. There was no competition with AAP. Viramgam made Hardik Patel win for the further development of constituency: Hardik Patel, BJP#GujaratElectionResult pic.twitter.com/Jt6kwlfuva
— ANI (@ANI) December 8, 2022
વિરમગામ બેઠક સુરેન્દ્રનગર લોકસભા વિસ્તાર હેઠળ આવે છે. આ બેઠક જનરલ ગ્રામ્ય કેટેગરી હેઠળ આવે છે. 2022ની ચૂંટણીમાં વિરમગામ બેઠક પર કુલ 198488 લોકોએ મતદાન કર્યું હતું. જ્યારે ટકાવારી પ્રમાણે 65.57 ટકા મતદાન નોંધાયું હતું.
BJP's Bhupendra Patel to take oath as chief minister of Gujarat for the second time on 12th December. pic.twitter.com/wK3tXJxFYA
— ANI (@ANI) December 8, 2022
બીજી તરફ વરાછા બેઠક પરથી આપના ઉમેદવાર અલ્પેશ કથીરિયાની હાર થઇ હતી. કુમાર કાનાણીની આ બેઠક પરથી જીત થઇ છે.
Gujarat CM will take oath at 2pm on 12th December. PM Modi and Union Home Minister Amit Shah will take part in the oath ceremony: State BJP Chief CR Patil pic.twitter.com/xEaCv7GaUo
— ANI (@ANI) December 8, 2022