શોધખોળ કરો

Gujarat Government Formation: ભૂપેન્દ્ર પટેલે બીજી વખત લીધા CM પદના શપથ, જાણો કયા પડકારોનો કરવો પડશે સામનો ?

Gujarat CM: મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે ચૂંટણી વચનો પૂરા કરવા માટે ભંડોળ એકત્ર કરવું પડશે. ભાજપે પોતાના ચૂંટણી વચનો પૂરા કરવા માટે વાર્ષિક કેટલાય હજાર કરોડ ખર્ચવા પડશે.

Bhupendra Patel Oath Taking: ભૂપેન્દ્ર પટેલે આજે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે બીજી વખત શપથ લીધા. આચાર્ય દેવવ્રતે તેમને શપથ લેવડાવ્યા હતા. ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની ભાજપ સરકાર માટે સૌથી મોટો પડકાર પાયાના સ્તરે કામ કરવાનો અને સંકલ્પ પત્રની જાહેરાતોને પૂર્ણ કરવાનો રહેશે. મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે ચૂંટણી વચનો પૂરા કરવા માટે ભંડોળ એકત્ર કરવું પડશે. ભાજપે પોતાના ચૂંટણી વચનો પૂરા કરવા માટે વાર્ષિક કેટલાય હજાર કરોડ ખર્ચવા પડશે. ગુજરાત પહેલાથી જ દેવાના બોજાથી દબાયેલું છે. ભાજપ દ્વારા ચૂંટણી વચનો સમયસર પૂરા કરવા એ મોટો પડકાર છે. આવો અમે તમને ભાજપ દ્વારા ચૂંટણી દરમિયાન કરવામાં આવેલા કેટલાક ચૂંટણી વચનો વિશે જણાવીએ.

  • એન્ટી રેડિક્લાઈઝેશન સેલ
  • ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ કમિટીની ભલામણોનો અમલ
  • ગુજરાતને $1 ટ્રિલિયનનું અર્થતંત્ર બનાવવું
  • પશ્ચિમ ભારતના સૌથી મોટા આધ્યાત્મિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવા માટે દેવભૂમિ દ્વારકા કોરિડોરનું નિર્માણ
  • એગ્રી-માર્કેટિંગ ઇન્ફ્રા માટે 10,000 કરોડ
  • 'ગુજરાત ઓલિમ્પિક મિશન'ના ઉદ્દેશ્ય સાથે વિશ્વ કક્ષાની રમતગમતની માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરવું અને ગુજરાતમાં 2036ની ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવું.
  • રાજ્યની તમામ છોકરીઓ માટે કેજીથી પીજી સુધીનું શિક્ષણ મફત છે
  • રાજ્યમાં 20 લાખ નવી રોજગારી સર્જન
  • મહિલાઓ માટે એક લાખ સરકારી નોકરીઓ

ગુજરાતના દેવામાં થયો વધારો

આ તમામ ચૂંટણી વચનો પૂરા કરવા માટે ભાજપે દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચવા પડશે, પરંતુ કોમ્પ્ટ્રોલર ઑફ ઑડિટર જનરલ (CAG)ના રિપોર્ટમાં જણાવાયું છે કે વર્ષ 2016-17માં ગુજરાત સરકાર પર લગભગ 2.5 લાખ કરોડ રૂપિયાનું દેવું હતું. 2022માં તે વધીને સાડા ત્રણ લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગયું છે. આવી સ્થિતિમાં સરકાર સમક્ષ પ્રથમ પ્રાથમિકતા રાજ્યનું વધતું દેવું ઘટાડીને તેના ચૂંટણી વચનો પૂરા કરવાની રહેશે.

ગુજરાતમાં રોજગારની સ્થિતિ

ભાજપે ગુજરાતમાં 20 લાખ નવી નોકરીઓ ઉભી કરવાની વાત કરી છે. ગુજરાત સરકારના આર્થિક સર્વે મુજબ ઓક્ટોબર 2021 સુધીમાં રોજગાર કચેરીમાં 3.72 લાખ લોકોએ નોંધણી કરાવી હતી, જેમાંથી 3.53 લાખ લોકો સ્નાતક હતા. ગયા વર્ષે ઓક્ટોબર સુધીમાં 2.60 લોકોએ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં નામ નોંધાવ્યા હતા, જેમાંથી 83 ટકા એટલે કે 2.17 લાખ લોકોને રોજગાર મળ્યો હતો.

આ વખતે ભાજપે એક લાખ મહિલાઓને સરકારી નોકરી આપવાનું વચન આપ્યું છે. આટલી મોટી સંખ્યામાં મહિલાઓ માટે સરકારી નોકરીની વ્યવસ્થા કરવી અને તેના માટે ભંડોળની વ્યવસ્થા કરવી એ ભાજપ સરકાર સમક્ષ મોટો પડકાર હશે. એટલે કે ભાજપ સરકારે આગામી પાંચ વર્ષમાં મહિલાઓ માટે દર વર્ષે 20,000 નોકરીઓ ઉભી કરવી પડશે.

હેલ્થ સિસ્ટમની સ્થિતિ

દેશમાં કોરોના કાળથી તમામ રાજ્યોમાં આરોગ્ય ક્ષેત્ર પર ભાર મૂકવામાં આવ્યો છે. ગુજરાતમાં હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અગાઉની સરખામણીએ વધ્યું છે. 2017માં ગુજરાતમાં મેડિકલ કોલેજોની સંખ્યા 24 હતી જે વધીને 2021માં 31 થઈ ગઈ છે. બીજી તરફ, 2016-17માં ગુજરાતનું આરોગ્ય બજેટ રૂ. 6,500 કરોડ હતું, જ્યારે 2022-23માં તે વધારીને રૂ. 12,200 કરોડ કરવામાં આવ્યું હતું.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે ગુજરાતમાં આયુષ્માન ભારત યોજના શરૂ કરવામાં આવી હતી, આ યોજના હેઠળ અત્યાર સુધી માત્ર 5 લાખ રૂપિયાનું હેલ્થ કવરેજ મળતું હતું, જે વધારીને 10 લાખ રૂપિયા કરવામાં આવશે. આવી સ્થિતિમાં ભાજપ સરકારે આરોગ્ય ક્ષેત્રે ખર્ચેલા બજેટને પણ ધ્યાનમાં રાખવું પડશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget