શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં નરેન્દ્ર મોદી સિવાય બીજા ક્યા મુખ્યપ્રધાને કરી છે પાંચ વર્ષની ટર્મ પૂરી ? કોણ 4 વર્ષ ટક્યું ?
ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 7 ઓગસ્ટે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચાર વર્ષ પૂરાં કર્યાં છે. આ સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સતત ચાર વર્ષ પૂરા કરનારા તેઓ પાંચમા મુખ્યમંત્રી બની ગયા છે.
અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રીપદે અત્યાર સુધીમાં 16 મહાનુભાવો આવી ગયા પણ માત્ર બે જ મુખ્યમંત્રી એવા છે કે જેમણે મુખ્યમંત્રીપદે પોતાની 5 વર્ષની આખી ટર્મ પૂરી કરી હોય જ્યારે 5 વર્ષની બે ટર્મ પૂરી કરનારા તો નરેન્દ્ર મોદી એક માત્ર મુખ્યમંત્રી છે. પોતાની 5 વર્ષની ટર્મ પૂરી કરનારા ગુજરાતના બીજા મુખ્યમંત્રી કોંગ્રેસના માધવસિંહ સોલંકી છે.
માધવસિંહ સોલંકીએ 1980થી 1985 દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સળંગ 5 વર્ષ શાસન કર્યું હતું. માધવસિંહ સોલંકી 7 જૂન 1980થી 10 માર્ચ 1985 દરમિયાન એટલે કે 4 વર્ષ 9 મહિના 3 દિવસ માટે મુખ્યમંત્રી હતા. તેમણે સમયની રીતે પાંચ વર્ષ શાસન ના કર્યું પણ આખી ટર્મ ગાદી પર રહ્યા એ જોતાં ગુજરાતમાં સળંગ 5 વર્ષની ટર્મ પૂરી કરનારા માધવસિંહ સોલંકી પહેલા મુખ્યમનંત્રી હતા.
નરેન્દ્ર મોદીએ માધવસિંહ સોલંકીનો એ રેકોર્ડ તોડ્યો હતો. નરેન્દ્ર મોદીએ પહેલી વાર 2002થી 2007 દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સળંગ 5 વર્ષ શાસન કર્યું હતું. એ પછી મોદીએ 2007થી 2007 દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સળંગ 5 વર્ષ શાસન કરીને પોતાની બીજી ટર્મ પૂરી કરી હતી. મોદી 2012માં સળંગ ત્રીજી ટર્મ માટે પણ મુખ્યમંત્રી નિમાયા હતા પણ 2014ની લોકસભા ચૂંટણીમાં મોદીના નેતૃત્વમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતાં મોદી દેશના વડાપ્રધાન બન્યા તેથી તેમણે મુખ્યમંત્રીપદ છેડી દીધું. નરેન્દ્ર મોદી 22 ડિસેમ્બર 2002થી 22 મે 2014 સુધી એટલે કે સળંગ 11 વર્ષ અને 5 મહિના માટે ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા. ગુજરાતના ઈતિહાસમાં સૌથી લાંબો સમય મુખ્યમંત્રીપદે રહેવાનો રેકોર્ડ પણ મોદીના નામે છે.
ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 7 ઓગસ્ટે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચાર વર્ષ પૂરાં કર્યાં છે. આ સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સતત ચાર વર્ષ પૂરા કરનારા તેઓ પાંચમા મુખ્યમંત્રી બની ગયા છે. આ પહેલાં હિતેન્દ્ર દેસાઈ, માધવસિંહ સોલંકી, અમરસિંહ સોલંકી અને નરેન્દ્ર મોદી એ ચાર જ એવા મુખ્યમંત્રીઓ આવ્યા કે જેમણે સળંગ ચાર વર્ષ સત્તા ભોગવી હોય.
ગુજરાત પહેલાં મુંબઈ સ્ટેટનો હિસ્સો હતું. મુંબઈ સ્ટેટના વિભાજન પછી ગુજરાતની 1 મે 1960ના રોજ સ્થાપના થઈ. ગુજરાતની સ્થાપનાથી અત્યાર સુધી ગુજરાતમાં કુલ 16 મુખ્યમંત્રી આવી ગયા છે. આ 16 મુખ્યમંત્રીમાંથી ચાર જ મુખ્યમંત્રી એવા છે જેઓ પોતાના કાર્યકાળમાં સતત ચાર વર્ષ પૂરાં કરી શક્યા છે. રૂપાણીનાં પુરોગામી આનંદીબહેન પટેલે 22 મે 2014થી 7 ઓગસ્ટ 2016 એમ કુલ 2 વર્ષ અને 77 દિવસ ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ સંભાળ્યો હતો.
આનંદીબેનના સ્થાને 7 ઓગસ્ટથી 2016થી વિજય રૂપાણી મુખ્યમંત્રી તરીકેની જવાબદારી અદા કરી રહ્યા છે. સળંગ ચાર વર્ષ પૂરાં કરનારા મુખ્યમંત્રીઓમાં માધવસિંહ સોલંકી અને નરેન્દ્ર મોદી સિવાય હિતેન્દ્ર દેસાઇ 3 એપ્રિલ 1967થી 12 મે 1971 (4 વર્ષ, 1 મહિના, 9 દિવસ) તથા અમરસિંહ ચૌધરી 6 જુલાઇ 1985થી 9 ડિસેમ્બર 1989 (4 વર્ષ, 5 મહિના, 3 દિવસ) દરમિયાન મુખ્યમંત્રી હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
શિક્ષણ
દેશ
Advertisement