શોધખોળ કરો

C.R. પાટિલ કેમ અચાનક ખોડલધામ પહોંચ્યા ? આકસ્મિક મુલાકાત અંગે કર્યો શું મોટો દાવો ?

પાટીલે જણાવ્યું હતું કે, ખોડલધામનો 21  જાન્યુઆરીએ પાટોત્સવ છે. આ પાટોત્સવ પહેલાં મા ખોડલના દર્શન માટે સુરતના ગોપાલભાઈએ ચમારડી ખાતેથી પદયાત્રા યોજી હતી.

રાજકોટઃ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે લેઉઆ પાટીદારોનાં કુળદેવી મા ખોડલના ધામ ખોડલધામની ઓચિંતી મુલાકાત લઈને આશ્ચર્ય સર્જ્યું હતું. ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પાટીલનું સ્વાગત કર્યું હતું.

જો કે પાટીલે પોતાની મુલાકાત આકસ્મિક નહીં હોવાનો દાવો કર્યો હતો. પાટીલે જણાવ્યું હતું કે, ખોડલધામનો 21  જાન્યુઆરીએ પાટોત્સવ છે. આ પાટોત્સવ પહેલાં મા ખોડલના દર્શન માટે સુરતના ગોપાલભાઈએ ચમારડી ખાતેથી પદયાત્રા યોજી હતી. આ પદયાત્રાના સ્વાગત માટે હું અને નરેશભાઇ પટેલ લીલાખામાં સાથે હતા. પદયાત્રાના સ્વાગત બાદ અમે ખોડલમાતાના દર્શને આવ્યા છીએ. આ મારી અણધારી મુલાકાત નથી પણ મારા કાર્યક્રમમાં તેનો સમાવેશ કરાયો જ હતો.

પાટીલે જણાવ્યું કે, ઘણા દિવસ પહેલાંથી જ નક્કી હતું કે, ચમારડી ગોપાલભાઇના કાર્યક્રમમાં જવું અને ત્યાંથી અહીં દર્શને આવવું. ખોડલધામમાં માના આશિર્વાદ લઈને પ્રસાદ લઇને જવું ત્યાં સુધી નક્કી હતું.

ખોડલધામમાં સી.આર.  પાટીલે મા ખોડલના દર્શન કરી પ્રસાદ પણ લીધો હતો. પાટીલ સાથે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ, ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ ડો.ભરત બોઘરા, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયા સહિતના ભાજપના આગેવાનો જોડાયા હતા. ખોડલધામમાં નરેશ પટેલે પાટીલનું સ્વાગત કર્યું હતું અને ખોડલધામનો ખેસ પહેરાવ્યો હતો.

પાટીલે કહ્યું હતું કે, ખોડલધામના પાટોત્સવની તૈયારી થઈ રહી છે તે નિહાળીને આનંદ થયો.  ખૂબ ભવ્ય તૈયારી ચાલી રહી છે અને આ કાર્યક્રમ પણ ભવ્ય હશે તેની મને ખાતરી છે. પાટીલે હેલિકોપ્ટર મારફત ગોંડલ એસઆરપીગ્રાઉન્ડ હેલિપેડ ખાતે ઉતરાણ કર્યું હતું.  ભાજપના આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત પછી પાટીલ કારમાં લીલાખા પહોંચ્યા હતા. સ્વાગત બાદ તેમણે ખોડલધામની ઓચિંતી મુલાકાત લીધી હતી.

 છેલ્લા ત્રણ દિવસથી પાટીલ સૌરાષ્ટ્રની મુલાકાતે છે.   શુક્રવારે જ રાજકોટમાં મુખ્યમંત્રીના  રોડ શોમાં તેમણે હાજરી આપી હતી. એ પછી જામનગરના જામ ખંભાળિયામાં ભૂચરમોરીની શૌર્યકથામાં હાજરી આપી હતી.   શનિવારે હળવદમાં પ્રજાપતિ સમાજમાં હાજરી આપી હતી. 

આ પણ વાંચો..........

CDS Bipin Rawat : બિપિન રાવતના હેલિકૉપ્ટર ક્રેશનું શું છે કારણ, સામે આવી મોટી જાણકારી

IPO 2022: આ વર્ષે આવશે અનેક આઇપીઓ, જાણો શું કહે છે એક્સપર્ટ

નવા વર્ષે OTT પર ધૂમ મચાવવા આવી રહી છે આ 16 મોટી ફિલ્મો, જાણો હૉટસ્ટારથી લઇને નેટફ્લિક્સ સુધીનુ લિસ્ટ..............

વર્ષ 2022માં આ રાશિના લોકો પર શનિ દેવની રહેશે કૃપા

UPI Payment: ઇન્ટરનેટ વિના કેવી રીતે કરશો UPIથી પૈસા ટ્રાન્સફર, આ છે આખી પ્રક્રિયા

ટોપ સ્ટોરી

Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Gujarat Rain: રાજ્યમાં એક સપ્તાહ સુધી સામાન્ય વરસાદની આગાહી, એકસાથે ચાર વરસાદી સિસ્ટમ થઇ સક્રિય
Gujarat Rain: રાજ્યમાં એક સપ્તાહ સુધી સામાન્ય વરસાદની આગાહી, એકસાથે ચાર વરસાદી સિસ્ટમ થઇ સક્રિય
Banaskantha: બાદરગઢ ગામમાં સરપંચે લગાવ્યો નાસ્તાના પડીકા પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારને 1 હજારનો દંડ
Banaskantha: બાદરગઢ ગામમાં સરપંચે લગાવ્યો નાસ્તાના પડીકા પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારને 1 હજારનો દંડ
સાબરકાંઠામાં બાળ તસ્કરી કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, પૂછપરછમાં થયા ચૌંકાવનારા ખુલાસા
સાબરકાંઠામાં બાળ તસ્કરી કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, પૂછપરછમાં થયા ચૌંકાવનારા ખુલાસા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
Embed widget