શોધખોળ કરો
Advertisement
કોણ છે ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ? જાણો તેમના વિશે
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના નવા પ્રમુખ તરીકે નવસારીના સાંસદ સી.આર પાટીલની નિમણૂક કરવામાં આવી છે.
સુરત: સી.આર. પાટીલનું આખું નામ ચંદ્રકાંત રઘુનાથ પાટીલ છે. આખો દેશ તેમને સી.આર.પાટીલના નામથી જ ઓળખે છે. નવસારી લોકસભા વિસ્તારમાંથી ત્રીજી વખત સાંસદ બનેલા સી.આર.પાટીલ પોતાના મતદારોમાં લોકપ્રિયતા એટલી પ્રચંડ છે કે ગત લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ લીડથી જીત મેળવનારમાં એમનો ક્રમ સમગ્ર દેશમાં ત્રીજો હતો. પોતાની ઓફિસમાં આઈ.એસ.ઓ. લેનાર સી.આર. પાટીલ સમગ્ર દેશના પ્રથમ સાંસદ છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના નવા પ્રમુખ તરીકે નવસારીના સાંસદ સી.આર પાટીલની નિમણૂક કરવામાં આવી છે.
એકદમ સામાન્ય પરિવારના રઘુનાથજી પાટીલ અને સરુબાઈ પાટીલના ઘરે 16 માર્ચ 1955ના રોજ મહારાષ્ટ્રના જલગાંવ નજીક એદલાબાદના પીંપરી-અકારાઉત ખાતે સી.આર.પાટીલનો જન્મ થયો હતો. શાળાકીય શિક્ષણ દક્ષિણ ગુજરાતમાં વિવિધ સ્થળે લીધું હતું. છેલ્લે સુરતની આઈટીઆઇમા અભ્યાસ કર્યો હતો.
વર્ષ 1975માં પિતા અને આસપાસના અનેક લોકોને જોઈને ગુજરાત પોલીસમાં જોડાયા હતા. સરકારી નોકરીમાં એમની અંદર રહેલા નેતૃત્વ અને સંગઠનના ગુણના કારણે અનેક સંઘર્ષ અને તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. પોલીસની નોકરી કરતા લોકોનું કોઈ સંગઠન હતું નહિ. પોલીસની નોકરી કરતા લોકોના પ્રશ્નોને કોઈ ઉજાગર કરતુ નહી. એ મુદ્દો લઈને સી.આર.પાટીલે 1984 મા પોલીસ કર્મચારીઓનું યુનિયન બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સરકારને આ ગમ્યું નહિ અને સી.આર.પાટીલ સામે સસ્પેન્શનનો કોરડો વીંઝ્યો હતો.
પોતાના સહ-પોલીસકર્મીની ભલાઈ માટે અને એમને થતા અન્યાય સામે અવાજ ઉઠાવતા સી.આર.પાટીલએ પોતાની સરકારી નોકરી છોડી દીધી અને સંઘર્ષનો માર્ગ લીધો હતો. એમની અંદર રહેલા નેતૃત્વ અને સંગઠનના ગુણ પ્રથમ વખત સામે આવ્યા. એ પછી જીવન સંઘર્ષ તો ચાલુ રહ્યો.
સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ અને ગોવિંદા સમિતિની સ્થાપનામાં એમની ભૂમિકા પાયાના પથ્થરની છે. આજ નહિ આના જેવા અનેક પ્રકારના વ્યવસાયિક અને સામાજિક સંગઠનોની રચના અને સંચાલનની જવાબદારી નિભાવી ચુક્યા છે. સામાજિક કાર્યોમાં એ સદા અગ્રેસર રહ્યા છે. વર્ષ 1991મા નવગુજરાત ટાઈમ્સ નામના દૈનિકની શરૂઆત કરી ત્યારે અખબારી જગતમાં અનેક કંપનો સર્જાયેલા. પત્રકારત્વની આગવી ભૂમિકા સાથે શરુ થયેલા આ અખબારે અનેક પત્રકારોનું ઘડતર કર્યુ હતું. એવી જ રીતે ચેનલ આઈવિટનેસનું નામ પણ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જાણીતું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
Advertisement