આવતીકાલે 28 માર્ચથી ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા, જાણો ધ્યાનમાં રાખવાની બાબતો
આવતીકાલથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા શરુ થઈ રહી છે. આ વખતે અંદાજે કુલ 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.

Background
આવતીકાલથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા શરુ થઈ રહી છે. આ વખતે અંદાજે કુલ 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે 28 માર્ચથી શરુ થઈ રહેલી આ પરીક્ષા 9 એપ્રિલ સુધી ચાલશે. જ્યારે ધોરણ 12ના વિવિધ પ્રવાહના વિદ્યાર્થીઓ માટે 12 એપ્રિલ સુધી પરીક્ષા ચાલશે. બોર્ડની પરીક્ષા આપવા માટે હાલ વિદ્યાર્થીઓએ સંપુર્ણ તૈયારીઓ કરી લીધી છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપશે.
પેપર પૂર્ણ થાય પછી લાંબી ચર્ચાઓ ટાળવી
જે વિષયનું પેપર પૂર્ણ થાય તે બાદ તેના વિશે ઘણી ચર્ચાઓ ના કરવી જોઈએ. શું સારું રહ્યું અને શું ખરાબ રહ્યું તેના વિશે વિચારવા કરતાં હવે કયા વિષયનું પેપર છે તેના પર ધ્યાન આપવું જોઈએ. બાકી રહેલા પેપર પર ખરાબ ગયેલા પેપરની કોઈ અસર ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું
કોઈ પ્રશ્નનો જવાબ લખવાનો છુટી ના જાય
પેપર પૂર્ણ થાય ત્યારે વિદ્યાર્થીએ એક વાર ચકાસી લેવું જોઈએ કે કોઈ પ્રશ્નનો જવાબ લખવાનો છુટી ના જાય.





















