શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં કોંગ્રેસના ક્યા ધારાસભ્ય 52 કરોડ રૂપિયા લઈને ભાજપમાં ગયા હોવાનો ચાવડાએ કર્યો આક્ષેપ ?
ચાવડાએ કોંગ્રેસના અન્ય ધારાસભ્યો રાજીનામા આપીને પક્ષપલ્ટો કરીને ભાજપમાં જોડાયા અને ફરી ટિકીટ પર ચૂંટણી લડી રહ્યા છે તેમના પર પણ કરોડો રૂપિયામાં સોદો કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે.
કરજણઃ ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાને કારણ યોજાઈ રહી છે. આ પેટાચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે કે, કરજણ બેઠક પરથી રાજીમાનું આપીને ભાજપના ઉમેદવાર તરીકે ફરી ચૂંટણી લડી રહેલા અક્ષય પટેલે ભાજપ પાસેથી 52 કરોડ રૂપિયા લીધા હતા.
કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પક્ષપલ્ટો કરનાર અક્ષય પટેલ સામે રૂપિયા 52 કરોડથી વધુમાં વેચાયાનો આક્ષેપ મૂકતાં ચાવડાએ જણાવ્યું કે આજે દરેક ગુજરાતીઓના મનમાં એક જ સવાલ છે કે આ ચૂંટણી કેમ આવી? તેના પાછળનું કારણ ભાજપ છે કેમ કે ભાજપે જનતા સાથે દ્રોહ કર્યો છે. ભાજપના ખરીદ – વેચાણના કારણે પેટાચૂંટણી યોજાઈ રહી છે અને પ્રજા પર બોજ આવ્યો છે.
ચાવડાએ કોંગ્રેસના અન્ય ધારાસભ્યો રાજીનામા આપીને પક્ષપલ્ટો કરીને ભાજપમાં જોડાયા અને ફરી ટિકીટ પર ચૂંટણી લડી રહ્યા છે તેમના પર પણ કરોડો રૂપિયામાં સોદો કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે.
અમિત ચાવડાએ ઉમેર્યું કે, ભાજપના ખરીદ વેચાણના કારણે આજે પેટા ચૂંટણી આવી છે અને જનતાના રૂપિયાનો બગાડ થઈ રહ્યો છે. અક્ષય પટેલ 52 કરોડથી વધુમાં વેચાયા છે. ભાજપને અક્ષર પટેલને લેવાથી 52 કરોડથી વધુ લાભ થયો હશે એટલે તેઓ ત્યાં ગયા. આ વેચાયેલા ધારાસભ્યોઓએ જનતા સાથે દ્રોહ કર્યો છે. તેમને જનતા ક્યારેય માફ નહીં કરે. અક્ષય પટેલને ખેડૂતોની ચિંતા હોત તો પક્ષપલટો ના કરત.
અક્ષર પટેલે પોતે 12-15 કરોડ લઈને રાજીનામુ આપ્યુ હોવાનું નકારીને કહ્યું હતું કે, લોકસભા ચૂંટણી સમયે મને 50-52 કરોડની ઓફર થઈ હતી અને તે સમયે વેચાયો ન હતો તો 15 કરોડમાં કઈ રીતે વેચાઈ શકું ? તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના કેટલાક નેતા તે સમયે અન્ય લોકો સાથે મને મળ્યા હતા અને 50-52 કરોડ લઈને રાજીનામુ આપવા જણાવ્યું હતું પણ હું તૈયાર નહોતો કેમ કે હું વેચાઉં તેવો નથી. મારા મતવિસ્તારના લોકોના કામ થાય તે માટે હું ભાજપ સાથે ગયો છું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દુનિયા
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement
gujarati.abplive.com
Opinion