શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકો માટે ક્યારે છે મતદાન અને મતગણતરી ? ઉમેદવારીપત્રો ક્યારથી ભરાશે ? જાણો સંપૂર્ણ કાર્યક્રમ
ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો માટેની પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેરાત કરેલા કાર્યક્રમ પ્રમાણે ગુજરાતમાં 3 નવેમ્બરે મતદાન થશે
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો માટેની પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેરા કરેલા કાર્યક્રમ પ્રમાણે ગુજરાતમાં 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે. ગુજરાતમાં ગઢડા, કપરાડા, લીંબડી, અબડાસા, ડાંગ, મોરબી, ધારી અને કરજણ એ આઠ બેઠકો માટે મતદાન થશે.
આ બેઠકો માટેનું જાહેરનામું આજે 29 સપ્ટેમ્બરે પ્રસિધ્ધ થઈ ગયું છે. ઉમેદવારી નોંધાવવાની શરૂઆત 16 ઓક્ટોબરથી થશે જ્યારે 19 ઓક્ટોબરે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ છે. 3 નવેમ્બરે મતદાન થશે જ્યારે 10 નવેમ્બરે મતગણતરી થશે.
ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકોની પેટા ચૂંટણીની આજે જાહેરાત થતાં ગુજરાતના મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસે પણ પુરજોશમાં બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. ગુજરાત વિધાનસભાની ગઢડા, લીંબડી, ડાંગ, ધારી, કરજણ, મોરબી, અબડાસા અને કપરાડા આ આઠ બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે.
અગાઉ આ આઠ બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હતો પતેથી કૉંગ્રેસ દ્વારા આ બેઠકો ના સક્ષમ ઉમેદવારની શોધ ચલાવવામાં આવી રહી છે. આ માટે બેઠક દીઠ આગેવાનોને જવાબદારી સોંપવામાં આવી હતી જેની પ્રાથમિક ત્રણ નામોની યાદી હાઈકમાન્ડ સમક્ષ મોકલી આપવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
બિઝનેસ
દેશ
Advertisement