Gujarat Bypolls 2025 live updates: વિસાવદરમાં 43 ટકા અને કડીમાં 39 ટકા મતદાન, મતદારોમાં જબરદસ્ત ઉત્સાહ
gujarat bypolls 2025 live updates: વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આજે મતદાન યોજાશે
LIVE

Background
gujarat bypolls 2025 live updates: વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આજે મતદાન યોજાશે. વિસાવદરમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ,કૉંગ્રેસના નીતિન રાણપરિયા અને AAPના ગોપાલ ઇટાલિયા વચ્ચે ટક્કર જોવા મળશે. 297 મતદાન મથકો પર બે લાખ, 61 હજાર મતદારો મતદાન કરશે. મતદાનને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે.
મતદાન મથકો પર મતદાન માટેની મશીનરી અને પોલિંગ સ્ટાફ પહોંચી ચૂક્યો છે. સવારે 7 વાગ્યે મતદાન શરુ થશે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે વિસાવદરમાં 800થી વધુ પોલીસકર્મીઓ, SRPની 3 ટીમ અને CRPFના જવાનોને તૈનાત કરાયા છે.
વિસાવદરમાં 2 લાખ, 60 હજાર મતદારો છે. જેમાં 1 લાખ, 30 હજાર લેઉવા પટેલ મતદારો છે. તો 21 હજાર દલિત અને 20 હજાર કોળી મતદારો છે. વિસાવદરની પેટા ચૂંટણી માટે ચૂંટણી પંચે ગ્રીન ઇલેક્શનની થીમ અપનાવી છે. પ્રથમવાર મતદાન કરનારા 100 મતદારોને રોપાનું વિતરણ કરાશે. તો કડી વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મળી કુલ આઠ ઉમેદવાર મેદાનમાં છે. એક હજાર 620 કર્મચારીઓ ચૂંટણીમાં ફરજ બજાવશે.
કડીમાં બપોરે 1 વાગ્યા સુધીમાં 36 ટકા મતદાન
હાલના સમાચાર પ્રમાણે અત્યાર સુધીમાં કડીમાં 39 ટકા મતદાન છે. વરસાદી માહોલના કારણે શરૂઆતમાં કડીમાં મતદાન ધીમું રહ્યું છે. મોટી સંખ્યામાં મહિલા મતદારો મતદાન કરવા પહોંચ્યા હતા.
વિસાવદરમાં 43 ટકા મતદાન થયું
વિસાવદરમાં અત્યાર સુધીમાં વિસાવદરમાં 43 ટકા મતદાન થયું છે. પે સેન્ટર કુમાર શાળામાં 2 મતદાન બુથ પર સૌથી ઓછું મતદાન થયુ છે. બુથ નંબર 246માં કુલ 874 મતદારો પૈકી 229 લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. બુથ નંબર 238માં કુલ 1,123 મતદારો પૈકી 336 લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો. ગ્રામીણ વિસ્તારની સરખામણીએ શહેરી વિસ્તારમાં ઓછું અને ધીમું મતદાન થઇ રહ્યું છે. ભેંસાણ તાલુકાના ગામોમાં જબરદસ્ત મતદાન થઈ રહ્યું છે.





















