શોધખોળ કરો
Advertisement
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ ક્યારે જાહેર કરી શકે છે ઉમેદવાર ? સીટિંગ કોર્પોરેટરને રિપીટ કરાશે કે પછી......
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ દરેક પક્ષો મુરતિયા પસંદ કરવામાં લાગી ગયા છે. 6 મહાપાલિકાની ચૂંટણીના મોટાભાગના ઉમેદવાર આજે કોંગ્રેસ નક્કી કરશે.
અમદાવાદ: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ દરેક પક્ષો મુરતિયા પસંદ કરવામાં લાગી ગયા છે. આ દરમિયાન આજે ઉમેદવાર પસંદ કરવા અંગે કોંગ્રેસની મહત્વની બેઠક યોજાશે. કોંગ્રેસના નેતાઓ 6 મહાપાલિકાના ઉમેદવાર પસંદ કરશે.
કોંગ્રેસ પ્રભારી, પ્રમુખ અને વિપક્ષ નેતા આજે 6 મહાનગરના નિરીક્ષકો અને શહેરના અગ્રણી નેતાઓ સાથે બેઠક કરશે. જેમાં સીટિંગ કોર્પોરેટરને રિપીટ કરવા કે ન કરવા તે અંગે નિર્ણય લેવાઇ શકે છે. 6 મહાપાલિકાની ચૂંટણીના મોટાભાગના ઉમેદવાર આજે કોંગ્રેસ નક્કી કરશે. પ્રથમ તબક્કાના ઉમેદવાર કોંગ્રેસ કાલે સાંજે કે મોડી રાત્રે જાહેર કરી શકે છે.
રાજ્યની 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજવાની જાહેરાત ચૂંટણીપંચે 23 જાન્યુઆરીના રોજ કરી હતી. 6 મહાનગરપાલિકા અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરત અને વડોદરા માટે 21 ફેબ્રુઆરી અને નગરપાલિકા-જિલ્લા-તાલુકા પંચાયતો માટે 28 ફેબ્રુઆરીએ સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. 6 મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામો જાહેર થશે.
નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતોની મતગણતરી તથા પરિણામ 2જી માર્ચે જાહેર થશે. મહાનગરપાલિકા, નગરપાલિકા, પંચાયતોમાં કુલ 6577 વોર્ડ અને 9094 બેઠકો માટે 4.09 કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion