Gujarat Lockdown Update: રાજ્યમાં લોકડાઉન લગાવાશે કે નહીં ? CM રૂપાણીએ કહી આ મોટી વાત
Gujarat Lockdown Update:રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વકર્યો છે અને રાજ્યમાં દરરોજ એક હજારથી વધુ કોરોનાના નવા કેસ નોંધાઇ રહ્યા છે ત્યારે રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગે તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. જેના પરિણામે રાજ્યમાં ફરી લોકડાઉન નાંખવામાં આવી શકે છે તેવી અટકળો શરૂ થઈ હતી. જોકે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ વાતને રદિયો આપ્યો હતો.
લોકડાઉનને લઈ શું બોલ્યા રૂપાણી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં કોઈપણ પ્રકારનું લોકડાઉન નહીં લગાવવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હાલ જ્યાં રાત્રી કર્ફ્યૂ અમલી છે તે સિવાય વધારાનો ક્યાંય કર્ફ્યૂ નહીં નાંખવામાં આવે. વધતા કોરોના સંક્રમણને લઈ રાજ્ય સરકારે તમામ જાહેર કાર્યક્રમો રદ્દ કર્યા છે. લોકોએ કોરોનાથી ડરવાની નહીં પણ સાવચેત રહેવાની જરૂર છે. ગુજરાત બહારથી આવતાં લોકોનું સ્ક્રીનિંગ થઈ રહ્યું છે.
સંક્રમણ ફેલાવાનું કારણ માત્ર ચૂંટણી નથીઃ રૂપાણી
સંક્રમણ ફેલાવાનું કારણ માત્ર ચૂંટણી ન હોવાનો પણ મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો. તેમણે કહ્યું જે રાજ્યોમાં ચૂંટણી નથી ત્યાં પણ સંક્રમણ ફેલાયું છે. આમ કહી કહી ચૂંટણીમાં તમાશો કરનારા રાજકીય પક્ષોનો મુખ્યમંત્રીએ આડકતરો બચાવ કર્યો હતો.
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વકર્યો છે અને રાજ્યમાં દરરોજ એક હજારથી વધુ કોરોનાના નવા કેસ નોંધાઇ રહ્યા છે ત્યારે રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગે તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે. સોશિયલ મીડિયા પર આ પ્રકારની અફવાઓ ચાલી રહી છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ વાતને નકારી હતી.
શુક્રવારે રાજ્યમાં 1415 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ચાર લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા હતા અને 948 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં અત્યાર સુધી 2,73,280 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.27 ટકા પર પહોંચ્યો છે. હાલ 6147 એક્ટિવ કેસ છે, જેમાંથી 67 લોકો વેન્ટિલેટર પર અને 6080 લોકો સ્ટેબલ છે.
અમદાવાદ કરતાં સુરતમાં છેલ્લા ચાર જ દિવસમાં કેટલા વધારે નોંધાયા કેસ? આંકડા જાણીને ચોંકી જશો
Ahmedabad Lockdown Update: અમદાવાદમાં લોકડાઉન લાદવામાં આવશે? AMCએ શું કરી સ્પષ્ટતા