શોધખોળ કરો
Advertisement
(Source: Poll of Polls)
મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ કૉંગ્રેસ જાહેર કરી ઉમેદવારોની પ્રથમ યાદી, જાણો કોને-કોને મળી ટિકીટ ?
ગુજરાત કૉંગ્રેસ દ્વારા પાંચ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે.
ગાંધીનગર: મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ કૉંગ્રેસ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ગુજરાત કૉંગ્રેસ દ્વારા પાંચ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે.
ભાવનગર મહાનગરપાલિકા, જામનગર મહાનગરપાલિકા, રાજકોટ મહાનગરપાલિકા, સુરત મહાનગરપાલિકા અને વડોદરા મહાનગરપાલિકાના ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે.
કૉંગ્રેસ દ્વારા અમદાવાદ મહાનગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં નથી આવી.
રાજ્યની 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજવાની જાહેરાત ચૂંટણીપંચે 23 જાન્યુઆરીના રોજ કરી હતી.
6 મહાનગરપાલિકા અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરત અને વડોદરા માટે 21 ફેબ્રુઆરી અને નગરપાલિકા-જિલ્લા-તાલુકા પંચાયતો માટે 28 ફેબ્રુઆરીએ સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે.
6 મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામો જાહેર થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
દેશ
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion