Gujarat Corona Cases: રાજ્યમાં કોરોનાના 10 નવા કેસ નોંધાયા, જાણો કેટલા લોકોને અપાઈ રસી ?
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 10 નવા કેસ સામે આવ્યા છે.રાજ્યમાં હાલ 149 એક્ટિવ કેસ છે અને 4 દર્દી વેન્ટિલેટર પર છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 10 નવા કેસ સામે આવ્યા છે.રાજ્યમાં હાલ 149 એક્ટિવ કેસ છે અને 4 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 14 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી.આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના કારણે 8,15,154 દર્દીઓએ કોરોનાને હાર આપી હતી. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકા જેટલો છે.
રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ કુલ 151 એક્ટિવ કેસ છે. જે પૈકી 04 વેન્ટીલેટર પર છે. 147 સ્ટેબલ છે. અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને 8,15,154 નાગરિકો સાજા થઇ ચુક્યા છે. 10081 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોના Covid) ને કારણે મોત થઇ ચુક્યા છે. જો કે આજે કોરોનાને કારણે એક પણ મોત થયું નથી. અમદાવાદ કોર્પોરેશનમાં 4, વડોદરા કોર્પોરેશનમાં 2, જામનગર કોર્પોરેશનમાં એક, મહીસાગરમાં 1, સુરત કોર્પોરેશનમાં એક, વડોદરામાં એક કોરોનાનો કેસ નોંધાયો હતો.
રાજ્યમાં આજે હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 19 લોકોને પ્રથમ ડોઝ અને 4602 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 73,211 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ જ્યારે 52,664 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ ઉપરાંત 18-45 વર્ષનાં 2,27,450 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 74,093 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યા છે. આ પ્રકારે 4,32,039 ડોઝ આજના દિવસમાં અપાયા છે. અત્યાર સુધીમાં કુલ 4,54,69,490 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. ગુજરાતમાં કોરોના રસીકરણની કામગીરી રવિવાર 29 ઓગસ્ટ અને 30 ઓગસ્ટ એટલે કે સોમવારે તહેવારને અનુલક્ષીને બંધ રહેશે. કોરોના વેક્સિનેશન કામગીરી મંગળવાર તા 31 ઓગસ્ટ 2021થી ફરી રાબેતા મુજબ ચાલુ રહેશે.
અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ,જુનાગઢ કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી, અને વલસાડમાં એક પણ કોરોના વાયરસનો કેસ નથી નોંધાયો.