Gujarat Corona Cases: કોરોનાના કેસમાં સતત ઘટાડો, છેલ્લા 24 કલાકમાં માત્ર 76 કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોના (Gujarat Corona Cases) સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે અને રોજના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 76 કેસ નોંધાયા છે જ્યારે 3 વ્યક્તિનાં મૃત્યુ થયા છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના (Gujarat Corona Cases) સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે અને રોજના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 76 કેસ નોંધાયા છે જ્યારે 3 વ્યક્તિનાં મૃત્યુ થયા છે. રાજ્યમાં આજે 190 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની (Active Cases) સંખ્યા 2527 છે. જે પૈકી 11 દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં એક દિવસમાં 190 દર્દીઓ સ્વસ્થ થયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 8,11,169 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.47 ટકા છે. અત્યાર સુધીમાં 2,65,42,078 ડોઝ કોરોના વેક્સીનના (CoronaVaccine)આપવામાં આવ્યા છે. આજે કુલ 3,30,500 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.
રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 22 સુરત કોર્પોરેશનમાં 12, રાજકોટ કોર્પોરેશન 7, અમરેલી 4, વડોદરા કોર્પોરેશન 4, ગીર સોમનાથ 3, નવસારી 3, વડોદરા 3, બનાસકાંઠા 2, ભરુચ 2, જૂનાગઢ 2, મહેસાણા 2, વલસાડ 2 કેસ નોંધાયા છે.
જો રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં 272 હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટ લાઇનવર્કર્સને પ્રથમ ડોઝ અને 10453 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45થી વધારેની ઉંમરના 53257 લોકોને પ્રથમ અને 91387 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવી ચુક્યો છે. આ ઉપરાંત 18-45 વર્ષનાં નાગરિકોની વાત કરીએ તો રાજ્યમાં રસીકરણનાં મોરચે 169932 લોકોને પ્રથમ ડોઝ અને 5199 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 3,30,500 લોકોને રસી અપાઇ ચુકી છે. ગુજરાતમાં કુલ 2,65,42,078 લોકોને અત્યાર સુધીમાં રસીકરણ થઇ ચુક્યું છે.
જો એક્ટિવ દર્દીની વાત કરીએ તો રાજ્યમાં કુલ 2527 કુલ દર્દી છે. વેન્ટીલેટર પર 11 છે. 2516 લોકો સ્ટેબલ છે. 811169 લોકો ડિસ્ચાર્જ થયા છે. 10067 લોકોનાં અત્યાર સુધીમાં મોત થઇ ચુક્યા છે. કોરોનામાં આજે કુલ 3 દર્દીઓનાં મોત નિપજ્યાં છે. સુરત અને અમદાવાદ કોર્પોરેશન સિવાય તમામ જિલ્લાઓમાં કોરોનાનો આંકડો સિંગલ ડિજીટમાં છે.