Gujarat Corona Cases: ગુજરાતમાં કોરોનાના નવા 998 કેસ નોંધાયા, જાણો કેટલા લોકોના થયા મોત?
બીજી તરફ આજે 2454 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.19 ટકાએ પહોંચ્યો છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 998 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 11195 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 77 લોકો વેન્ટીલેટર પર છે. 11118 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 11,95,295 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,838 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 16 લોકોના મોત થયા છે.
બીજી તરફ આજે 2454 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.19 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 16 મોત થયા. આજે 2,12,546 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
આજે કોરોનાના કારણે 16 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 4, વડોદરામાં એક, ગાંધીનગર કોર્પોરેશનમાં એક, સુરતમાં ત્રણ, રાજકોટ કોર્પોરેશનમાં એક, મોરબીમાં એક, વલસાડમાં એક,પંચમહાલમાં એક, દેવભૂમિ દ્વારકામાં એક દર્દીનું કોરોનાથી નિધન થયું છે.
અત્યાર સુધીમાં કુલ 11,95,295 દર્દીઓ રિકવર થઇ ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ 98.19 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 22 ને પ્રથમ અને 92 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 2921 ને પ્રથમ અને 12,661 ને બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 12,561 ને પ્રથમ અને 60,330 ને બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના નાગરિકો પૈકી 19,911 ને પ્રથમ અને 67,764 ને બીજો ડોઝ અપાયો હતો. 36,333 ને પ્રીકોશન ડોઝ અપાઇ ચુક્યાં છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 2,12,546 કુલ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 10,13,94,955 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.