5 દિવસથી કોરોનાની સારવાર લેતાં ગુજરાતના કયા સાંસદની તબિયત લથડી? જાણો મોટા સમાચાર
ગુજરાતમાં ગઈકાલે ૫૨૪૬ નવાં કેસ અને ૭૧ મૃત્યુ નોંધાયા હતો. છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ ૭૦૦થી ૧૦૦૦ કેસ ઘટવાો સિલસિલો થયાવત્ છે.
નર્મદાઃ ગુજરાતમાં કોરોના હવે ધીમે પડયો છે. જેની પ્રમાણ છેલ્લા થોડા દિવસોથી ઘટી રહેલા કેસ અને મોતના આંકડા પરથી મળે છે. આ દરમિયાન એક મોટા સમાચાર મળી રહ્યા છે. કોરોનાની સારવાર લેતાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાની તબિયત લથડતાં તેમને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 5 દિવસ પહેલા તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
ગુજરાતમાં ગઈકાલે ૫૨૪૬ નવાં કેસ અને ૭૧ મૃત્યુ નોંધાયા હતો. છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ ૭૦૦થી ૧૦૦૦ કેસ ઘટવાો સિલસિલો થયાવત્ છે. ગઈકાલે નવાં ૫૨૪૬ કેસ સામે ૯૦૦૧ દર્દીઓ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જેના કારણે એક્ટિવ કેસોનો આંક ૯૨,૬૧૭ પર પહોંચ્યો છે. જેમાંથી ૭૪૨ દર્દીઓ વેન્ટિલેટર પર અને ૯૧,૮૭૫ દર્દીઓ સ્ટેબલ છે. નવાં ૫૨૪૬ કેસ સામે આજે ૯૦૦૧ દર્દીઓ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને કુલ ડિસ્ચાર્જનો આંક ૬,૬૯,૪૯૦ થયો છે. ગુજરાતનો કુલ મૃત્યુઆંક ૯૩૪૦ પર પહોંચ્યો છે.
તૌકતે વાવાઝોડાના પગલે રાજ્યમાં ત્રણ દિવસના બ્રેક બાદ આજે ફરી એકવાર કોરોનાની રસીકરણની કામગીરી શરૂ કરાઇ છે. જોકે, ડ્રાઈવ થ્રૂ અને કમ્યુનિટી હોલમાં રસીકરણની કામગીરી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. રસીકરણની કામગીરીમાં આ વખતે 100 વ્યક્તિને જ રસી આપવામાં આવશે. અમદાવાદમાં 76 અર્બન હેલ્થ સેન્ટર, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર તથા અસારવા સિવિલ હોસ્પિટલ, ટ્રોમા સેન્ટર, સોલા સિવિલ હોસ્પિટલ, નગરી હોસ્પિટલ અને શારદાબેન હોસ્પિટલમાં કાર્યરત હેલ્થ વર્કર, ફ્રન્ટલાઈન વર્કર તથા 45થી વધુની વયના લોકોને રસી આપવાની કામગીરી શરુ કરવામા આવશે.
આ પણ વાંચોઃ આ ગુજરાતી ક્રિકેટરના પત્ની વાવાઝોડાથી પ્રભાવિત લોકોની મદદે આવ્યા આગળ, 600 પરિવારને આપશે રાશન કિટ